Home /News /ahmedabad /Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે પૂર્વ ભ્રષ્ટાચાર મુક્ત છબિ ધરાવતા અધિકારીઓની સલાહકાર તરીકે નિમણૂક કરી

Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે પૂર્વ ભ્રષ્ટાચાર મુક્ત છબિ ધરાવતા અધિકારીઓની સલાહકાર તરીકે નિમણૂક કરી

આ બે અધિકારીઓ ભૂપેન્દ્ર પટેલના સલાહકાર બન્યાં - ફાઇલ તસવીર

અમદાવાદઃ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. હસમુખ અઢિયા અને એસએસ રાઠોડની નિમણૂકની સાથે મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર મુક્ત શાસન લાવવાનો સ્પષ્ટ સંદેશો આપ્યો છે.

અમદાવાદઃ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ બે અધિકારીઓના ભૂતકાળનો ટ્રેક જોતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના અધિકારીઓને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે, હવે પછી રાજ્યમાં સ્વસ્થ છબિ ધરાવતા અને ભ્રષ્ટાચાર મુક્ત અધિકારીઓની આવનારા દિવસોમાં બોલબાલા હશે.

મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે ભારત સરકારના પૂર્વ નાણા સચિવ હસમુખ ગઢીયા અને રાજ્ય સરકારના પૂર્વ સચિવ એસ.એસ.રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. આ બંને અધિકારીઓએ ભૂતકાળમાં ખૂબ સારું કામ કરેલું છે. આ સાથે જ તેમની ભ્રષ્ટાચાર મુક્ત અધિકારી હોવાની પણ ઈમેજ રહી છે. જો અધિકારીઓની વાત કરવામાં આવે તો ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગના પૂર્વ સચિવ  એસ.એસ.રાઠોડ મુખ્યમંત્રીના સલાહકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂંક કરી છે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની નિમણૂક કરવામાં આવી છે.

મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા


ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે. તેઓ ભારત સરકારમાં કેન્દ્રિય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપતા હતા. 30 નવેમ્બર, 2018ના દિવસે તેઓ નિવૃત્ત થયા હતા. તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે.  ડૉ. અઢિયા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (GERMI)ના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોરના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય તરીકે સેવાઓ આપે છે. ડૉ. હસમુખ અઢિયાએ એકાઉન્ટન્સીમાં બેઝિક પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી છે. તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોરમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છે અને તેઓ સ્વામી વિવેકાનંદ યોગ યુનિવર્સિટી, બેંગ્લોરમાંથી યોગ વિષયમાં પી.એચ.ડી. ધરાવે છે. નાણા અને મહેસૂલ સચિવ તરીકે તેમને ભારતમાં GSTના સફળ અમલીકરણનો શ્રેય આપવામાં આવ્યો હતો.

અરૂણ જેટલીએ પ્રશંસા કરી હતી


નવેમ્બર 2018માં તેમની નિવૃત્તિના દિવસે ભારતના તત્કાલિન નાણામંત્રી સ્વ. અરૂણ જેટલીએ ફેસબુક પોસ્ટમાં ડૉ. અઢિયાના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ડૉ. અઢિયા નિઃશંકપણે અત્યંત સક્ષમ, શિસ્તબદ્ધ, નો-નોનસેન્સ મુલકી સેવક અને અલબત્ત, દોષરહિત પ્રમાણિકતા ધરાવતા હતા.’ ડૉ. હસમુખ અઢિયાની હવે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂંક થઇ છે. તેઓ મુખ્યમંત્રીને નાણા, આર્થિક બાબતો, શિક્ષણ, ઊર્જા અને બિનપરંપરાગત ઊર્જા, રોકાણોને લગતી બધી જ પોલિસી અને તેનું મોનિટરીંગ તથા રાજ્ય સરકાર દ્વારા અન્ય જે ક્ષેત્રો નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો-વિષયોમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે સેવાઓ આપશે.  ડૉ. હસમુખ અઢિયાનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળની અવધિ સુધી અથવા તો અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બેમાંથી જે વહેલું હશે ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિયુકત થતાં ડૉ. હસમુખ અઢિયા ને જરૂરી સ્ટાફ-મહેકમ તેમજ અન્ય આનુષાંગિક સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.

‘હાઇવે અને કેનાલ મેન’ તરીકે રાઠોડ પ્રખ્યાત


મુખ્યમંત્રી સલાહકાર સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠોડ ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી છે. તેમણે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ 2014માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. વર્ષ 2018માં આંતર માળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન પદ્મશ્રીથી રાઠોડને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પાંચ વર્ષ સેવા આપી છે.  ગુજરાતના મુખ્ય રાજમાર્ગોને વિકસાવવાનો શ્રેય તેમને જાય છે. તેમણે બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) રોડ ડેવલપમેન્ટ મોડલ રજૂ કર્યું હતું. ભારતમાં આ પ્રકારનું સૌ પ્રથમ મોડેલ છે. ગુજરાતના ‘હાઇવે અને કેનાલ મેન’ તરીકે પણ રાઠોડ પ્રખ્યાત છે. તેઓ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયર્સ, ઈન્ડિયા અને ઈન્ડિયન રોડ કૉંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને વર્લ્ડ ફેડરેશન ઑફ એન્જિનિયરિંગ ઑર્ગેનાઈઝેશનના વાઇસ-પ્રેસિડેન્ટ છે.

મેટ્રો ફેઝ-1નું કામ તેમના માર્ગદર્શન હેઠળ થયું


ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સેવા આપી રહ્યા છે અને મેટ્રો ફેઝ-1નું કામ તેમના માર્ગદર્શનમાં પૂર્ણ કરાયું છે. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠોડની નિયુક્તિ કરવામાં આવી છે. રાઠોડ મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ રાઠોડ મુખ્યમંત્રીના સલાહકાર રહેશે. એસ.એસ. રાઠોડનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુકત થતાં એસ.એસ. રાઠોડને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad news, Bhupendra Patel, CM Bhupendra Patel, Gujarat CM Bhupendra Patel

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો