સિવિલ હોસ્પિટલ બાળકોનાં મોતનો મામલો, હોસ્પિટલને મળી ક્લિન ચિટ

Network18 | News18 Gujarati
Updated: October 30, 2017, 2:20 PM IST
સિવિલ હોસ્પિટલ બાળકોનાં મોતનો મામલો, હોસ્પિટલને મળી ક્લિન ચિટ
Network18 | News18 Gujarati
Updated: October 30, 2017, 2:20 PM IST
સિવિલ હોસ્પિટલમાં 48 કલાકમાં 20 બાળકોનાં મોતનાં મામલે આરોગ્ય વિભાગે પોતાનાં તરફથી રિપોર્ટ મોકલી દીધો છે અને હોસ્પિટલને ક્લિન ચીટ આપવામાં આવી છે. બાળ દર્દી વિભાગનાં ડોક્ટરનાં હેડ તરફથી મળેલી માહિતી પ્રમાણે, તેમણે તમામ દર્દીઓનાં રિપોર્ટ આરોગ્ય વિભાગને મોકલ્યા હતાં જેને આધારે આરોગ્ય વિભાગે નિર્ણય લીધો છે. હોસ્પિટલનાં બાળ દર્દી વિભાગનાં ડોક્ટરનાં હેડ તરફથી પોતાનાં બચાવમાં વાત કરવામાં આવી હતી. જેમાં તેમણે નવજાત બાળકોને દોઢસોથી બસ્સો કિલોમિટર દૂરથી લાવવામાં આવતા હોવાથી તેમની સાથે આવી ઘટના ઘટી જાય છે તેવો નબળો બચાવ રજૂ કર્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં 20 બાળકોના મોત થઇ ગયા છે. જ્યારે ૪૮ કલાકમાં ૧૮ બાળકોના અપમૃત્યુ થયા હતા જ્યારે આજે રવિવારે વધુ બે નવજાત બાળકો મોતને ભેટયા હતા. આ બાળકોના અપમૃત્યુને પગલે રાજ્ય સરકારે તપાસ કમિટી નીમી દીધી છે. તપાસ કમિટીએ સિવિલ હોસ્પિટલના નીયોનેટલ વોર્ડની મુલાકાત લઈ માત્ર ૩૦ મીનિટમાં તપાસ સમેટી લીધી હતી. જે તેની વિશ્વસનિયતા સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે. હવે અગામી ૨૪ કલાકમાં તપાસ રિપોર્ટ આવે બાદ બેદરકારી હશે તો કડક પગલાં લેવાની સરકારે ખાતરી આપી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતનાં મામલે આજે તપાસ કમિટીનો રિપોર્ટ આવી છે. ડો.આર.કે. દીક્ષિતના નેજા હેઠળ ત્રણ ડોક્ટર્સની કમિટી દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે. તપાસમાં તમામ મૃત બાળકોના મેડિકલ કેસ પેપર ચેક કરવામાં આવ્યા તેમજ સ્થળ પર તપાસ કરવામાં આવી. તદ ઉપરાંત હોસ્પિટલમાં રાખવામાં આવેલ સાધન
સગવડની જાણકારી પણ લેવામાં આવી. તો ઓન ડ્યુટી ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફના પણ નિવેદન પણ લેવામાં આવ્યા. તપાસ સમિતિનો ડ્રાફ્ટ રિપોર્ટ આરોગ્ય વિભાગને અપાયો. પ્રાથમિક રિપોર્ટમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલને ક્લિનચીટ આપવામાં આવી છે. સૂત્રોની માનીયે તો રિપોર્ટમાં હોસ્પિટલ સત્તાતંત્ર કક્ષાએ કોઈ બેદરકારી,વ્યવસ્થામાં ખામીની શક્યતા નકારાઈ છે

તો ભવિષ્યમાં આ દિશામાં વધુ ક્યાં પગલાં ભરી શકાય એની ભલામણો સમિતિએ તેમની રિપોર્ટમાં કરી છે.

શાહિબાગ પોલીસ સિવિલમાં પહોંચી
સિવિલ હોસ્પિટલમાં બાળકોનાં મોતનો મામલે શાહિબાગ પોલીસ તપાસ માટે સિવિલ હોસ્પિટલ પહોંચી. સિવિલમાં થયેલાં નુક્શાન બાબતે તપાસ હાથ ધરી. ગઇકાલે કોંગ્રેસ દ્વારા સિવિલમાં કરાઇ હતી તોડફોડ

બાળકોનાં મોત પર રાજનિતી જીવી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક તરફ જ્યાં બાળકોનાં મોત જેવી સંવેદનશીલ ઘટના બની છે ત્યાં ભાજપ કોંગ્રેસ વચ્ચે રાજનિતી શરૂ થઇ ગઇ છે. આજે જ્યાં ગુજરાતનાં મુખ્ય મંત્રી વિજય રૂપિયાણીનો એક ફોટો હાલમાં વાઇરલ થયો છે આ ફોટામાં તેઓ ભાજપનાં સાંસદ દેવું સિંહ ચૌહાણની બર્થ ડે પાર્ટીમાં છે અને તેની ઉજવણીની તસવીરો વાઇરલ થઇ છે

જેમાં તે ગુલાબજાંબુ ખાતા નજર આવે છે. કોંગ્રેસે આ ઘટના પર મુખ્યમંત્રીને ઘેરવાનું પ્રયાસ કર્યો છે. તેમનું કહેવું છે કે એક તરફ જ્યાં બાળકોનાં મોત થઇ રહ્યાં છે ત્યાં બીજી તરફ ભાજપ ઉજવણી કરવામાં વ્યસ્ત છે

cm Rupani
First published: October 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर