Home /News /ahmedabad /10 વીડિયોમાં જુઓ ધૂમ ઝડપે દોડતી વંદે ભારત એક્સપ્રેસ, અમદાવાદથી છ કલાકમાં મુંબઈ પહોંચાડશે; જાણો ભાડા સહિત અન્ય વિગત

10 વીડિયોમાં જુઓ ધૂમ ઝડપે દોડતી વંદે ભારત એક્સપ્રેસ, અમદાવાદથી છ કલાકમાં મુંબઈ પહોંચાડશે; જાણો ભાડા સહિત અન્ય વિગત

વંદે ભારત એક્સપ્રેસ

Vande Bharat Express trial: તાજેતરમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ કરવામાં આવી હતી. જેમાં ટ્રેનને અમાદવાદ અને મુંબઈ વચ્ચે દોડાવવામાં આવી હતી.

    અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે સ્વદેશી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટ્રાયલ કરવામાં આવી હતી. આ અંગેના વિવિધ વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વંદે ભારત ટ્રેન વીજળીની ઝડપે ટ્રેક પર દોડી રહી છે. વિવિધ લોકોએ વંદે ભારત ટ્રેનની ઝડપ અંગેના વીડિયો શેર કર્યાં છે. આ ટ્રેન ટૂંક સમયમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી પણ થશે. ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેન માટે 130 કિલોમી  દોડાવવામાં આવી હતી. આ ટ્રેનનું અમદાવાદ અને મુંબઈનું ભાડું 3,500 રૂપિયા આસપાસ હશે તેવો અંદાજ છે.

    મેટ્રો ટ્રેન જેવી છે આ ટ્રેન : આ ટ્રેનના દરવાજા મેટ્રોની જેમ ઓટોમેટિક હોય છે, તેવી જ રીતે બંને તરફ એન્જિન છે. ટ્રેક પર તેમની દોડવાની સ્પીડ 200 કિમી/કલાક છે, પરંતુ ભારતના ટ્રેકની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમની સ્પીડ 130 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી છે.



    અલગ પ્રકારની ડિઝાઈન : હાલમાં આ ટ્રેનના ડબ્બાનું નિર્માણ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નાઈ, મોર્ડન કોચ ફેક્ટરી, રાયબરેલી અને રેલ કોચ ફેક્ટરી, કપૂરથલા ખાતે થઈ રહ્યું છે. તેની આગળ અને પાછળના ભાગ એરોડાયનેમિક ડિઝાઈન મુજબના છે, જેથી તે તીવ્ર સ્પીડ દરમિયાન હવાના પ્રતિકારનો સામનો કરી શકે.



    ટૂંક સમયમાં ટ્રેન દોડથી થાય તેવી શક્યતા : દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ નવરાત્રિ અથવા દિવાળી દરમિયાન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી થાય તેવી શક્યતા છે. ચેન્નઈ ખાતે તૈયાર થયેલી 16 ડબ્બાની ટ્રેન ગત ગુરુવારે અમદાવાદ શહેરમાં આવી પહોંચી હતી. એવી માહિતી મળી છે કે વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ દોડશે.



    વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી સવારે 7.25 વાગે ઉપડી બપોરે 13.30 વાગે મુંબઈ પહોંચશે.



    ● મુંબઇથી ટ્રેન બપોરે 14.40 વાગે ઉપડશે અને રાત્રે 21.05 વાગ્યે અમદાવાદ પહોંચશે.



    ● વંદે ભારત એક્સપ્રેસને સુરત ખાતે કોમર્શિયલ સ્ટોપેજ આપવામાં આવ્યું છે.



    ● હાલ વારાણસી-નવી દિલ્હી અને દિલ્હી-કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ દોડે છે.



    ● અમદાવાદથી મુંબઈ પહોંચતા આ ટ્રેનને છ કલાક લાગશે.



    ● ટ્રેનમાં મહત્તમ 1128 પેસેન્જર મુસાફરી કરી શકશે.



    પાલઘર સ્ટેશન ખાતેથી પસાર થઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ.


    વીજળીની ઝડપે દોડી રહેલી વંદે ભારત એક્સપ્રેસ.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Vande Bharat Express, અમદાવાદ, આઇઆરસીટીસી, ટ્રેન, મુંબઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन