Home /News /ahmedabad /

Ahmedabad: અંગ દાન એજ મહાદાન: ગુજરાતના યુવકે નાના આંતરડાનું દાન કરી મુંબઈના યુવકને આપ્યું પીડા મુક્ત જીવન

Ahmedabad: અંગ દાન એજ મહાદાન: ગુજરાતના યુવકે નાના આંતરડાનું દાન કરી મુંબઈના યુવકને આપ્યું પીડા મુક્ત જીવન

નાના

નાના આંતરડાના અંગદાનથી મહારાષ્ટ્રના દર્દીને મળ્યું લાંબુ પીડામુક્ત જીવન

સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના 48 વર્ષીય બ્રેઇનડેડ યુવકના અંગદાનમાં નાના આંતરડાનું દાન મળ્યું.મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર મારફતે ગણતરીની મીનિટોમાં પહોંચાડી દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું

    Parth patel, Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના (Civil Hospital) અંગદાનના સેવાયજ્ઞએ વેગ પકડ્યો છે. જીવંત વ્યક્તિને અંગદાન ન કરવું પડે અને અંગોની ખોડ-ખાંપણ કે તકલીફથી પીડાતા દર્દીને નવજીવન મળી રહે તે માટે બ્રેઇનડેડ (Braindead) દર્દીઓના અંગદાનમાં મળતા અંગો વડે અનેક લોકોને નવજીવન આપવામાં આવી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલના આ સેવાયજ્ઞમાં (Servant) વધુ એક અકલ્પનીય સિધ્ધી ઉમેરાઈ છે.

    સૌરાષ્ટ્રના 48 વર્ષીય બ્રેઇનડેડ યુવકના અંગદાનમાં નાના આંતરડાનું દાન મળ્યું

    16 મી ઓગસ્ટની રાત્રીએ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના 48 વર્ષીય બ્રેઇનડેડ યુવકના અંગદાનમાં નાના આંતરડાનું (Small Intestine) દાન મળ્યું છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને સમગ્ર ગુજરાત (Gujarat) માટે આ બીજો કિસ્સો બન્યો છે. આ યુવકને માર્ગ અકસ્માતમાં (Accident) માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઈજા થતા સિવિલ હોસ્પિટલમાં 14મી ઓગસ્ટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન 16 મી ઓગસ્ટની રાત્રીએ તબીબો (Doctors) દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. યુવકના પરિવારજનોને બ્રેઇનડેડ થયાની જાણ થતા તેઓએ અંગદાનનો જનહિતલક્ષી નિર્ણય કર્યો હતો. જેના પરિણામે યુવકના શરીરના અંગોના રીટ્રાઈવલ (Retrieval) કરતા બંને કિડની, એક લીવર અને નાના આંતરડાનું દાન મેળવવામાં સફળતા મળી છે.

    મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર (Green Corridor) મારફતે ગણતરીની મીનિટોમાં પહોંચાડીને સફળ સર્જરી કરી પ્રયારોપણ કરવામાં આવ્યું.

    સૌરાષ્ટ્રના 48 વર્ષીય પુરુષ અંગદાતાના (Organ Donor) નાના આંતરડાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર (Green Corridor) મારફતે ગણતરીની મીનિટોમાં પહોંચાડીને 40 વર્ષના પુરુષ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને લાંબું પીડામુક્ત જીવન આપવામાં સફળતા મળી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ (Superintendent) ડૉ. રાકેશ જોષીએ નાના આંતરડાનું દાન કેટલું મહત્વનું છે તેની વિગતવાર માહિતી આપી.

    આ પણ વાંચો : કાંકરિયા ખાતે બાળકો ફરી અટલ ટ્રેનની મજા માણી શકશે; આ છે ટિકિટના દર

    અંગદાનમાં મળતા તમામ અંગોમાંથી નાનું આંતરડું કેમ મહત્વનું છે?

    નાનું આંતરડું એ શરીરમાં થતી પાચન ક્રિયામાં (Digestive Action) અતિમહત્વનું કાર્ય કરતું અંગ છે. મોટા આંતરડા (Large Intestine) કરતાં સાંકડું હોવા છતાં તે વાસ્તવમાં પાચન નળીનો સૌથી લાંબો વિભાગ છે. જેની લંબાઈ સરેરાશ 22 ફૂટ (એટલે કે 7 મીટર) અથવા આપણા શરીરની લંબાઈ કરતાં 3.5 ગણું લાંબું હોય છે.નાના આંતરડાનું કાર્ય જઠરમાંથી (Stomach) આવતા ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરવાનું તેમજ ખોરાકમાંથી પોષક તત્વો (વિટામિન્સ, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, પ્રોટીન) અને પાણીને શોષવાનું છે. જેથી શરીર તેનો ઉપયોગ કરી શકે. નાનું આંતરડું સ્વાદુપિંડ, યકૃત અને આંતરડાના પાચક રસ (Digestive Juices) સાથે ખોરાકને મિશ્રિત કરે છે અને વધુ પાચન માટે મિશ્રણને આગળ ધકેલે છે. નાના આંતરડાની દિવાલો લોહીના પ્રવાહમાં પાણી અને પચેલા પોષક તત્વોને (Nutrients) શોષી લે છે.

    આ પણ વાંચો : અમદાવાદમાં આ સ્થળે રાષ્ટ્ર ધ્વજ આપીને લઈજાઓ ચાંદીનો સિક્કો

    ઘણાં દર્દીઓના (Patient) નાના આંતરડામાં ચેપ, સોજો, ઈજા, આંતરડાના ભાગને લોહી પહોંચાડતી ધમનીમાં અવરોધના કારણને ગેંગ્રીન થવાથી, મીસેંટ્રીક ફેટ, કેન્સર, ટ્વિસ્ટેડ આંતરડાનો લૂપ (વોલ્વ્યુલસ) તથા જન્મજાત ખામીઓના કારણે નાના આંતરડાના મોટા ભાગને સર્જિકલ રીતે દૂર કર્યા પછી શોર્ટ બોવેલ સિન્ડ્રોમની (Short Bowel Syndrome) તકલીફ થતી જોવા મળે છે.સિવિલ હોસ્પિટલમાં અંગદાનના રીટ્રાઇવલમાં (Retrieval) ચાવીરૂપ ભૂમિકા અદા કરતા અને અંગદાન ક્ષેત્રે ખંતથી કાર્યરત ડૉ. નિલેશ કાછડીયા નાના આંતરડાની બીમારી શૉર્ટ બૉવેલ સિન્ડ્રોમ વિષે જણાવે છે કે આ બીમારીના (Illness) દર્દીઓ શરીરમાં જે ખોરાક લે છે તેમાંથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો અને પાણી શરીરમાં શોષાતા નથી. જેથી આ બધા પોષક તત્વોની ઉણપ સર્જાય છે.

    આવા દર્દીઓને જીવનભર નસમાં પોષક તત્વો ટોટલ પેરેંટરલ ન્યુટ્રિશન (TPN) આપવા પડે છે. જેમાંથી ઘણા દર્દીઓ લાંબા ગાળે TPN સહન કરી શકતા નથી. ખરા અર્થમાં આ સારવાર (Treatment) પદ્ધતિ અત્યંત ખર્ચાળ પણ હોય છે.આવા દર્દીઓનું જીવન લાંબુ ટકી શકતું નથી. નાના આંતરડાનું પ્રત્યારોપણ (Transplantation) આવા લોકો માટે એકમાત્ર વિકલ્પ છે. જેના દ્વારા પીડિત દર્દીને નવજીવન મળી શકે છે.
    First published:

    Tags: Civil Hospital, Organ donation, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन