દુનિયાના સૌથી સારા લડાકુ હેલિકોપ્ટર આવ્યા ગુજરાત, ભારતે US પાસેથી ખરીદ્યા

News18 Gujarati
Updated: February 11, 2019, 7:47 AM IST
દુનિયાના સૌથી સારા લડાકુ હેલિકોપ્ટર આવ્યા ગુજરાત, ભારતે US પાસેથી ખરીદ્યા

  • Share this:
અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલા ચિનૂક હેલિકોપ્ટરની પહેલી ખેપ વાયુસેનાનાં કાફલામાં જોડાશે. રવિવારે ચિનૂક હેલિકોપ્ટર ગુજરાતમાં કચ્છનાં મુંદ્રા એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ભારતે 2015માં અમેરિકી વિમાનની ઉત્પાદક કંપની બોંઈગ પાસેથી 15 ચિનૂક હેલિકોપ્ટર ખરીદવાનો સોદો કર્યો હતો. 2.5 અરબ ડોલરનાં આ સોદામાં 22 અપાચે હેલિકોપ્ટર સામેલ છે.

ચિનૂક હેલિકોપ્ટરને ચંદીગઢમાં તહેનાત કરવામાં આવશે, જેનો ઉપયોગ સિયાચીન અને લદ્દાખ જેવા ક્ષેત્રોમાં કરવામાં આવશે. જ્યારે અપાચે હેલિકોપ્ટરને ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર તહેનાત કરાશે.

અહીં ક્લિક કરી વાંચોઃ 'રબ ને બનાદી જોડી', આ છે ભારતના સૌથી સુંદર કપલ્સ, તસવીરો

ભારતીય વાયુસેના હજુ સુધી મોટા પ્રમાણમાં રશિયન Mi-17 જેવા મધ્યમ વર્ગના લિફ્ટ હેલિકોપ્ટર પર આધારિત હતી, ચિનૂક અને અપાચેનાં આવવાથી મજબૂતી વધશે. અમેરિકન સંરક્ષણ મંત્રી પદથી જેમ્સ મેટિસની વિદાય બાદ આ ડીલ લટકતી જોવા મળી રહી હતી. પરંતુ તેમના સ્થાને પેટ્રિક શેનોએ પણ ભારત સાથેની આ ડીલમાં રસ દર્શાવ્યો અને તરત તેને લીલી ઝંડી આપી દીધી હતી.

બોઈંગ પ્રમાણે, અપાચેની ગણતરી દુનિયાનાં સૌથી સારા લડાકુ હેલિકોપ્ટરમાં કરવામાં આવે છે. ચિનૂક ભારે-ભરખમ સામાનને પણ ઘણી ઊંચાઈ પર સરળતાથી પહોંચાડી શકે છે. અમેરિકી સેના લાંબા સમયથી અપાચે અને ચિનૂકનો ઉપયોગ કરી રહી છે.

ભારત અપાચેનો ઉપયોગ કરનારો 14મો અને ચિનૂકનો ઉપયોગ કરનારો 19મો દેશ હશે. બોઈંગે 2018માં વાયુસેનાનાં પાયલટ્સ અને ફ્લાઈટ એન્જિનીયરોને ચિનૂક હેલિકોપ્ટર ઉડાડવાની ટ્રેનિંગ આપી હતી.
First published: February 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...