Home /News /ahmedabad /CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 9 અને સુરત તથા ભાવનગરની 2 મળી કુલ 11 TP સ્કીમને આપી મંજૂરી
CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 9 અને સુરત તથા ભાવનગરની 2 મળી કુલ 11 TP સ્કીમને આપી મંજૂરી
TP સ્કીમને મંજૂરી
CM Bhupendra Patel approved 11 TP schemes: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ વિસ્તારને ઈઝ ઓફ લિવિંગ વૃદ્ધિથી માનવ વિકાસ સૂચકાંક સુધારવાની દિશામાં વધુ એક કદમ ભર્યું છે. રાજ્યના આયોજન બદ્ધ શહેરી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર અમદાવાદ શહેરની 9 તથા ભાવનગર અને સુરત મહાનગરની એક એક એમ કુલ 11 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.
ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ વિસ્તારને ઈઝ ઓફ લિવિંગ વૃદ્ધિથી માનવ વિકાસ સૂચકાંક સુધારવાની દિશામાં વધુ એક કદમ ભર્યું છે. રાજ્યના આયોજન બદ્ધ શહેરી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર અમદાવાદ શહેરની 9 તથા ભાવનગર અને સુરત મહાનગરની એક એક એમ કુલ 11 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તદ્દઅનુસાર ઔડાની ડ્રાફ્ટ ટીપી 138/એ રૂપાવટી તથા 138/બી રૂપાવટી-વાસોદરાને તેમણે મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ આ ઉપરાંત અમદાવાદની સાત પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને પણ મંજૂરી આપી છે. આ સાત પ્રિલિમિનરી ટી.પી.માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કીમ 92/બી સરખેજ -ઓકફ, 105 વસ્ત્રાલ, 73 વિંઝોલ, 114 વસ્ત્રાલ-રામોલ, 93/સી ગ્યાસપુર- વેજલપુર, 65 સૈજપુર-બોઘા તેમજ 66 સૈજપુર-બોઘા ઇસ્ટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આપેલી આ ટાઉન પ્લાનિંગ સ્કીમની મંજૂરીના પરિણામે અમદાવાદમાં 26.60 ફેક્ટર્સ જમીન આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે EWS આવાસ નિર્માણ માટે મળશે. આવા કુલ 23,733 આવાસોનું નિર્માણ કરાશે.
અમદાવાદની બે ડ્રાફ્ટ ટી.પી. અને સાત પ્રિલિમિનરી સ્કીમ એમ કુલ 9 ટાઉન પ્લાનિંગ સ્કીમમાં બાગ-બગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે સમગ્રતયા 25.05 હેક્ટર તથા જાહેર સુવિધા માટે કુલ 20.73 હેક્ટર જમીન મળશે. મુખ્યમંત્રીએ સુરતની પ્રિલિમિનરી ટી.પી. 57- પાંડેસરાને આપેલી મંજૂરીના કારણે EWS આવાસ, જાહેર સુવિધા તથા રમતગમતના મેદાન, બાગ-બગીચા અને આંતરમાળખાકીય સુવિધા ખર્ચને પહોંચી વળવા વેચાણ હેતુ માટે એમ કુલ 3.48 હેક્ટરર્સ જમીન સંપપ્રાપ્ત થશે.
સુરતમાં 0.63 હેક્ટરર્સ જમીન પર 567 આવાસ આ સ્કીમમાં નિર્માણ પામશે. ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ-32 શામપરા -સીદસર પણ શ્રી ભુપેન્દ્ર પટેલે મંજૂર કરી છે. ભાવનગરમાં આ સ્કીમ મંજૂર થવાથી 3.74 હેક્ટર્સમાં 3,300 EWS મકાનો બની શકશે. એટલું જ નહીં, આંતરમાળખાકીય સવલતોના વિકાસ ખર્ચને પહોંચી વળવા વેચાણ હેતુસર અંદાજે 4.54 હેક્ટર્સ જમીન સહિત સમગ્રતયા 16.92 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે. મુખ્યમંત્રીએ આયોજનબદ્ધ અને સુવિધાપૂર્ણ શહેરી વિકાસની નેમ સાથે ટી.પી. ડી.પી.ને મંજૂરી આપવાના આ અભિગમ અપનાવીને ઝડપી સમુચિત વિકાસની નવી દિશા કંડારી છે.