Home /News /ahmedabad /શું જન્મના પ્રમાણપત્રમાં નામની જગ્યાએ 'બાબો' અથવા 'બેબી' છે? હાઇકોર્ટે આપ્યા સારા સમાચાર

શું જન્મના પ્રમાણપત્રમાં નામની જગ્યાએ 'બાબો' અથવા 'બેબી' છે? હાઇકોર્ટે આપ્યા સારા સમાચાર

ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય

Gujarat High court: હાઈકોર્ટે 18 ફેબ્રુઆરી 2016નો સરકાર દ્વારા જાહેર કરેલા એક પત્રનો હવાલો આપ્યો. જેમાં સિવિક અધિકારી પાસેથી જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરવાનો હક પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. સરકારે 2 ડિસેમ્બર 2021ના રોજ આ પરિપત્રને રદ કરી દીધો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) નાગરિક અને પીડિત પક્ષોને રાહત આપતો નિર્ણય કર્યો છે. જે લોકોના જન્મના પ્રમાણપત્રમાં બાબો (દીકરો) અથવા બેબી (દીકરી)ના નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે લોકો આ ભૂલ સુધારી શકે છે. કાયદાકીય ઉદ્દેશ્ય માટે કોર્ટમાં જવાની જગ્યાએ સિવિક સેન્ટર પર સિવિક ઓફિસરનો સંપર્ક કરીને આ ભૂલ સુધારી શકાય છે. ગુજરાત હાઈકોર્ટે છ જેટલા નિર્ણય જાહેર કર્યા છે. નિર્ણય પ્રમાણે જે સ્થાનિક અધિકારીઓ પાસે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરવાનો હક છે, તે લોકો યોગ્ય તપાસ કર્યા બાદ આ મામલે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરવાનો રહેશે. પહેલા જો તંત્ર દ્વારા આ પ્રકારની અરજી રદ કરવામાં આવે તો અરજીકર્તાએ હાઈકોર્ટ સુધી પહોંચતા હતા પરંતુ કોર્ટે જણાવ્યું છે કે, જિલ્લા સ્તરે નગરપાલિકા, નગર નિગમ અથવા તલાટી અધિકારીઓ પાસે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરવાનો અધિકાર છે.

અમદાવાદ મિરરમાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે 7 નવેમ્બર, 1971ના રોજ અલ્કા પટેલનો જન્મ થયો હતો. તેમના જન્મના પ્રમાણપત્રમાં તેમનું નામ બેબી લખવામાં આવ્યું હતું. જન્મ અને મૃત્યુ રજિસ્ટર કરતા અધિકારીએ તેમનું નામ બદલવા માટેની અરજી પર વિચાર કરવાની ના પાડી દીધી હતી, આ કારણોસર તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે માર્ચ 2020માં હાઈકોર્ટના શરણે ગયા અને કેસ જીતતા પહેલા બે વર્ષની કાયદાકીય લડાઈ લડી.

હાઈકોર્ટે 18 ફેબ્રુઆરી 2016નો સરકાર દ્વારા જાહેર કરેલા એક પત્રનો હવાલો આપ્યો. જેમાં સિવિક અધિકારી પાસેથી જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરવાનો હક પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. સરકારે 2 ડિસેમ્બર 2021ના રોજ આ પરિપત્રને રદ કરી દીધો હતો. આ કારણોસર સિવિક અધિકારી જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરી શકે છે.

આ પણ વાંચો:  85 વર્ષના વૃદ્ધે પત્નીને ભરણપોષણના 18 કરોડ ન ચૂકવ્યા

જસ્ટિસ AS સુપેહિયાએ જન્મ અને મૃત્યુ રજિસ્ટર, 1969નો હવાલો આપતા નિર્ણય જાહેર કર્યો હતો. આ નિર્ણયમાં જણાવવામાં આવ્યું કે, ‘રજિસ્ટ્રાર જન્મના પ્રમાણપત્રમાં જે બાબતો દાખલ કરવામાં આવી છે અને અરજીકર્તા તે સંબંધિત ડોક્યુમેન્ટ રજૂ કરે તે ચેક કરીને રજૂ કરી શકે છે. નામ અને જન્મતિથિ સંબંધમાં પ્રવિષ્ટીઓમાં આ પ્રકારનો સુધારો કરવો અથવા રદ કરવો તે અધિનિયમ ધારા 15 હેઠળ આવે છે.’

અલ્કાની મોટી બહેન દક્ષાએ પણ પોતાનું નામ બેબીથી દક્ષા પટેલ કરવા માટે બે વર્ષની લડાઈ લડી છે, તેમણે પોતાની જન્મતારીખ પણ બદલાવી છે. જરૂરિયાતમંદોને જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રારે મદદ કરવાની ના પાડી દેતા તેમણે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

આ પણ વાંચો: 'પોલીસ અમારા માટે કાળિયો ઠાકર બનીને પહોંચી,' રાજકોટમાં સર્જાયા ફિલ્મો દ્રશ્યો

અન્ય એક મામલે રજિસ્ટ્રારે એક કિશોરીના નામમાં સુધારો કરવાની ના પાડી દીધી હતી, તેને તેના બીજા પિતાએ દત્તક લીધી હતી. કિશોરીની માતા પોતાના પહેલા પતિથિ અલગ થઈ ગઈ હતી અને બીજા પુરુષ સાથે લગ્ન કરી લીધા હતી. મહિલા પોતાની દીકરીના નામની પાછળ તેના બીજા પિતાનું નામ લખવા માંગતી હતી. કોર્ટે મહિલાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. કાયદાકીય નિષ્ણાતો અનુસાર જે લોકો પોતાનુ નામ બદલવા ઈચ્છે છે, તે લોકો માટે મોટી રાહત છે.
First published:

Tags: Birth, Name, Parents, ગુજરાત હાઇકોર્ટ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો