સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબંધનમાં કોરોના મહામારીને યાદ કરતા જણાવ્યું કે, કોરોના મહામારીમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ કામ કર્યું છે. જ્યારે પણ કોઇ મુસીબત આવી છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ ખડેપગે ઉભા રહ્યા છે.
ભૂપેન્દ્ર પટેલ ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. જેમા તેમણે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસની રાજનીતિ શરૂ કરી હતી અને તે આજે પણ યથાવત છે. રાજ્યમાં જ્યારે-જ્યારે ચૂંટણીઓ આવી છે ત્યારે-ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામોના હિસાબ આપી ચૂંટણી લડી છે. અને એટલે જ જનતાએ વિકાસની રાજનીતિ પર મહોર મારી છે. આથી હું તમામ લોકોનો આભાર માનુ છું.
સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબંધનમાં કોરોના મહામારીને યાદ કરતા જણાવ્યું કે, કોરોના મહામારીમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ કામ કર્યું છે. જ્યારે પણ કોઇ મુસીબત આવી છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ ખડેપગે ઉભા રહ્યા છે. પીએમ મોદી એ પણ કોરોનાકાળમાં ગરીબ લોકોની મદદ કરી છે અને યોજનાઓ થકી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સીધી મદદ પહોંચાડી છે.
પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, તમે અને સ્ટેજ પર બેઠેલા અમે જુદા નથી એનું આ પરિણામ છે. ભાજપ અને તેનો કાર્યકર લોકો સાથે કેટલો એટેચ થયો છે તેનુ આ પરિણામ છે. ભાજપનો કાર્યકર કોઈ દિવસ ઓફિસમાં બેસી કાર્ય કરવા ટેવાયો નથી તેનું આ પરિણામ છે. હંમેશા પ્રજા વચ્ચે રહી કાર્ય કરે છે. નરેન્દ્ર ભાઈએ વિકાસની રાજનીતિ શરૂ કરી છે. આજે ગુજરાતનો દરેક નાગરિક આ વિકાસની રાજનીતિ પર પોતાની મહોર લગાવી દીધી છે. ગુજરાત આખા દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.
ગુજરાતની જનતા જનાર્ધને જે જવાબદારી આપી છે તેના પર અમે કામ કરીશું અને જનતાએ જે વિશ્વાસ રાખ્યો છે તેના પર કામ કરીશું અને વિશ્વાસની ડબલ એન્જિન સરકાર હરહંમેશ વિકાસનું કામ કરતા રહીશું.