અમદાવાદ: લગ્ન મંડપમાં જ મારામારી કરનારા પતિ અને સસરાની ધરપકડ

News18 Gujarati
Updated: May 15, 2018, 12:22 PM IST
અમદાવાદ: લગ્ન મંડપમાં જ મારામારી કરનારા પતિ અને સસરાની ધરપકડ
News18 Gujarati
Updated: May 15, 2018, 12:22 PM IST
અમદાવાદ: ચાલુ લગ્નમાં વરરાજા અને તેના પિતાએ કરેલી મારામારી મામલે પોલીસે વરરાજા અને તેના પિતાની ધરપકડ કરી છે. આ બંનેને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અને બાદમાં પોલીસે બંનેની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા લગ્ન પ્રસંગમાં ફોટા પડાવવાની બાબતે બબાલ થતાં જાન લીલા તોરણેથી પરત ફરી હતી. અલગ અલગ સ્ટાઇલથી ફોટા પાડવાની યુવતીએ ના પાડતાં વર-વધૂ વચ્ચે બબાલ થઈ હતી. આ પછી વરરાજાએ લગ્નની ના પાડતાં બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. જેથી અમરાઇવાડીમાં હબીબ શેઠની ચાલીમાં રહેતી અને ટીવાયબીકોમમાં અભ્યાસ કરતી યુવતીએ રામોલ પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ કરી હતી.

ઉલ્લેખનિય છે કે યુવતીની સગાઇ વસ્ત્રાલની રામેશ્વર સોસાયટીમાં રહેતા સંજય રામચંદ્ર ચૌહાણ સાથે થઇ હતી. લગ્ન દરમિયાન સંજયના પિતા પિયરપક્ષવાળાને બીભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. જેને કારણે મામલો બીચક્યો હતો અને સંજય અને તેના પિતા રામચંદ્ર યુવતીના કાકા પર હુમલો કરી દીધો હતો. તેમને છોડાવવા જતાં બંને પક્ષ વચ્ચે મારામારી થઈ ગઈ હતી. મામલો બીચકતા જાન પરણ્યા વગર જ પરત ફરી હતી. આ ઘટના બાદ યુવતી સીધી રામોલ પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી અને સંજય અને તેના પિતા વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી.
First published: May 15, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर