Home /News /ahmedabad /સીએમ પટેલે ફોર્મ ભરતા પહેલા અમિત શાહ સાથે કર્યો દમદાર 'રોડ શો,' 'રબારી' પાઘડીમાં થયા સજ્જ

સીએમ પટેલે ફોર્મ ભરતા પહેલા અમિત શાહ સાથે કર્યો દમદાર 'રોડ શો,' 'રબારી' પાઘડીમાં થયા સજ્જ

મુખ્યમંત્રી પટેલનો રોડ શો

અમિત શાહે પોતાના સંબંધોની શરૂઆતમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ચૂંટણી બાદનાં ભાવિ મુખ્યમંત્રી તરીકે સંબોધ્યા હતા.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી પહેલા હાલ વિવિધ પક્ષોનાં નેતા પોતાનું નામાંકન ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડીયા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા કેસરીયા મહારેલી બાદ તેમને ચૂંટણી નામાંકન ભર્યુ છે. રેલીનો રૂટ પ્રભાત ચોક, ચાણક્યપુરી, ડમરૂ સર્કલ, કારગીલ ચાર રસ્તા, મધ્યસ્થ કાર્યાલય સોલા ભાગવત પાસે એસજી હાઈવે હોય છે. રેલી બાદ અમિત શાહ મઘ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ હતુ. ત્યારબાદ બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાંત ઓફિસ ઘાટલોડીયામાં ઉમેદવારી પત્ર ભર્યુ હતુ.

  માલધારી સમાજે પહેરાવી લાલ પાઘડી


  ઉમેદવારી ભરતા પહેલા ભવ્ય રોડ શો પણ યોજવામાં આવ્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો હાજર રહ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને માલધારી સમાજના આગેવાનોએ લાલ રંગની રબાબી પાઘડી પહેરાવી હતી. સોલા ખાતે મધ્યસ્થ કાર્યાલયને અમિત શાહે ખુલ્લુ મૂક્યું હતું. રેલી પહેલાં કાર્યકરો સાથે મુખ્યમંત્રીએ ચર્ચા વિચારણા પણ કરી હતી.  ઘાટલોડિયા વિધાનસભાનું ફોર્મ ભરતા પહેલા સીએમ પટેલે જણાવ્યુ કે, 'નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શનમાં વિકાસનાં કાર્યો કર્યા છે અને તેમાં પ્રજાજનોનો સાથ મળ્યો છે. જેના કારણે દરેકનાં મનમાં એવું થાય છે કે, આ ગુજરાત મેં બનાવ્યું છે. આજે અહીં સંત પણ ઉપસ્થિત છો અને તમે પણ આશીર્વાદ આપજો કે, અમે નાનામાં નાના માણસનાં કામ કરી શકીએ.'  આ પણ વાંચો: 'અમે રાજકારણ નહીં રાજનીતિ કરવા આવ્યાં છીએ'


  'વિક્રમ તોડીને ભાજપ સરકાર બનાવશે'


  અમિત શાહે પોતાના સંબંધોની શરૂઆતમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ચૂંટણી બાદનાં ભાવિ મુખ્યમંત્રી તરીકે સંબોધ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને 1990થી જનતાએ ભાજપ પર થપ્પો મારીને આશીર્વાદ આપ્યા છે. બધા વિક્રમો તોડીને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. આ સાથે તેમણે જણાવ્યું કે, 1985થી 95 સુધી રાજ્યમાં કોમી હુલ્લડથી ગુજરાત પીડાયું છે. અને આજે 20 વર્ષનાં છોકરાને પૂછીએ કે હુલ્લડ કોને કહેવાય તેને નથી ખબર.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી

  विज्ञापन
  विज्ञापन