અમદાવાદઃસીઆઇડીના તત્કાલીન પીઆઇએ માંગ્યા રૂપિયા બે કરોડ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 27, 2017, 10:41 AM IST
અમદાવાદઃસીઆઇડીના તત્કાલીન પીઆઇએ માંગ્યા રૂપિયા બે કરોડ
અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સીઆઇડી ક્રાઇમના તત્કાલીન પીઆઇ આઇ આઇ શેખની વિરુદ્ધમાં રૂપીયા બે કરોડની લાંચ માંગવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.એસીબીના અધિકારીનું કહેવું છે કે કેટલાક સમય પહેલા એક પાનમસાલા કંપનીને ત્યાં વેટ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં.જેની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 27, 2017, 10:41 AM IST
અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સીઆઇડી ક્રાઇમના તત્કાલીન પીઆઇ આઇ આઇ શેખની વિરુદ્ધમાં રૂપીયા બે કરોડની લાંચ માંગવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.એસીબીના અધિકારીનું કહેવું છે કે કેટલાક સમય પહેલા એક પાનમસાલા કંપનીને ત્યાં વેટ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં.જેની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી.

જો કે આ મામલામાં આરોપીની ધરપકડ નહીં કરવાની અને તેઓને સગવડ પુરી પાડવા માટે આરોપીના વકીલ પાસે પીઆઇ શેખએ રૂપીયા બે કરોડની લાંચની માંગણી કરી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે.

આ અંગે વકીલ દ્વારા કોર્ટમાં અરજી કરતાં સમગ્ર મામલાની તપાસ કરીને જો ફરીયાદ થઇ શકે તેમ હોય તો ફરીયાદ દાખલ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.જેના આધારે એસીબીએ તપાસ કરીને પીઆઇ શેખ વિરુદ્ધમાં ફરીયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રતિકાત્મક તસવીર

First published: May 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर