Home /News /ahmedabad /

Ahemdabad: રોડ પર કરાતા આડેધડ વાહન પાર્કિગની સમસ્યાથી શહેરીજનો પરેશાન,ટ્રાફિક પોલીસ બની મુકબધીર

Ahemdabad: રોડ પર કરાતા આડેધડ વાહન પાર્કિગની સમસ્યાથી શહેરીજનો પરેશાન,ટ્રાફિક પોલીસ બની મુકબધીર

દિવસે

દિવસે ને દિવસે વધતા ટ્રાફિકની સમસ્યાએ મૂંઝવણમાં મૂકી દીધા.

ન્યૂ ક્લોથ માર્કેટથી કાંકરિયા જવાના માર્ગ પર આસપાસના વેપારીઓ (Merchants) દ્વારા આડેધડ વાહનો પાર્ક કરાતા રસ્તા સાંકડા બની જાય છે. જેના કારણે વાહનચાલકોને પરેશાની થાય છે. આ ઉપરાંત પીકઅવર્સમાં (Peak Hours) ટ્રાફિકજામની સમસ્યા (Problem) સર્જાય છે.

વધુ જુઓ ...
    અમદાવાદ:  અમદાવાદના (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં આવેલા વિરાટનગર કેનાલ સર્કલ પાસેના માર્ગ પર લોકો દ્વારા આડેધડ વાહનો રસ્તા (Road) પર પાર્ક કરી લેતાં વાહનચાલકોને (Drivers) હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રસ્તાઓ પર અડચણરૂપ વાહનો પાર્ક કરી દેતાં રાત્રીના સમયે પણ અકસ્માત (Accident) થવાનો ભય વાહનચાલકોમાં જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા વહેલીતકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

    પીકઅવર્સમાં પણ સર્જાઈ રહી છે ટ્રાફિકજામની સમસ્યા

    ન્યૂ ક્લોથ માર્કેટથી કાંકરિયા જવાના માર્ગ પર આસપાસના વેપારીઓ (Merchants) દ્વારા આડેધડ વાહનો પાર્ક કરાતા રસ્તા સાંકડા બની જાય છે. જેના કારણે વાહનચાલકોને પરેશાની થાય છે. આ ઉપરાંત પીકઅવર્સમાં (Peak Hours) ટ્રાફિકજામની સમસ્યા (Problem) સર્જાય છે. તંત્ર રસ્તા પર વાહન પાર્ક કરનારા સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરે અને રસ્તો ખુલ્લો કરાવે તેવી પણ માંગ ઊઠવા પામી છે.

    દિવસે ને દિવસે વધતા ટ્રાફિકની સમસ્યા એ મૂંઝવણમાં મૂકી દીધા

    આવી મોટી સમસ્યાથી અમદાવાદ શહેરમાં રોજબરોજ તંત્રની કે સરકારના (Government) પ્લાનિંગ વગરના અધૂરા કામોથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે શહેરી વિસ્તારની વાત કરીએ તો દિવસે ને દિવસે વધતા ટ્રાફિકની (Traffic) સમસ્યા એ તો તંત્ર, પોલીસ, જાહેરજનતા અને સરકારને મૂંઝવણમાં મૂકી દીધા છે. એમાંય વળી અધુરામાં પૂરું શહેરના મુખ્ય માર્ગો પર પીવાના પાણી (Water) કે ગટર (Sewer) લાઈનના સમારકામથી રસ્તાઓની હાલત બિસ્માર અવસ્થામાં જોવા મળી રહી છે.

    આ પણ વાંચો: લગ્નમાં જોરદાર ડાન્સ કરી રહ્યા હતા કાકા, અચાનક કેમેરામાં કેદ થઈ મોત!

    વાહનચાલકોને પડતી તકલીફ ઓછી થશે કે કેમ ?

    બીજી તરફ વાત કરીએ તો વાહનચાલકો રસ્તા પર આડેધડ વાહનો (Vehicles) પાર્ક (Park) કરીને જતા રહેતા હોય છે. જેને લઈને ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યાના દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ સમસ્યાના નિરાકરણ (Solution) માટે તંત્ર કે પોલીસ દ્વારા શું પગલા લેવાશે અને તેનાથી વાહનચાલકોને પડતી તકલીફ ઓછી થશે કે કેમ ?
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: અમદાવાદ, ટ્રાફિક, ટ્રાફિક પોલીસ

    આગામી સમાચાર