Home /News /ahmedabad /અમદાવાદ : દુબઈની જેમ સસ્તું સોનુ કોઈ આપે છે? જો જો આ જાળમાં ન ફસાતા, નહિ તો ચેન્નઈની આ મહિલા જેવું થશે...

અમદાવાદ : દુબઈની જેમ સસ્તું સોનુ કોઈ આપે છે? જો જો આ જાળમાં ન ફસાતા, નહિ તો ચેન્નઈની આ મહિલા જેવું થશે...

સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 45 લાખની ઠગાઈ

અમદાવાદ (Ahmedabad) માં ચેન્નાઈની યુવતી (Chennai) ને 100 ગ્રામનું એક સોનાનું બિસ્કિટ (gold biscuit) આપતા વિશ્વાસમાં લીધી અને બાદમાં 43 લાખ લઈ ગેંગના (Ahmedabad Fraud) સભ્યો રફૂચક્કર થઈ ગયા

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચેન્નાઇની એક મહિલા સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ ખોટા નામ ધારણ કરી સસ્તા ભાવે ગોલ્ડ વેચાણ આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ પહેલા 100 ગ્રામનું બિસ્કીટ 10% ડિસ્કાઉન્ટ કરીને વેચવાનું જણાવી બાદમાં 1 કિલો ગોલ્ડ સસ્તા ભાવે આપવાની લાલચ આપી આરોપીઓએ 43 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

તમિલનાડુ ચેન્નઈ ખાતે રહેતા કિરણકુમાર એક કંપનીમાં સીએ તરીકે નોકરી કરે છે. વર્ષ 2021માં તેમની પત્નીએ ફોન પર youtubeમાં એક વીડિયો જોયો હતો. જેમાં ગોલ્ડ ડિસ્કાઉન્ટ પ્રાઈઝમાં ખરીદવા દિવાળીની ઓફરનો વિડીયો જોયો હતો. તે વીડિયોમાં છેલ્લે કોન્ટેક્ટ સિદ્ધાર્થ મહેતા લખેલું હતું. જેથી કિરણ કુમારની પત્ની એ જ દિવસે સિદ્ધાર્થ મહેતાના આપેલા નંબર ઉપર ફોન કરી ગોલ્ડ ખરીદવાની whatsapp થી વાત કરી હતી. ત્યારે સિદ્ધાર્થ મહેતા એ યુવતીને માર્કેટ પ્રાઇઝ કરતા 10 ટકા સસ્તા ભાવે વેચાણ આપવાનો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. જેથી યુવતીએ વધારે જથ્થામાં ગોલ્ડ ખરીદવામાં કેટલું ડિસ્કાઉન્ટ મળે તે અંગે સિદ્ધાર્થને પૂછ્યું હતું. જેથી 15% ડિસ્કાઉન્ટ કરી આપશે તેવુ સિદ્ધાર્થ મહેતાએ કહ્યું હતું. બાદમાં સિદ્ધાર્થ મહેતાના બોસ રાજેશ મહેતાને યુવતીએ ફોન કરીને પૂછ્યું હતું કે youtubeમાં સસ્તા ભાવે ગોલ્ડ આપવાનો વિડીયો મુક્યો છે, જેમાં ગોલ્ડ કેવું આવશે અને ટેસ્ટ કરાવીને નાણાં આપી શકું તેવુ પૂછ્યું હતું. જેથી સામેવાળી વ્યક્તિએ અમદાવાદ ખાતે હેન્ડ ટુ હેન્ડ ગોલ્ડ લઈને તમે ચેક કરાવી શકો છો તેવુ કહ્યું હતું. સાથે જ રાજેશ નામના વ્યક્તિએ અમારો માણસ તમારી પાસે જ આવશે અને લેબોરેટરીમાં લઈ જશે અને ગોલ્ડ ટેસ્ટ કરાવી આપશે તેમ કહી યુવતિનો વિશ્વાસ કેળવ્યો હતો અને આ ડીલ માટેની મીટીંગ માત્ર ગુજરાત અમદાવાદ ખાતે હશે તેમ જણાવી 100 ગ્રામ સોનાના ૪.૫૦ લાખ રૂપિયા તથા એક કિલોના ૪૨ લાખ રૂપિયા જણાવ્યા હતા.

આટલું બધું ગોલ્ડ સસ્તા ભાવે કેમ આપો છો તેવું આ યુવતીએ પૂછતાં સામેવાળી વ્યક્તિએ જણાવ્યું કે, અમે આ ગોલ્ડ રિફાઇનરીમાંથી પાછળના દરવાજેથી કાઢીએ છીએ તેવું જણાવ્યું હતું. જેથી યુવતીને વિશ્વાસ આવતા તેઓ મિટિંગ માટે ટ્રેનમાં બેસીને અમદાવાદ આવવા નીકળ્યા હતા અને એક હોટેલમાં રોકાયા હતા. બાદમાં ઓગણજ સર્કલ એસ પી રિંગ રોડ ખાતે રાજેશે બોલાવતા આ યુવતી આવી હતી. બાદમાં ગાડીમાં બેસાડી સોલા વિસ્તારમાં આ યુવતીને ફેરવી હતી અને ત્યાં તેને 24 કેરેટનું ગોલ્ડ બિસ્કિટ બતાવ્યું હતું અને આ સેમ્પલ ગોલ્ડ બિસ્કીટની માર્કેટ કિંમત 5.10 લાખ હોવાનું જણાવી 10% ડિસ્કાઉન્ટ સાથે 4.70 લાખમાં આપવાની વાત કરી હતી. બાદમાં આ ગોલ્ડ બિસ્કીટ સીજી રોડ પર એક જગ્યાએ ચેક કરાવી યુવતી ટ્રેનમાં બેસી ચેન્નઈ જતી રહી હતી. રાજેશ મહેતા ઉપર ભરોસો આવતા આ બિસ્કીટ યુવતીએ 4.90 લાખમાં વેચી દીધું હતું અને આગળ વધારે સોનાનો જથ્થો ખરીદીશું તેવી રાજેશ મહેતા સાથે આ યુવતીએ વાત કરી હતી.

આ પણ વાંચોઅમદાવાદ : સિંધુભવન રોડ પર ડ્રગ્સનો કાળો કારોબાર, 1-1 ગ્રામની પડીકી બનાવીને વેચતા 3 ઝડપાયા

બાદમાં મોટી ડીલ માટે આ યુવતીએ ૧૮ લાખ રૂપિયાની લોન લીધી અને ક્રેડિટ કાર્ડમાંથી 18.50 લાખની લોન લીધી હતી અને 4 લાખના શેર વેચી ૪૨ લાખ રૂપિયા આંગડીયા પેઢીમાં ડિપોઝિટ કર્યા હતા અને રાજેશ મહેતા સાથે વધારે ગોલ્ડ ખરીદવાની વાત કરી ફ્લાઇટમાં અમદાવાદ આવી ઓગણજ સર્કલ પાસે આ યુવતી અને રાજેશ મહેતા મળ્યા હતા. બાદમાં રાજેશે એક કિલોનો માર્કેટ ભાવ કહી 20 ટકા ડિસ્કાઉન્ટ સાથે 43.37 લાખમાં આપવાની વાત કરી હતી. બાદમાં એક માણસ બિસ્કિટ લઈને આવ્યો અને ટેસ્ટ કરાવવાનું કહેતા આ રાજેશ મહેતા ગાડી લઇ વડસર તરફના રોડ પર જતા રહ્યા હતા અને એક્ટીવા પર આવેલો શખ્સ પણ ત્યાંથી નીકળી ગયો હતો. યુવતીએ રાજેશને ફોન કર્યો તો તેણે જણાવ્યું કે સી જી રોડ પર એક દુકાન ખાતે જાવ ત્યાં તમને મારો માણસ મળશે પરંતુ ત્યાં જતા કોઈ માણસ હતો નહીં, જેથી તે માણસ માણેકચોક ટેસ્ટિંગ કરવા ગયો છે તેમ કહી આ રાજેશ મહેતા યુવતીને ગોળ ગોળ ફેરવતો હતો. ત્યાં સાંજ સુધી રાહ જોઇ છતાં પણ રાજેશ મહેતા કે તેના માણસો ન આવતા તે લોકોએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી યુવતીને શંકા ગઈ કે આ તમામ આરોપીઓએ 43 લાખ રૂપિયા મેળવી ગોલ્ડ નહીં આપી ઠગાઈ કરી છે. જે મામલે હવે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad latest news, Ahmedabad news, Fraud case, Sola police, Sola police station, અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ, અમદાવાદ ન્યૂઝ, અમદાવાદ પોલીસ, અમદાવાદ સમાચાર, અમદાવાદના સમાચાર, છેતરપિંડી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन