Home /News /ahmedabad /મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-ઓસ્ટ્રેલિયા મેચની તમામ તૈયારીઓની સમીક્ષા કરી, વીવીઆઈપી ગેટ પર ગુજરાતની ઝાંખી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-ઓસ્ટ્રેલિયા મેચની તમામ તૈયારીઓની સમીક્ષા કરી, વીવીઆઈપી ગેટ પર ગુજરાતની ઝાંખી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
Prime Minister visit to Gujarat: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાવાની છે જેને લઈને અમદાવાદમાં તમામ તૈયારીઓ શરુ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આ મેચમાં હાજર રહેવાના છે. જેથી સુરક્ષા વ્યવસ્થાને લઈને તથા રિહર્સલ માટે આજે સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોચ્યા હતા.
અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાવાની છે જેને લઈને અમદાવાદમાં તમામ તૈયારીઓ શરુ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આ મેચમાં હાજર રહેવાના છે. જેથી સુરક્ષા વ્યવસ્થાને લઈને તથા રિહર્સલ માટે આજે સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોચ્યા હતા. આ સાથે જ બંન્ને દેશના પીએમ મેચ જોવા આવવાના હોવાથી સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સુરક્ષા માટે સ્ટેડિયમની ફરતે 5 હજારથી વધારે પોલીસ જવાનો તૈનાત કરાયા છે આ સાથે વીવીઆઈપી ગેટ પર સૌથી વધારે પોલીસ કાફલો જોવા મળશે, અમદાવાદ પોલીસે 13 માર્ચ સુધીનો ફ્લાય ડ્રોન ઝોન જાહેર કર્યો છે.
5 હજારથી વધારે પોલીસ જવાનો તૈનાત કરાયા
અમદાવાદ પોલીસે સાથે જ સ્ટેડિયમની આસપાસ વાહન પાર્ક કરવા માટે જે પણ પાર્કિંગ પ્લોટ ફાળવાશે ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત રહેશે. તો સ્ટેડિયમના વીઆઈપી ગેટ પાસે ગુજરાતની વિકાસગાથાના અલગ અલગ પોસ્ટર લાગ્યા છે. ટેસ્ટ મેચને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. દર્શકો માટે મેટ્રોની સુવિધા આવતીકાલથી શરૂ થતી ટેસ્ટ મેચ દરમિયાન મેટ્રો ટ્રેન સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી ચાલશે. દર્શકોની અવરજવર માટે દર 12 મિનિટે ટ્રેનોને દોડાવવાનું નક્કી કરાયું છે. ભારત-ઓસ્ટ્રેલિયા સીરીઝની ચોથી ટેસ્ટ મેચ બુધવારથી રમાશે.
ઉલ્લેખનીય છે કે, આ સાથે જ આ મેચમાં એક મોટો રેકોર્ડ બની શકે છે. રિપોર્ટ અનુસાર પ્રથમ દિવસે એક લાખથી વધુ લોકો ટેસ્ટ મેચ જોવા આવી શકે છે. આ પહેલા, કોઈપણ ટેસ્ટમાં એક જ દિવસમાં સ્ટેડિયમમાં પહોંચનારા દર્શકોની મહત્તમ સંખ્યા 91,112 છે. જેને જોતાં આ ટેસ્ટ મેચમાં જો 1 લાખ 10 હજાર જેટલાં લોકો એકત્ર થાય તો અમદાવાદ ટેસ્ટ નવો રેકોર્ડ બનાવી શકે તેમ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 4 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ બુધવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ટેસ્ટ મેચ પહેલા તૈયારીઓનો ધમધમાટ
સ્ટેડિયમના વીઆઈપી ગેટ પાસે ગુજરાતની વિકાસગાથાના અલગ અલગ પોસ્ટર લગાડવામાં આવ્યા છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ, સ્માર્ટ સ્કૂલ, રિવરફ્રન્ટ, કાંકરિયા તળાવ, અટલ બ્રિજ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીઆરટીએસ અને ગુજરાતની ઐતિહાસિક ધરોહર અને વારસા સમાન માણેક બુરજ, જગન્નાથ મંદિર ભદ્રનો કિલ્લો, સ્વામિનારાયણ મંદિર સહિતના સ્થળોના બેનરો અને પોસ્ટરો લાગ્યા છે. જેને જોઈને કોઈપણ વીવીઆઈપી જ્યારે અહીંથી પસાર થશે ત્યારે તેમને ગુજરાતની વિકાસગાથા ચોક્કસથી જોવા મળશે.