Home /News /ahmedabad /શહેરવાસીઓ સાવધાન, ‘તું દારૂનો ધંધો કરે છે, તારા ધંધા મને ખબર છે’ કહી નકલી પોલીસનો આતંક
શહેરવાસીઓ સાવધાન, ‘તું દારૂનો ધંધો કરે છે, તારા ધંધા મને ખબર છે’ કહી નકલી પોલીસનો આતંક
પોલીસની ખોટી ઓળખ આપી દાદાગીરી
Fake Police in Ahmedabad: સીટીએમબી આરટીએસ બસ સ્ટેન્ડ પાસે મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને મોટર સાયકલ સાઇડમાં ઉભું રખાવીને પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. યુવકને તું દારૂનો ધંધો કરે છે. તારા ધંધા મને ખબર છે. તું ચાલ પોલીસ સ્ટેશન તારા વિરુદ્ધમાં ફરિયાદ કરવી છે.
અમદાવાદ: અમદાવાદ શહેરના સીટીએમ ચાર રસ્તા નજીક કંપનીના કામથી કઠવાડા તરફ જઇ રહેલા યુવકને સીટીએમ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બાઇક પર આવેલા બે શખ્સોએ રોકીને પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. તું દારૂનો ધંધો કરે છે, તારા ધંધા મને ખબર છે. તું ચાલ પોલીસ સ્ટેશન તારા વિરુદ્ધમાં ફરિયાદ કરવી છે. જો પોલીસ સ્ટેશનના આવવું હોય તો રૂપિયા વીસ હજાર દંડ ભરવો પડશે. તેમ કહીને યુવક પાસેથી રૂપીયા 1 હજાર પડાવી લેતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પોલીસની ઓળખ આપી દાદાગીરી
ગોમતીપુર વિસ્તારમાં રહેતા સૈફઅલી શેખ ગઇ કાલે બપોરે બાર વાગ્યાની આસપાસ કંપનીના કામથી કઠવાડા તરફ જઇ રહ્યાં હતાં. તે સમયે સીટીએમબી આરટીએસ બસ સ્ટેન્ડ પાસે મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને મોટર સાયકલ સાઇડમાં ઉભું રખાવીને પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. યુવકને તું દારૂનો ધંધો કરે છે. તારા ધંધા મને ખબર છે. તું ચાલ પોલીસ સ્ટેશન તારા વિરુદ્ધમાં ફરિયાદ કરવી છે.
આટલું કહીને તે લોકો બીભત્સ ગાળો બોલવા લાગ્યા હતાં. જો પોલીસ સ્ટેશનના આવવું હોય તો રૂપિયા વીસ હજાર દંડ ભરવા માટે કહ્યું હતું. જો કે યુવકે તેની પાસે માત્ર એક હજાર રૂપિયા હોવાનું કહેતા આ બંન્ને ગઠિયાઓએ તેની પાસેથી રૂપિયા એક હજાર પડાવીને પલાયન થઇ ગયા હતાં. જે બાબતની જાણ ફરિયાદી યુવકે તેના મિત્રને કરતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસએ આ મામલે બંન્ને શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં ફરી એકવાર નકલી પોલીસ સક્રિય થઈ ગઈ છે. ખુલ્લેઆમ આ લોકો સામાન્યજન પાસેથી પોલીસની ઓળખ આપી ઉધરાણી કરી રહ્યા છે. જો કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હવે જોવાનું એ છે અમદાવાદ પોલીસ કેટલા સમયમાં નકલી પોલીસને પકડી શકે છે. આ પહેલા પણ શહેરમાં કેટલાક લોકો નકલી પોલીસની ઓળખ આપી લોકો પાસેથી ઉઘરાણી કરતા હતા. જેમની પોલીસે થોડા જ સમયમાં ધરપકડ કરી લીધી હતી.