Home /News /ahmedabad /ગુજરાતમાં વર્ષ 2036 ઓલિમ્પિક્સ માટે તૈયારીઓ શરૂ, અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલે કરી બેઠક

ગુજરાતમાં વર્ષ 2036 ઓલિમ્પિક્સ માટે તૈયારીઓ શરૂ, અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલે કરી બેઠક

અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.

આગામી ઓલિમ્પિક્સ ર૦૩૬ના યજમાન બનવાની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: આગામી ઓલિમ્પિક્સ ર૦૩૬ના યજમાન બનવાની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈએ ઓલિમ્પિક-ર૦૩૬માં જે રમતો સમાવિષ્ટ છે તેના આયોજન માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આકાર લેનારા સરદાર  વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં  આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાકીય સુવિધાઓ  વિકસાવવા માટે  માર્ગદર્શન આપ્યું હતું. આ સ્પોર્ટ્સ એન્કલેવમાં સમયબદ્ધ રીતે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવાનું કાર્ય આયોજન હાથ ધરવામાં આવે તેવા દિશા નિર્દેશ પણ  કેન્દ્રીય ગૃહ મંત્રીએ આપ્યા હતા.

અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.


કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતમાં ઓલિમ્પિક્સ ર૦૩૬ની રમતો માટેના જે સ્થળો આઇડેન્ટીફાય રાજ્ય સરકારે કરેલા છે, ત્યાં પણ જરૂરી સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેલાડીઓ-કોચ વગેરેની આવાસ સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓ ઓલિમ્પિક્સના ધારા-ધોરણો અનુસાર ઊભી થાય તે માટે આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ બેઠક અગાઉની યોજાયેલી પ્રથમ બેઠકમાં થયેલા સુચનો અંગ જે કામગીરી આગળ વધી રહી છે તેની પણ સમીક્ષા કરી હતી. અમિતભાઇ શાહે રાજ્ય સરકાર દ્વારા જે કાર્ય આયોજનો થાય તેની સમીક્ષા સમયાંતરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી કરે તેવું સૂચન પણ કર્યુ હતું.

આ પણ વાંચો: હોસ્પિટલમાંથી જ ગળેફાંસો ખાધેલો મળ્યો નર્સનો મૃતદેહ

આગામી ઓલિમ્પિક્સ ગુજરાતમાં ભવ્ય રીતે આયોજિત થાય તે માટેની વિસ્તૃત વ્યૂહ રચનાની પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.  કેન્દ્રીય ગૃહ મંત્રીએ બેઠક પૂર્વે નારણપુરા સ્પોર્ટ્સ સંકુલની પણ મુલાકાત લીધી હતી અને જરૂરી સુચનો કર્યા હતા. ઓલિમ્પિક્સ -ર૦૩૬ માટે ગુજરાતની તૈયારીઓ અંગેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन