Home /News /ahmedabad /Cheetah Safari: મધ્યપ્રદેશના કુનો પાલપુર નેશનલ પાર્કમાં 2024થી ચિત્તા સફારી શરૂ થશે

Cheetah Safari: મધ્યપ્રદેશના કુનો પાલપુર નેશનલ પાર્કમાં 2024થી ચિત્તા સફારી શરૂ થશે

ફાઇલ તસવીર

Cheetah Safari: ભારતમાં ચિત્તા સફારી વર્ષ 2024માં શરૂ થાય તેવી સંભાવના છે. તેને ધ્યાને રાખી મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડ કૂનો પાલપુર નેશનલ પાર્ક આસપાસ ટૂરિસ્ટ માટે જરૂરી સગવડો પૂરી પાડવાના પ્રયાસ કરી રહ્યું છે.

અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત વર્ષે ભારતના મધ્યપ્રદેશના કૂનો પાલપુર નેશનલ પાર્કમાં ચિત્તાઓને જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યાં હતાં. વન્યજીવ નિષ્ણાંત દ્વારા સતત તેમના પર દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂરી સંરક્ષણ આપવામાં આવી રહ્યુ છે. તેમને ભારતની આબોહવામાં અનૂકુળ વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેથી તેઓ અહીં વસવાટ કરી શકે.

નેશનલ પાર્ક આસપાસ વિકાસ થશે


હાલ ભારતમાં 8 ચિત્તા છે. ભારતમાં ચિત્તા સફારી વર્ષ 2024માં શરૂ થાય તેવી સંભાવના છે. તેને ધ્યાને રાખી મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડ કૂનો પાલપુર નેશનલ પાર્ક આસપાસ ટૂરિસ્ટ માટે જરૂરી સગવડો પૂરી પાડવાના પ્રયાસ કરી રહ્યું છે. તે અંતર્ગત ટૂરિઝમ બોર્ડ નેશનલ પાર્કની આસપાસ રિસોર્ટ્સ અને હાલની પ્રવાસન સુવિધાઓનો વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી વ્યૂહરચનાને વિસ્તૃતી, ખાનગી વિકાસકર્તાઓ/રોકાણકારોને આમંત્રિત કરી જમીનની ઓળખ કરવાની, હોમસ્ટે નીતિઓને પ્રોત્સાહન આપવા જેવી નીતિઓ પર કામ કરી રહ્યું છે.


100થી વધુ ચિત્તાને ભારતમાં લાવવામાં આવશે


હાલ ભારતમાં 8 ચિત્તા વસવાટ કરી રહ્યાં છે અને ફેબ્રુઆરી 2023માં અન્ય 12 ચિત્તાને ભારતમાં લાવવામાં આવશે. જે નામિબિયાથી લાવવામાં આવેલ ચિત્તાઓ સાથે જોડવામાં આવશે. આજ પ્રકારે આવનાર 6થી 8 વર્ષમાં અન્ય ચિત્તાઓને ભારતમાં લાવી આ સંખ્યા 100ની પાર કરવાની યોજના છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની મોટી આગાહી, કહ્યુ - આગામી સમયમાં ઠંડી...

રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકા સાથે કરાર


ભારતે રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકા સાથે દેશમાં ઐતિહાસિક શ્રેણીમાં ચિત્તાઓને ફરીથી રજૂ કરવા માટે કરાર કર્યો છે. જેના અંતર્ગત આગામી 6થી 8 વર્ષ માટે વાર્ષિક વધુ ચિત્તાઓનું સ્થળાંતરણ કરવાની યોજના છે. ભારતમાં ચિત્તાની સંખ્યા 100થી વધુ કરવાની પણ યોજના સરકાર કરી રહી છે. હસ્તાક્ષર કરાયેલા એમઓયુની શરતો સુસંગત રહે તેની ખાતરી કરવા દર પાંચ વર્ષે તેની સમીક્ષા કરવામાં આવશે.

મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડની તૈયારી


ચિત્તા ટૂરિઝમને પ્રાધાન્ય આપી મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડ કૂનો પાલપુર નેશનલ પાર્ક અને તેની આસપાસ રિસોર્ટ્સ અને હાલની પ્રવાસન સુવિધાઓનો વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી વ્યૂહરચનાને વિસ્તૃતી, ખાનગી વિકાસકર્તાઓ/રોકાણકારોને આમંત્રિત કરી જમીનની ઓળખ કરવાની, હોમસ્ટે નીતિઓ પર કાર્ય કરી રહ્યું છે. ટૂરિઝમ બોર્ડ વાઇલ્ડલાઇફ થીમ આધારિત સર્કિટ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. જેથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના પ્રવાસીને મોટો ફાયદો થશે. ટુરિઝમ બોર્ડ કુનો સાથે જોડાયેલ રણથંભોર, ગ્વાલિયર અને ચંબલ ડિવિઝનનો સમાવેશ કરતા પ્રવાસન સર્કિટની નવી ઓળખ ઉભી કરવાનો વિચાર પણ કરી રહી છે. યોજના મુજબ, મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડ ખાનગી ટ્રાવેલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન્સ સાથે થીમેટીક પેકેજો બનાવવા માટે જોડાણ કરશે જે પ્રવાસીઓના પ્રતિસાદ અને હિતધારકોના સૂચનોના આધારે તૈયાર કરવામાં આવશે.સમુદાયો અને વન્યજીવોની સુખાકારીને ધ્યાનમાં રાખીને ચિતા પ્રવાસનથી અપેક્ષિત ઉછાળા સાથે રાજ્યને પૂર્વ-તૈયાર કરી રહ્યું છે, એમપી ટુરિઝમ બોર્ડ વન વિભાગ સાથે ગાઢ સહકારથી હાલની બોર્ડની યોજનાઓ સાથે તાલમેલ વિકસાવવા માટેના પ્રયાસોને વેગ આપી રહ્યું છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Madhya pradesh, Madhya pradesh news, Madhyapradesh