Home /News /ahmedabad /શું ગૌમૂત્રથી ઘડિયાળ કે ઈલેક્ટ્રીક ડિવાઈસ ચાલી શકે ખરા? જુઓ કેવો છે પ્રોજેક્ટ
શું ગૌમૂત્રથી ઘડિયાળ કે ઈલેક્ટ્રીક ડિવાઈસ ચાલી શકે ખરા? જુઓ કેવો છે પ્રોજેક્ટ
એસજીવીપીના ઋષિકુમારોએ કર્યું સંશોધન
Importance of Cow Urine: વેદ અને પુરાણોમાં ગૌ માતાનું મહત્વ ખુબ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. તેવી જ રીતે ગૌમુત્રનું મહત્વ આર્યુવેદમાં પણ જોવા મળે છે. પરંતુ શું ગૌમુત્રથી કોઈ ઘડિયાળ ચાલી શકે ખરા? આ વાતને એસજીવીપીના ઋષિકુમારોએ સાબિત કરી બતાવી છે.
અમદાવાદ: આમ તો વેદ અને પુરાણોમાં ગૌ માતાનું મહત્વ ખુબ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. તેવી જ રીતે ગૌમુત્રનું મહત્વ આર્યુવેદમાં પણ જોવા મળે છે. પરંતુ શું ગૌમુત્રથી કોઈ ઘડિયાળ ચાલી શકે ખરા? આમ તો આ આશ્ચર્ય મુકે તેવી વાત છે પરંતુ આ વાતને સાબિત કરી બતાવી છે એસજીવીપીના ઋષિકુમારોએ. તેઓએ ઘડિયાળ 24 કલાક ચાલી શકે અને તે પણ ગૌમૂત્રથી તેવો સફળ પ્રયોગ કર્યો છે. શું છે આ પ્રયોગ જોઈએ આ અહેવાલમાં...
ગૌમૂત્રથી ચાલે છે ઘડિયાળ
ગૌમુત્રથી અનેક ઉપચાર તો થતા તમે જોયા હશે. પણ ગૌમૂત્રમાં કેટલી તાકાત છે તે જાણવા માટે અમદાવાદની SGVP સંસ્થાનાં વિદ્યાર્થીઓ એ સંશોધન કર્યું છે. આ સંસોધનમાં ચોકાવનારા પરિણામ સામે આવ્યા છે. SGVP સંશોધન કેન્દ્રનાં વિદ્યાથીઓએ ગૌમૂત્રથી ઘડિયાળ પણ ચાલી શકે તે પ્રકારનું સંશોધન કર્યું છે. બે બાઉલમાં ગૌ મૂત્ર ભરીને તેમાં રહેલા યુરિક એસીડથી 24 કલાક સુધી ઘડિયાળ ચલાવી શકાય છે તેવો દાવો ઋષિકુમારોએ કર્યો છે.
તેઓએ કરેલુ આ સંશોધન પણ સાયન્સ સિટીમાં શરુ થયેલા સાયન્સ કાર્નિવલમાં પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ ઋષિકુમારોમાં વિવેક નામના વિદ્યાથીએ જણાવ્યું હતું કે, ગૌમૂત્રમાં ઘણી તાકાત રહેલી છે અને તેનાથી શું પરિણામ આવી સકે છે તે માટે વિવિધ સંશોધન કરવામાં આવ્યા છે. વેદોની અંદર જે સાયન્સના શ્લોક રહ્યાં છે તેને અમે મશીનરીમાં કન્વર્ટ કર્યા છે. ગૌ મત્રને બે પોટમાં પ્લોન્ટ કર્યા છે. સાથે એક બોક્સમાં ઝીંક અને બીજા બોક્સમાં કોપરની પ્લેટ મુકવામાં આવે છે. અને તેનુ વાયરીંગ પ્લસ માઈનસ સાથે કોઈ પણ ઈલેકટ્રીક ડિવાઈસ કે ઘડિયાળમાં લગાવવામાં આવે છે.
ગૌમુત્રમાં રહેલ જે યુરિક એસિડ અને ઝીંક કોપર આ ત્રણના મિશ્રણ દ્વારા ઈલેક્ટ્રીસીટી ઉત્પન થાય છે. આ ઈલેક્ટ્રીસિટીને આપણે કોઈપણ ઈલેક્ટ્રીક ડિવાઈસમાં કનેક્ટ કરીએ એટલે તે ડિવાઈસ કાર્યરત થઈ શકે છે. આ ઉપરાંત ગૌમુત્રથી નાના ડિવાઈસ, નાઈટ લેમ્પ કે મોબાઈલ ને પણ ચાર્જ કરી શકાય તેનું પણ અમે સંશોધન કરી રહ્યાં છીએ. આ ઋષિકુમારો દ્વારા અદભૂત સંશોધન કરવામાં આવ્યું છે.