Home /News /ahmedabad /Ahmedabad: શું તમારા બાળકને પણ વન્ય જીવ સૃષ્ટિમાં રસ છે; કાંકરીયા ઝુમાં મળશે ફ્રિ એન્ટ્રી

Ahmedabad: શું તમારા બાળકને પણ વન્ય જીવ સૃષ્ટિમાં રસ છે; કાંકરીયા ઝુમાં મળશે ફ્રિ એન્ટ્રી

ટચ ટેબલ શો, ઝૂ વિશેની માહિતી, ફ્રેન્ડસ ઓફ ઝૂ વગેરેની માહિતી આપવામાં આવશે

પહેલી ઓક્ટોબરથી સાતમી ઓક્ટોબર સુધી કાંકરીયા ઝૂ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જેના માટેનો સમય સવારે 9 થી બપોરના 12 વાગ્યા દરમ્યાન 12 વર્ષ સુધીની વયના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

Parth Patel, Ahmedabad:  નવી પેઢીને વન્ય જીવ સૃષ્ટિ અંગે વિસ્તૃત માહિતી મળી રહે એ માટે પહેલી ઓક્ટોબરથી સાતમી ઓક્ટોબર સુધી કાંકરીયા ઝૂ ખાતે વન્ય પ્રાણી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિવિધ કાર્યક્રમોનું આયોજન એક અઠવાડિયા સુધી કરવામાં આવનાર છે. જેમાં બાળકો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

દર વર્ષે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયાને વન્ય પ્રાણી સપ્તાહ તરીકે ઉજવાશે

આ અંગે મળતી માહિતી અનુસાર કાંકરીયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા ઘણાં વર્ષોથી દર વર્ષે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયાને વન્ય પ્રાણી સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે.રિક્રીએશન કમિટીના ચેરમેન રાજુભાઈ દવેના જણાવ્યા અનુસાર આ વર્ષે પણ પહેલી ઓક્ટોબરથી સાતમી ઓક્ટોબર સુધી કાંકરીયા ઝૂ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જેના માટેનો સમય સવારે 9 થી બપોરના 12 વાગ્યા દરમ્યાન 12 વર્ષ સુધીની વયના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

ટચ ટેબલ શો, ઝૂ વિશેની માહિતી, ફ્રેન્ડસ ઓફ ઝૂ વગેરેની માહિતી આપવામાં આવશે

વધુમાં જણાવતા કહ્યું કે સોમવારે કાંકરીયા ઝૂ મુલાકાતીઓ માટે બંધ રહેશે. આ સાથે વન્ય સપ્તાહ નિમિત્તે વન્ય પ્રાણી શિક્ષણના ભાગરૂપે ટચ ટેબલ શો, ઝૂ વિશેની માહિતી ઉપરાંત ફ્રેન્ડસ ઓફ ઝૂ ની પણ માહિતી આપવામાં આવશે.કમલા નેહરુ ઝૂઓલોજિકલ પાર્કની સ્થાપના રૂબેન ડેવિડ દ્વારા 1951 સીઈમાં 21 એકરમાં ફેલાયેલી છે. તેને 1974 માં એશિયામાં શ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલય તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. આ 31 એકરના પ્રાણી સંગ્રહાલયમાં 450 સસ્તન પ્રાણીઓ, 2000 પક્ષીઓ, 140 સરિસૃપ છે.

આ પણ વાંચો: અહી મહિલાઓને આપવામાં આવે છે વ્યાવસાયિક તાલીમ; આઝાદી પહેલાથી સંસ્થા કરી રહી છે સેવાકીય પ્રવૃત્તિઓ

450 સસ્તન પ્રાણીઓ, 2000 પક્ષીઓ, 140 સરિસૃપ રાખવામાં આવ્યા છે

આ ઉપરાંત તેમાં વાઘ, સિંહ, અજગર, એનાકોન્ડા, સાપ, હાથી, આલ્બીનોસ (સફેદ) જેવા જંગલી પ્રાણીઓનો જોવા મળે છે. જેમ કે રીસસ વાંદરો અને મોર, સ્પોટેડ હરણ, સફેદ કાળિયાર, ચિંકારા, હાથી, ઇમુ, જંગલ બબલર, બુશ-ક્વેઈલ અને કોમન પાલ્મ સિવેટ પણ જોવા મળે છે.કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં અજગર, મગર, રીંછ અને જંગલી ગધેડા જેવી દુર્લભ પ્રજાતિઓના સંવર્ધનનો પણ રેકોર્ડ છે. રૂબેન ડેવિડને તેના માટે 1974 માં પદ્મશ્રીથી નવાજવામાં પણ આવ્યા હતા.

મુલાકાત માટે સમય : સવારે 9.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી

સરનામું : કાંકરિયા તળાવ આગળનો ગેટ નં. 4, અટલ એક્સપ્રેસ સ્ટેશન નજીક, કાંકરિયા તળાવ, અમદાવાદ
First published:

Tags: Ahmedabad news, Kankariya, Zoo