અમદાવાદ: ચૂંટણી પહેલા BJP કોર કમિટી (bjp core committee)માં ફેરફાર કરવામાં આવ્યો છે. કોર કમિટીમાં સિનિયર નેતાઓનો સમાવેશ કરાયો છે. નવા 6 લોકોની કોર કમિટીમાં એન્ટ્રી થઇ છે. કોર કમિટીમાં વિજય રૂપાણી (Vijay Rupani), નીતિન પટેલ (Nitin Patel)ની એન્ટ્રી થઇ છે. તે ઉપરાંત ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત બોઘરા, આર.સી.ફળદુ તથા ભારતીબેન શિયાળનો પણ કોર કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની કોર કમિટીમાં ફેરફાર કરાયા છે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષની હાજરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ સાથે જ સિનિયર નેતઓનો કોર કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ છ નવા ચહેરાઓની એન્ટ્રી થઇ છે. કોર કમિટીમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત બોઘરા, આર.સી.ફળદુ તથા ભારતીબેન શિયાળનો સમાવેશ કરાયો છે.
કુલ 12 નેતાઓનું કોર ગ્રુપ હતું. જેમાં અધ્યક્ષ તરીકે સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજનબેન ભટ્ટ અને પાંચ સંગઠન મહામંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપ ઘણું મહત્વનું છે. કારણ કે, આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પાર્ટીની રણનીતિને લઇને આ ગ્રુપમાં ચર્ચા થતી હોય છે. ત્યારે હવે આ ગ્રુપમાં છ સિનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં તમામ રાજકીય પાર્ટીઓ વધુ સક્રિય બની છે, ત્યારે સરકારમાં પણ હલચલ જોવા મળી રહી છે. ગઇકાલે જ રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના મક્કમ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મક્કમ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) પાસેથી મહેસુલ વિભાગ પરત લેવાયુ હતું. ત્યાં જ આરએનબી વિભાગ પૂર્ણેશ મોદી પાસેથી પરત લેવાયુ હતું.