એક સમયનો ડોન લતીફ પણ નામથી થરથર કાંપતો, ગીથા જોહરીએ સંભાળ્યો ચાર્જ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
એક સમયનો ડોન લતીફ પણ નામથી થરથર કાંપતો, ગીથા જોહરીએ સંભાળ્યો ચાર્જ
ગુજરાત રાજ્યમાં નવા ઈન્ચાર્જ ડીજીપી તરીકે ગીથા જોહરીને બનાવવામાં આવ્યા છે.ગીથા જોહરી ગુજરાત કેડરના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી છે.આવો જાણીએ ગીથા જોહરી ક્યારે આઈપીએસ બન્યા અને તેમની સર્વિસમાં ક્યાં તેમને મહત્વની ભુમિકા બજવી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ગુજરાત રાજ્યમાં નવા ઈન્ચાર્જ ડીજીપી તરીકે ગીથા જોહરીને બનાવવામાં આવ્યા છે.ગીથા જોહરી ગુજરાત કેડરના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી છે.આવો જાણીએ ગીથા જોહરી ક્યારે આઈપીએસ બન્યા અને તેમની સર્વિસમાં ક્યાં તેમને મહત્વની ભુમિકા બજવી છે.
latif_gujrat2
વર્ષ 1982 બેચના મહિલા આઈપીએસ ગીથા જોહરીને સરકારે નવા ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિમણુક કરી છે.ગીથા જોહરી મુળ તમિલનાડુના રહેવાસી છે અને તેમને કેમેસ્ટ્રી થી એમએસસી કરેલુ છે.ગીથા જોહરીના પતિ ફોરેસ્ટ વિભાગમાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવે છે.ગીથા જોહરીને એક  નિડર મહિલા અધિકારી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એક સમયના ડોન લતીફને પકડવા ગીથા જોહરીએ ખુબજ મહત્વની ભુમિકા ભજવી હતી. લતીફને પકડવા તે રિક્ષામાં પંજાબી ડ્રેસ પહેરીને જતા હતા અને પોતાની સાથે માત્ર બે ચાર પોલીસ અધિકારીઓ સાથે રાખતા હતા.
વર્ષ 2006માં તે સીઆઈડી ક્રાઈમમાં પણ ફરજ બજાવી ચુક્યા છે.રાજકોટ પોલીસ કમિશનર તરીકે પણ તેમને પોતાની સેવા આપી છે.ઈન્ચાર્જ ડીજીપી બન્યા બાદ તેમને નિવેદન આપ્યુ કે મહિલાની તકલીફ તે તાત્કાલિક નિકાલ કરશે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા માટે ખડે પગે કામ કરશે.
પોલીસ તંત્રની કમાન જોહરીને
રાજ્યના પ્રથમ મહિલા DGP ગીથા જોહરીને અપાયા અભિનંદન
ગીથા જોહરી સાથે કામ કરતા અધિકારીઓએ આપ્યા અભિનંદન
ગીથો જોહરીને મીઠાઇ ખવડાવી મોઢું મીઠુ કરાવ્યું
હાઉસિંગ કોર્પો.ની ઓફિસેથી જોહરી સ્વગૃહે જવા થયા રવાના
સાંજે 5 વાગ્યા બાદ શુભ મુર્હુતમાં સંભાળશે ઇન્ચાર્જ DGP તરીકેનો હવાલો
પોલીસ તંત્રની કમાન જોહરીનેરાજ્યના ઈન્ચાર્જ DGP તરીકે ગીથા જોહરીની વરણી શુભ મૂર્હુતમાં ગીથા જોહરીએ ઈન્ચાર્જ DGPનો ચાર્જ સંભાળ્યો રાજ્યના ઈન્ચાર્જ DGP ગીથા જોહરીનું નિવેદન 'મહિલાઓ રહેશે મારા પ્રાથમિક સ્થાને' 'ચૂંટણી વર્ષમાં કાયદો-વ્યવસ્થા જાળવવાની પ્રાથમિકતા' 'ટીમ વર્ક બનશે મારી સફળતાની ગુરુ ચાવી' 'પોલીસ બેડા સંબંધિત પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયત્ન કરીશ'
First published: April 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर