Home /News /ahmedabad /CM એક્શન મોડમાં, મંત્રીઓને 100 દિવસની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા આદેશ
CM એક્શન મોડમાં, મંત્રીઓને 100 દિવસની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા આદેશ
ભૂપેન્દ્ર પટેલની ફાઇલ તસવીર
ભુપેન્દ્ર અને નરેન્દ્રની ડબલ એન્જીન સરકારમાં મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સરકારના શપથ લેવાયા બાદ જ સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતી સાથે ફરીથી ભુપેન્દ્ર પટેલની સરકાર બનતા તેમની જવાબદારીઓ પણ વધી ગઈ છે. જણાવી દઈએ કે, ભુપેન્દ્ર અને નરેન્દ્રની ડબલ એન્જીન સરકારમાં મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સરકારના શપથ લેવાયા બાદ જ સરકાર એક્શન મોટમાં આવી ગઈ હતી.
CM ભુપેન્દ્ર પટેલે આજે જ તમામ મંત્રીઓને પોતાના વિભાગના 100 દિવસના નવતર લક્ષ્યાંકો તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીની સરકાર અને આનંદીબેન પટેલની સરકારમાં સ્માર્ટ ગોલ્સ, ગોલ્ડન ગોલ્સ નક્કી કરવાની શરુઆત કરાઇ હતી. હવે સ્વરુપ બદલાયુ અને હવે 100 દિવસના ગોલ્સ નક્કી થઇ રહ્યા છે.
મંત્રી પોતે જ પોતાના લક્ષ્યાંકો માટે ક્લિયર હોય તો તેમનો વિભાગ અને વિભાગના અધિકારીઓને તે ટાર્ગેટ પૂરા કરવા દોડાવી શકે તે માટે પ્રથમ ત્રણ મહિનાની બ્લુ પ્રિન્ટ નક્કી કરવાનો આદેશ તમામ મંત્રીઓને અપાયો છે. પ્રથમ 100 દિવસમાં મંત્રીઓને પોતાના વિભાગમાં નવી યોજનાઓ અને ગત સરકારની યોજનાની પૂર્ણતાનું સૂચન મુખ્યમંત્રીએ કર્યું છે અને વિઝનરી પ્લાન સંદર્ભે પણ પોત પોતાના વિભાગમાં ઉંડા ઉતરવા જણાવ્યું છે.
તમામ મંત્રીઓએ પોતાના વિભાગના પ્રથમ 100 દિવસની કામગીરીની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાની રહેશે, જેની ચર્ચા આગામી કેબિનેટની બેઠકમાં થઇ શકે છે. જેઓ ગત સરકારના મંત્રી રહ્યા છે તેમના માટે આ ટાર્ગેટ થોડો સરળ રહેશે. બાકીના નવોદિત મંત્રીઓને થોડુ કાઠું પડી શકે છે. આથી, જૂના મંત્રીઓને નવોદિત મંત્રીઓને સહયોગ કરવા પણ જણાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, રાઘવજી પટેલ , હરેશ સંધવી , જગદીશ વિશ્વકર્મા જેવા મંત્રીઓ નવોદિત મંત્રીઓને 100 દિવસની બ્લુ પ્રિન્ટ મુદ્દે સહાયરુપ થશે.