Home /News /ahmedabad /દૂધનો દાઝ્યો છાસ પણ ફૂંકી ફૂંકી પીશે: કોંગ્રેસ હવે ટકોરા મારી ઉમેદવારોને ટિકિટ આપશે
દૂધનો દાઝ્યો છાસ પણ ફૂંકી ફૂંકી પીશે: કોંગ્રેસ હવે ટકોરા મારી ઉમેદવારોને ટિકિટ આપશે
રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે પાર્ટી છોડનાર ધારાસભ્ય અને ટિકિટ માંગનાર દાવેદાર માટે સ્પષ્ટતા કરી હતી.
Gujarat Assembly Elections 2022: ગુજરાત કોંગ્રેસ કાર્યલાય ખાતે પત્રકાર પરિષદ યોજી રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, પાર્ટી છોડનાર ધારાસભ્ય અને ટિકિટ માંગનાર દાવેદાર માટે સ્પષ્ટતા કરી હતી.
મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત જનતા ભાજપને પાઠ ભણાવવાનું નક્કી કરી દીધું છે તેનો અનુભવ ગૌરવ યાત્રા દરમિયાન ઠેર-ઠેર ભાજપના નેતાઓને થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષ 125 થી વધુ બેઠક સાથે જવલંત વિજય મેળવશે તેવો વિશ્વાસ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતની સીનીયર નિરીક્ષક અશોક ગેહલોતએ વ્યક્ત કર્યો છે.
ગુજરાત કોંગ્રેસ કાર્યલાય ખાતે પત્રકાર પરિષદ યોજી રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, પાર્ટી છોડનાર ધારાસભ્ય અને ટિકિટ માંગનાર દાવેદાર માટે સ્પષ્ટતા કરી હતી, કે આ વખતે પાર્ટી નેતા રાહુલ ગાંધી સુચના આપી છે કે, નવા યુવા ચહેરાઓ ટિકિટ અપાશે તેમજ હવે ઉમેદવાર પસંદગી ટકોરા બંધ કરવામાં આવશે. એટલે કોંગ્રેસ હવે ટિકિટ ટકોરો મારી અપાશે. ભાજપે કોંગ્રસના ચૂંટાયેલા ધારાસભ્ય ખરીદ પાર્ટી નુકશાન કરવાનું કામ કર્યું છે. ગઇ કાલે ગુજરાત સરકાર જાહેરાત કરી છે લોકોને રાહત આપવાની વાત કરી છે પણ ગુજરાતમાં જનતા કોંગ્રેસ પર ભરોષો મુકશે તો કોંગ્રેસ 500 રૂપિયાનો સિલીન્ડર આપશે. કોંગ્રેસ અને એનસીપી ગંઠબંધન પર સ્થાનિક નેતાઓ નક્કી કરશે ત્યાર બાદ આખરી નિર્ણય દિલ્હી હાઇ કમાન્ડે લેશે.
વધુમાં સીએમ અશોક ગેહલોત જણાવ્યુ હતું કે ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ જવલંત વિજય મેળવશે. કોંગ્રેસ પક્ષની યાત્રાઓ, કાર્યક્રમોથી ગભરાયેલી ભાજપના કેન્દ્રીયમંત્રી, આગેવાનો સહિતના સિનિયર નેતૃત્વના ગુજરાત પ્રવાસ વધી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ પણ વારંવાર ગુજરાત આવવાની ફરજ પડી રહી છે. પ્રધાનમંત્રીએ દેશ માટે વધુ સમય આપવો જોઈએ તેના બદલે ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે વધુ આપી રહ્યાં છે. મોદીજીની જાહેર સભાઓ સરકારી ખર્ચે કરાઈ રહી છે. ચૂંટણીમાં વપરાતા અધધ... નાણાં એ લોકશાહી માટે ખતરારૂપ છે. ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામેગામે ફરીને રાહુલ ગાંધીજી દ્વારા આપવામાં આવેલા આઠ વચનોનું ‘જનઅધિકાર પત્ર’ ઘરે ઘરે પહોચાડી રહ્યાં છે.
વધુમાં સીએમ ગેહલોતે જણાવ્યુ હતું કે રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં લાગુ કરવામાં આવેલા નિર્ણયો જેવા કે, જુની પેન્શન યોજના, ચિરંજીવી આરોગ્ય યોજના, ઈન્દિરા શહેરી રોજગાર યોજના સહિતની જનલક્ષી યોજનાઓને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા જ લાગુ કરવામાં આવશે. કોરોના કાળ દરમ્યાન રાજસ્થાનના સફળ આરોગ્ય મોડલને કારણે રાજસ્થાનમાં એકપણ વ્યક્તિનું ઓક્સિજન વગર મૃત્યુ થયેલ નહીં. જ્યારે બીજી બાજુ કોરોના કાળ દરમ્યાન આરોગ્ય વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ભાજપ સરકારે મુખ્યમંત્રી સહિત આખેઆખી સરકાર બદલી દેવાની ફરજ પડી. ગુજરાતમાં ભાજપ સરકારના કુશાસનમાં બ્યુરોક્રશી હાવી થઈ ગઈ છે. સરકારી અધિકારી સુપર સી.એમ. જેમ સરકાર ચલાવી રહ્યાં છે જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે.