Home /News /ahmedabad /અમદાવાદ : BF એ GFને મિત્ર સાથે હોટલમાં મોકલી કહ્યું, 'હવે તું આની સાથે...', યુવતીને રહી ગયો ગર્ભ ને પછી...
અમદાવાદ : BF એ GFને મિત્ર સાથે હોટલમાં મોકલી કહ્યું, 'હવે તું આની સાથે...', યુવતીને રહી ગયો ગર્ભ ને પછી...
ચાંદખેડા પોલીસ સ્ટેશન
અમદાવાદ (Ahmedabad) શહેરના ચાંદખેડા (Chandkheda) માં રહેતી 20 વર્ષીય યુવતી તેના માતા-પિતા સાથે રહે છે અને કોલેજમાં અભ્યાસ કરે છે, બે મિત્રોએ આ યુવતીનો ગર્ભપાત કરાવ્યો, ગર્ભ મારું નથી કહીને છટક બાજી શોધવા લાગ્યા હતા
અમદાવાદ : શહેરમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષિય યુવતી પર બળાત્કાર (Ahmedabad Rape) થયો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ યુવતી લોકડાઉન (Lockdown) માં જ્યારે એક મોલમાં નોકરી કરતી હતી ત્યારે તેની સોસાયટીના એક યુવક સાથે તેને જબરદસ્તી મિત્રતા કરવી પડી હતી. બાદમાં આ યુવકે લગ્ન કરવાની બાંયધરી આપી તેના મિત્ર સાથે સંબંધ રાખવા યુવતીને મજબૂર કરી હતી. બાદમાં બંને યુવકો યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. આ દરમિયાન યુવતીને માસિક ન આવતા યુવકોએ પ્રેગ્નન્સી કીટ લાવી તેને તપાસ કરાવી હતી. જેમાં તેને ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં એક યુવકે તેને ગર્ભપાત કરાવ્યો હતો. જે મામલે ઘરે જાણ થતાં યુવતીના આ બોયફ્રેન્ડે તેના પિતા સાથે બબાલ કરી મારામારી કરી હતી. સમગ્ર બાબતને લઇને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના ચાંદખેડામાં રહેતી 20 વર્ષીય યુવતી તેના માતા-પિતા સાથે રહે છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. તેના પિતા બેંકમાં નોકરી કરે છે અને માતા પણ બેંકમાં નોકરી કરે છે. કોરોના મહામારી હોવાથી આ યુવતી એક મોલમાં નોકરી કરતી હતી. ત્યારે તેની સોસાયટીમાં રહેતો એક યુવક તેની સાથે વાત કરવા પ્રયત્ન કરતો હતો. જે બાબતે યુવતીએ તેના માતા-પિતાને વાત કરતાં તેની નોકરી છોડાવી દીધી હતી. વર્ષ ૨૦૨૧ માં કોલેજ ચાલુ થતાં આ યુવતીએ એડમિશન લીધું હતું. ત્યારે આ યુવકને તેની કોલેજ વિશે માહિતી મળતા તે તેને ત્યાં મળ્યો હતો અને મિત્રતા માટે આગ્રહ કર્યો હતો. યુવતીએ મિત્રતા કરવાની ના પાડી છતાં પણ જબરજસ્તી કરતા યુવતીએ તેની સાથે મિત્રતા કરી હતી. અને બાદમાં યુવક તેને કોલેજમાં મળવા આવતો હતો. આ દરમિયાન યુવતીને આ યુવકે લગ્ન કરવાની બાંહેધરી આપી હતી અને ચલ આપણે કોઈ હોટેલમાં જઈને વ્યવસ્થિત બેસી ચર્ચા કરીએ તેવી વાત કરતા નવેમ્બર મહિનામાં ઇન્કમટેક્સ બસ સ્ટેન્ડ પાસે આવેલી એક હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં યુવતીની મરજી વિરુદ્ધ તેને શારીરિક સંબંધ બાંધ્યો હતો અને લગ્ન કરવાની બાહેધરી આપતો હતો.
ત્યારબાદ ફરી બે વખત એ જ હોટલમાં આ યુવક તેને લઈ ગયો હતો અને શારીરિક સંબંધ બાંધ્યો હતો. થોડા સમય બાદ આ યુવક યુવતીની કોલેજ ગયો હતો. ત્યારે તેનો મિત્ર વૈભવ પણ તેની સાથે હતો અને તેની સાથે ઓળખાણ કરાવી હતી. બાદમાં આ યુવકે વૈભવ સાથે મિત્રતા કરવી પડશે તેમ કહેતા યુવતીએ મનાઈ કરી હતી. પરંતુ છતાંય યુવકે દબાણ કર્યું હતું અને તું તેની સાથે ફરવા નહીં જાય તો તારા પરિવારને મારી નાખીશું તેવી ધમકી આપતાં યુવતી ભયભીત થઈ ગઈ હતી અને યુવકના કહેવા મુજબ વૈભવ સાથે મિત્રતા કરી હતી અને શારીરિક સંબંધ રાખવાનું પણ દબાણ કર્યું હતું. બે વખત આ વૈભવ યુવતીને ગાંધીનગર તરફ હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આ દરમિયાન યુવતીને માસિક ન આવતા આ બંને યુવકોને જાણ કરી હતી. ત્યારે આ બંને યુવકોને થયુ હતું કે કંઈક લોચો છે જેથી યુવતીને કહ્યું કે તું તારા ઘરે ઝઘડો કરી ક્યાંક બહાર નીકળી જા અને અમને ફોન કરજે. જેથી યુવતી વર્ષ 2022 માં માતા-પિતા સાથે ઝઘડો કરી નીકળી ગઈ હતી. બાદમાં તેણે પહેલા તેના સોસાયટીમાં રહેતા યુવકને ફોન કર્યો હતો પરંતુ તેને ફોન ઉઠાવ્યો નહોતો. યુવતીએ વૈભવ ને ફોન કરતાં તેણે બહારગામ હોવાનું જણાવી કોઇ બહેનપણી ને ત્યાં રોકાઈ જા પછી જે કંઈ કરવું હશે તે વિચારીશુ તેમ કહેતા યુવતી તેની એક બહેનપણીના ઘરે રોકાઇ ગઇ હતી. આ સમય દરમિયાન દસ-પંદર દિવસ બાદ પણ યુવતીને માસિક ન આવતા તેણે વૈભવ ને ફોન કરીને જણાવ્યું હતું ત્યારે વૈભવએ કહ્યું કે પ્રેગ્નન્સી કીટ લઈ ચેક કરી મને ફોટો પાડી બતાવ. જેથી તે બાબતે યુવતીએ કિટથી ચેક કરતા ગર્ભવતી હોવાનું માલુમ પડ્યું હતું. જે ફોટો પાડી વૈભવ ને મોકલી આપતા વૈભવ ગર્ભ ના રહે તે માટે દવા આપી ગયો હતો. આ દરમિયાન વૈભવે યુવતીની સોસાયટીમાં રહેતા તેના મિત્ર ને ફોન કરી કહેતા તે યુવક યુવતીના પરિવારના સભ્યો વિષે જેમ ફાવે તેમ બોલ્યો હતો. જેથી યુવતીએ જણાવ્યું કે તે જ મને લગ્નની બાંયધરી આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા તો હવે તું મારા પરિવારજનો વિશે ખરાબ બોલે તે યોગ્ય નથી.
બીજી તરફ યુવતીને ગર્ભ ન રહે તે માટેની વૈભવે જે દવા આપી હતી તેનાથી કોઈ ફરક પડ્યો ન હતો. જેથી સોનોગ્રાફી કરાવવા કોઈ ક્લિનિક એ જતા ડોક્ટરે સોનોગ્રાફી કરાવવાની ના પાડી દીધી હતી. આ દરમિયાન ફરીથી પ્રેગ્નન્સી કીટ લાવી ચેક કરતાં તેમાં પોઝિટિવ આવતા વૈભવને ફરીથી આ યુવતીએ જાણ કરી હતી. બાદમાં વૈભવે યુવતીને કહ્યું કે, આ ગર્ભ જેનો હોય તેને જઈને કહે મારું નથી તારી સોસાયટીમાં રહેતા યુવકનું છે અને હવે હું દિલ્હીમાં છું બે ત્રણ મહિના પછી આવીશ એમ કહ્યું હતું. બાદમાં સોસાયટીમાં રહેતા યુવતીના મિત્રને જાણ કરતાં તેણે અસારવામાં આવેલા શારદા ક્લિનિક એન્ડ હોસ્પિટલમાં ચેકઅપ માટે આ યુવતીને બોલાવી હતી અને ત્યાં યુવતીની જાણબહાર તેની સોસાયટીમાં રહેતા યુવકએ ગર્ભપાત કરાવ્યો હતો.
બાદમાં યુવતીને ધમકી આપી કે આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું. થોડા દિવસ બાદ યુવતીના માતા તથા પિતાના નંબર ઉપર ગર્ભપાત કરાવ્યા ના ફોટો આવતા તે લોકોએ તેમની પુત્રી ને સમજાવી આ અંગે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા સમગ્ર બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે. આટલું જ નહીં યુવતીના સોસાયટીમાં રહેતા યુવક મિત્રએ તેના પિતા સાથે બબાલ કરી માર મારતા તેઓને ઇજાગ્રસ્ત કરતા ચાંદખેડા પોલીસે (Chandkheda Police) બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.