બાવળામાં કોલ સેન્ટર પરથી 13ની અટકાયત,અમેરિકામાં કોલ કરી ISR સિસ્ટમથી પૈસા પડાવતા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
બાવળામાં કોલ સેન્ટર પરથી 13ની અટકાયત,અમેરિકામાં કોલ કરી ISR સિસ્ટમથી પૈસા પડાવતા
અમદાવાદઃબાવળામાંથી ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટર પર દરોડા પાડી 1 મહિલા સહિત 13 લોકોની અટકાયત કરવામાં આવી છે.અમદાવાદ ગ્રામ્ય SOGએ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે.બાવળા-સાણંદ રોડ પર સાંઈ ક્રિસ્ટલ કોમ્પલેક્સમાં આ કોલ સેન્ટર ધમધમતુ હતું.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃબાવળામાંથી ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટર પર દરોડા પાડી 1 મહિલા સહિત 13 લોકોની અટકાયત કરવામાં આવી છે.અમદાવાદ ગ્રામ્ય SOGએ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે.બાવળા-સાણંદ રોડ પર સાંઈ ક્રિસ્ટલ કોમ્પલેક્સમાં આ કોલ સેન્ટર ધમધમતુ હતું.
પકડાયેલા તમામ યુવકો અમદાવાદના રહેવાસી છે.ઝડપાયેલામાં 1 પરપ્રાંતીય મહિલા પણ સામેલ છે.પોલીસે 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
17 કોમ્પ્યુટર સેટ, 20 મેજીક જેક, મોબાઈલ કબ્જે લેવાયા છે.10 દિવસથી કોલ સેન્ટરની શરૂઆત કરી હતી.અમેરિકામાં કોલ કરી ISR સિસ્ટમથી પૈસા પડાવતા હતા. ટેક્સની વિગત મેળવી ધમકી આપી પૈસા પડાવતા હતા.
અહીથી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયાની પણ ધરપકડ કરાઇ છે. તેઓ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.વિદેશમાં કોલ કરી હવાલા દ્વારા નાણાં મંગાવતા હતા.મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી બહાર છે.

યુવક-યુવતિઓને લાવવા-લઇજવા પણ વ્યવસ્થા હતી

પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા  સેટેલાઈટ પોલીસ સ્ટેશનમા ફરજ બજાવે છે.છેલ્લા દોઢ માસથી પોલીસ કર્મચારી પોતાના એક સંબંધી સાથે ભાગીદારીમા કોલ સેન્ટર ચલાવતા હતા. કોમ્પલેકસના ચાર દુકાનોમા આ કોલ સેન્ટ્રર ચાલી રહી હતુ. કોલ સેન્ટરમા કોલીંગ કરવા માટે વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને તાલીમ આપવામા આવતી હતી. યુવક- યુવતીઓને ઘરેથી લાવવા અને મુકવા માટે વાહન વ્યવસ્થા રાખવામા આવી હતી. પોલીસ કર્મચારીની રહેમનજર હેઠળ આ કૌભાંડ ચાલી રહયુ હતુ. ત્યારે પોલીસને કરોડોની ઠગાઈના મહત્વના દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે.

First published: March 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर