Home /News /ahmedabad /ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પર રેેકોર્ડ બ્રેક 1 લાખ 91 હજાર મતોથી જીત

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પર રેેકોર્ડ બ્રેક 1 લાખ 91 હજાર મતોથી જીત

ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય જીત થઇ છે.

Gujarat election result 2022 live updates: ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય જીત થઇ છે. એક વખત ફરી ઘાટલોડિયાની જનતાએ સીએમને જંગી સંખ્યામાં મતો આપી વધાવ્યા છે. જેની સામે કોંગ્રેસના ઉમેદવાર ડૉ.અમી યાજ્ઞિકની હાર થઇ છે.

વધુ જુઓ ...
  અમદાવાદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. આજે સવારના 8 કલાકથી ગણતરી ચાલી રહી છે, ત્યારે ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય જીત થઇ છે. એક વખત ફરી ઘાટલોડિયાની જનતાએ સીએમને જંગી સંખ્યામાં મતો આપી વધાવ્યા છે. જેની સામે કોંગ્રેસના ઉમેદવાર ડૉ.અમી યાજ્ઞિકની હાર થઇ છે. CM ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પર રેેકોર્ડ બ્રેક 1 લાખ 91 હજાર મતોથી જીત થઇ છે.

  આ બેઠક પર 59.71 ટકા મતદાન થયું હતું

  અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલની જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ડૉ.અમી યાજ્ઞિક મેદાને હતા. નોંધનીય છે કે, આ બેઠક પર 2,55,883 વોટ પડ્યા હતા. ટકાવારી પ્રમાણે આ બેઠક પર 59.71 ટકા મતદાન થયું હતું. ઘાટલોડિયા બેઠક પર કુલ 4,28,542 મતદારો છે. જેમાં 2,20,501 પુરુષ મતદારો અને 2,08,028 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.


  આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ માથે માઠી બેઠી, પાંચ બિંદુઓમાં જાણો આજના પરિણામનું મહત્ત્વ

  2017-2012માં પણ ભાજપની થઇ હતી જીત

  બીજી બાજુ, ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પર ભાજપની જીત થઇ હતી. 2017માં આ બેઠક પર 68.71% ટકા મતદાન થયું હતું. જ્યારે 1,17,750 મતોથી ભાજપની જીત થઇ હતી. આવી રીતે જ વર્ષ 2012માં પણ ભાજપની જીત થઇ હતી. 2012માં આ બેઠક પર 72.6% ટકા મતદાન થયું હતું. જ્યારે 1,10,395 મતોથી ભાજપની જીત થઇ હતી.

  આ બેઠક અમદાવાદ જિલ્લામાં છે અને વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવે છે. વર્તમાનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું મતક્ષેત્ર છે. ઘાટલોડિયા વિસ્તારમાં પ્રભાત ચોક, રન્નાપાર્ક, સાયોના સીટી, ચાણક્યપુરી ઘાટલોડિયા ગામ વગેરે આવેલા છે.

  2012માં ઘાટલોડિયા બેઠક પરથી આનંદીબેન ચૂંટણી લડ્યા હતાં

  2012માં ઘાટલોડિયા બેઠક પરથી આનંદીબેન ચૂંટણી લડ્યા હતાં. જોકે, 2017માં એવી ચર્ચા હતી કે આનંદીબહેનનાં પુત્રી અનારબેનને તેમનાં માતાની બેઠક મળશે, પરંતુ 2017માં તેમના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડ્યા હતાં અને જંગી બહુમતિથી જીત્યા હતાં. 2017ની ચૂંટણી પહેલા ગુજરાતમાં પાટીદાર આંદોલનની સૌથી વધુ અસર ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર જોવા મળી હતી. પરંતુ અહીં તમામ પાટીદારો ભાજપની વિરુદ્ધ ન હતા. આ જ કારણ છે કે 2017માં આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા પછી ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી હતી.

  2017માં ભૂપેન્દ્ર પટેલની રેકોર્ડબ્રેક જીત

  ભૂપેન્દ્ર પટેલ 2017માં અહીંથી 1 લાખ 75 હજાર મતોથી ચૂંટણી જીત્યા હતા. આ દરમિયાન 2021માં વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી હટાવાયા ત્યારે અચાનક ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાનના અનુયાયી છે.

  ઘાટલોડિયા બેઠક ભાજપનો ગઢ

  2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકર્ડ બ્રેક 1.10 લાખ મતદારોની લીડથી જીત મેળવી આનંદીબહેન પટેલ ધારાસભ્ય બન્યા હતા. આ ઘાટલોડિયાની બેઠક ભાજપનો ગઢ ગણાય છે. અહીંથી જીતવું એ કોંગ્રેસ માટે દિવા સ્વપ્ન સમાન છે. અહીંથી ભાજપ મોવડી મંડળે આનંદીબહેન પટેલના ખાસ વિશ્વાસુ એવા ભૂપેન્દ્રભાઇ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા તો બીજી તરફ કોંગ્રેસે શશિકાંત પટેલને ટિકિટ આપી હતી. પાટીદારોના પ્રભુત્વવાળી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બે પાટીદાર ઉમેદવારો મેદાનમાં હતા. પરંતુ આ બેઠક પર ભાજપ હમેશા હરીફ પક્ષ પર હાવી રહ્યો છે.

  ઘાટલોડિયા બેઠકે આપ્યા 2 મુખ્યમંત્રી

  ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્યમંત્રીઓ આપ્યા છે, આનંદી બેન પટેલ અને ભુપેન્દ્ર પટેલ. આ બંને મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના છે. અલબત્ત 2016માં પાટીદાર અનામત આંદોલનના કારણે આનંદીબેનની સત્તા જતી રહી હતી. પાટીદાર અનામત આંદોલનનું મુખ્ય સેન્ટર પણ ઘાટલોડિયા જ રહ્યું હતું. ત્યારબાદ વિજય રૂપાણી સત્તામાં આવ્યા હતા અને તેમના રાજીનામા બાદ મુખ્યમંત્રીનું પદ સાંભળનાર વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઘાટલોડિયા બેઠક પરથી જ ચૂંટાઈને આવ્યા હતા. 2017માં ઘાટલોડિયા બેઠક પર પાટીદાર આંદોલન છતાં કોંગ્રેસના શશિકાંત પટેલને અહીં 57902 મત મળ્યા હતા. જ્યારે ભૂપેન્દ્ર પટેલને 1 લાખ 75 હજાર મત મળ્યા હતા.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: CM Bhupendra Patel, Election Results 2022, Gujarat Assembly Election 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन