Home /News /ahmedabad /

અમદાવાદ: 'તિરંગા યાત્રા'ને પ્રસ્થાન કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ, કરોડોના વિકાસ કામોની આપી ભેટ

અમદાવાદ: 'તિરંગા યાત્રા'ને પ્રસ્થાન કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ, કરોડોના વિકાસ કામોની આપી ભેટ

(ટ્વિટર:@Bhupendrapbjp)

Tiranga Yatra: બાપુનગર સ્થિત કાર્યક્રમ પૂર્ણ કરી મુખ્યમંત્રીએ પદાધિકારીઓ અને લોકો સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા

અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાના રૂપિયા 187 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સીએમ ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના હસ્તે કરાયા હતા. બાપુનગર સ્થિત કાર્યક્રમ પૂર્ણ કરી મુખ્યમંત્રીએ પદાધિકારીઓ અને લોકો સાથે તિરંગા યાત્રા (tiranga yatra)માં જોડાયા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકામાં ગુજરાતે સર્વાંગીણ વિકાસ હાથ ધર્યો છે. બે દાયકા અગાઉ રાજ્યમાં  MSME ની સંખ્યા 2.74 લાખ હતી જે આજે 8.66 લાખ થઈ છે. જ્યારે 20 વર્ષ અગાઉ રાજ્યમાં થતું 1.27  લાખ કરોડનું ઔદ્યોગિક ઉત્પાદન આજે 16.19 લાખે પહોંચ્યું છે. ગુજરાતમાં રોડ, રસ્તા, વીજળી, પાણી, જેવી પાયાની જરૂરિયાતોની સરળ કનેક્ટિવિટીની સવલતોએ ઔદ્યોગિક રોકાણકારોને  આકર્ષ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે ,આઝાદી મળ્યાના વર્ષો સુધી આઝાદી દિન જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ફક્ત સરકારી કાર્યક્રમ બની રહી હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવી ઉજવણી આજે રાષ્ટ્રીય  તહેવાર તરીકે સૌ કોઈ ઉમંગથી ઉજવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરંભેલા "હર ઘર તિરંગા" અભિયાનમાં આજે જન-જન જ્ઞાતિ, જાતિ, ધર્મનો ભેદભાવથી પર જઈને આ પર્વમાં હર્ષોલ્લાસ પૂર્વક જોડાઈ રહ્યો છે. આગામી 13થી 15 ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી "હર ઘર તિરંગા" અભિયાનમાં લોકોને જોડાવવા અનુરોધ કર્યો હતો. આ સાથે વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં મુખ્યમંત્રીએ નાગરિકો સાથે ઉત્સાહભેર જોડાઈને દેશભક્તિનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચો: Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના કેસ ફરી વધ્યા, અમદાવાદમાં 265 કેસ સાથે 1 દર્દીનું મોત

બીજી બાજુ સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ પાછળ મુખ્ય ઉદેશ્ય 2022ની ચૂંટણીમાં બાપુનગર વિધાનસભાની સીટ જીતવાનો છે. આજથી રાજ્યના મુખ્યમંત્રીએ અહીંથી જ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. એએમસી દ્વારા ખુલી જીપ હોવા છતાં સીએમ પદયાત્રામાં રાષ્ટ્રધ્વજ લઇ રસ્તા પર ચાલતા નજરે પડ્યા હતા. બીજી તરફ એએમસીના આયોજીત કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલરોને જ મંચ પર સ્થાન ન મળતા વિરોધનો સૂર ઉઠ્યો હતો.
Published by:Azhar Patangwala
First published:

Tags: Bhupendra Patel, Gujarat News, Latest News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन