પુરવઠા નિગમના ચેરમેનની કબૂલાત, કેટલાક કર્મચારીઓના કારણે થાય છે કૌભાંડ

અન્ન અને નાગરિક વિભાગના ચેરમેન રાજેશ પાઠકે ન્યૂઝ 18 સાથે કરેલી વાતતીકમાં કહ્યું હતું કે હવે સમગ્ર પ્રક્રિયાની સીસીટીવીથી નદર રાખવામાં આવશે.

News18 Gujarati
Updated: May 15, 2019, 4:30 PM IST
પુરવઠા નિગમના ચેરમેનની કબૂલાત, કેટલાક કર્મચારીઓના કારણે થાય છે કૌભાંડ
અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠકે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી હતી.
News18 Gujarati
Updated: May 15, 2019, 4:30 PM IST
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તુવેર કાંડના પગલે હવે સરકારે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના તમામ ગોડાઉનમાં સીસીટીવી લગાવવાનો નિર્ણય કર્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠકે ન્યૂઝ 18 સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે કેટલાક કર્માચારીઓના કારણે કૌભાંડ થાય છે. ગોડાઉનના આવવા જવાના રસ્તા અને જ્યાં સમગ્ર પ્રક્રિયા થતી હશે ત્યાં રૂપિયા 45 કરોડના ખર્ચે રાજ્યના 220 ડેપોમાં સીસીટીવી લગાવવામાં આવશે.

રાજેશ પાઠકે કહ્યું,“ નિગમ પાસે જે 2,000 કર્મચારીઓની જગ્યા છે તેના સ્થાને 900 કર્મચારી છે. માનવબળ ઓેછું હોવાના કારણે ક્યાંક કર્મચારીની મીલિભગતના કારણે ગેરરીતિ થઈ હોવાની ઘટના ઘટે છે. આ પ્રકારની ઘટનાના કારણે અમે મંત્રી જયેશ રાદડિયાની સૂચનાથી અમે નિગમના તમામ 33 જિલ્લાના ગોડાઉનમાં સીસીટીવી લગાવીશું. કોણ આવ જા કરે છે. ક્યાં પ્રકારના વાહનો આવે છે તે તમામ બાબતની કામગીરીનું એક મહિનાના ડેટાનું મોનટરિંગ કરવામાં આવશે. ”

આ પણ વાંચો :  તુવેર કાંડ મામલે જયેશ રાદડિયાએ કહ્યુ, 'કોંગ્રેસ ખેડૂતોના નામે રાજનીતિ બંધ કરે'

રાજેશ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે આ કામગીરી ગુજરાત સરકારની પી.એસ.યુ જી.આઈ. પી.એલ દ્વારા કરવામાં આવશે. કામગીરી માટે આજે નિર્ણય લેવામાં આવ્યો છે હવે આગામી 9-12 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. રાજ્યમાં મગફળીની ખરીદીમાં કોઈ ગેરરીતિ થઈ નથી, તુવેર ખરીદીમાં એક જ કિસ્સામાં કેશોદમાં ગેરરીતિ થઈ હતી અને તેમાં એફઆઈઆર લોન્ચ કરવામાં આવી છે. અમે ભવિષ્યમાં ફ્લાઇંગ સ્ક્વૉડ અને વિજિલન્સના માધ્યમથી પણ 33 જિલ્લાના તમામ 220 ડેપોમાં નજર રાખવામાં આવશે.
First published: May 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...