Home /News /ahmedabad /Gujarat Politics: વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો, ચેતન રાવલે કોંગ્રેસનો હાથ છોડ્યો

Gujarat Politics: વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો, ચેતન રાવલે કોંગ્રેસનો હાથ છોડ્યો

કોંગ્રેસ છોડનાર ચેતન રાવલ પૂર્વ રાજ્ય ગૃહ મંત્રી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પ્રબોદ રાવલના પુત્ર છે.

Gujarat Assembly Elections; ચેતન રાવલે જણાવ્યુ હતું કે ચૂંટણી સમયે રાજીનામું આપ્યું તે એક સંયોગ છે . મારા લોહીમાં કોંગ્રસ છે પણ જે કોંગ્રેસમાં મેં કામ કર્યું અને જે કોંગ્રેસ મેં જોઇ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કોગ્રેસ પક્ષને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. પૂર્વ શહેર પ્રમુખ અને પૂર્વ મહામંત્રી ચેતન રાવલે કોગ્રેસ પક્ષમાંથી રાજીનામું  આપી દીધું છે. સંગઠન કરતા ચૂંટાયેલા લોકો વધુ મજબુત થયા હોવાનો દાવો કર્યો છે. પહેલા જેવી કોંગ્રેસ પક્ષ હવે રહ્યું ન હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ન્યુઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીતમા ચેતન રાવલે જણાવ્યુ હતું કે ચૂંટણી સમયે રાજીનામું આપ્યું તે એક સંયોગ છે . મારા લોહીમાં કોંગ્રસ છે પણ જે કોંગ્રેસમાં મેં કામ કર્યું અને જે કોંગ્રેસ મેં જોઇ છે. તે કોંગ્રેસ આજે રહી નથી. છેલ્લા અનેક વર્ષથી જોઇ રહ્યો છું કે ચૂંટાયેલા પ્રતિનિધિ કદ વધ્યું અને સંગઠન કદ ઘટી રહ્યું છે. આજે ગુજરાત કોંગ્રસમાં સંગઠન મહત્વ ઘટ્યું છે. આજે રાજીનામું આપ્યું છે પક્ષના નેતા પર વ્યક્તિગત કોઇ ટીપણી કરવી નથી.

આ પણ વાંચો- ગરબા રમ્યાં પછી આ BEST TIPSથી મેક અપ રિમૂવ કરો

તેમણે વધુમાં કહ્યું હતું કે છ મહિના પહેલા પાર્ટીના સિનિયર નેતા ધ્યાન દોર્યું હતું. છતા કોઇ ફેરબદલ થયું નથી. હવે આ પાર્ટીમાં કામ કરવું નથી. તેથી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. આગામી બે દિવસમાં હું મારો નિર્ણય જાહેર કરીશ. હું રાજકારણમાં સક્રિય રહીશ. પણ આગળ શું કરવું તે અંગે મારા સમર્થકો સાથે વાતચીત કરી જણાવીશ. મારા મિત્રો કહેવાનો નથી કે કોઇ મારા સમર્થન રાજીનામા આપે. દરેક વ્યક્તિ સ્વતંત્ર છે.

આ પણ વાંચો- 'હર્ષા ભોગલેએ દીપ્તિ શર્મા રનઆઉટ બાબતે 8 ટ્વીટ કરીને ઈંગ્લેન્ડને ધોઇ નાંખ્યુ!

કોંગ્રેસ છોડનાર ચેતન રાવલ પૂર્વ રાજ્ય ગૃહ મંત્રી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પ્રબોદ રાવલના પુત્ર છે. પ્રબોદ રાવલનો એક સમય હતો કે કોગ્રેસમાં તેમનો બોલ જીલાતો હતો. કોંગ્રેસ પક્ષમાં ચેતન રાવલ અનેક જવાબાદરી મળી હતી. અમદાવાદ શહેર પ્રમુખથી લઇ પ્રદેશ મહામંત્રી જવાબદારી નિભાવી છે. વિધાનસભા ચૂંટણી પહેલા અગાઉ પણ કોંગ્રેસ ઝટકો મળી ચુક્યાછે. બે દિવસ પહેલા શહેર કોંગ્રેસના સંગઠનમાંથી રાજીનામા ધરી દેવામાં આવ્યા હતા.
Published by:rakesh parmar
First published:

Tags: 2022 Assembly elections, Assembly elections, Assembly elections 2022, Gujarat Politics

विज्ञापन
विज्ञापन