Home /News /ahmedabad /

કેન્દ્ર સરકારની ગુજરાતના નાગરીકોને વધુ એક ભેટ, રાજ્યના નેશનલ હાઈવે માટે 3760 કરોડ મંજૂર

કેન્દ્ર સરકારની ગુજરાતના નાગરીકોને વધુ એક ભેટ, રાજ્યના નેશનલ હાઈવે માટે 3760 કરોડ મંજૂર

(પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી)

આ અંતર્ગત અમદાવાદના વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના 5.28 કી.મી.ના રસ્તાને છ-માર્ગીય બનાવી એલીવેટેડ કોરીડોર બનાવાશે. ભારત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા 1 લાખ 23 હજાર કિલોમીટરના રસ્તા બનાવાશે.

ગુજરાતના નાગરીકો વતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Prime Minister Narendra Modi) અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરી (Union Road Transport Minister Nitin Gadkari)નો આભાર માનતા મંત્રી પૂર્ણેશ મોદી (Purnesh Modi) 350 કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન (Narol Junction to Ujala Junction) સુધીના 12.8 કી.મી.ના હયાત રસ્તાને વિકસાવાશે.

આ અંતર્ગત અમદાવાદના વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના 5.28 કી.મી.ના રસ્તાને છ-માર્ગીય બનાવી એલીવેટેડ કોરીડોર બનાવાશે. ભારત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા 1 લાખ 23 હજાર કિલોમીટરના રસ્તા બનાવાશે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર તરફ થી 3 હજાર 760 કરોડના ખર્ચે જે રોડ આવી રહ્યા છે. તેમાં મહુવાથી અમરેલી 257 કરોડના ખર્ચે રોડ બનવાનો છે. ગુજરાત સરકાર દ્વારા પણ 12 હજાર કરોડના ખર્ચે રોડ રસ્તા માટેના ખાત મુહૂર્ત અને લોકાર્પણ થશે.

માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના નાગરીકોને પરિવહન સુવિધાઓનો વધુને વધુ લાભ મળે તે માટે ગુજરાતમાં રૂ.3760.64 કરોડના ખર્ચે નવા 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કર્યા છે. ગુજરાતના નાગરીકો વતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીનો મંત્રીએ આભાર વ્યક્ત કર્યો છે.

મંત્રી પૂર્ણેશ મોદીએ ઉમેર્યુ કે, ભારત સરકાર દ્વારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો માટેનો વર્ષ 2022-23નો રૂ.3760.64 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે. જેમાં રૂ.2511.10 કરોડના રસ્તાના બાંધકામ અને નવા બ્રીજના બાંધકામો તેમજ રૂ.1249.54 કરોડના પ્રી-કન્સ્ટ્રકશન એક્ટીવીટીના કામો હાથ ધરાશે. આ રસ્તાઓમાં નદીઓ ઉપર બ્રીજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી/આર.યુ.બીનુ નિર્માણ કરાશે, જેના થકી ફાટક-મુક્ત ગુજરાતના નિર્માણ થશે.

તેમણે ઉમેર્યુ કે, આ વાર્ષિક પ્લાનમાં રૂ.350 કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના 12.8 કી.મી.ના હયાત રસ્તાને વિકસાવવામાં આવશે. જે અંતર્ગત નારોલ જંક્શનથી વિશાલા જંકશન વચ્ચેના છ-માર્ગીય રસ્તાને આઠ માર્ગીય રસ્તા તરીકે વિકસાવવામાં આવશે, તેમજ હયાત સાબરમતી નદી પરના પુલને છ-માર્ગીય બનાવાશે. આ ઉપરાંત રૂ.128 કરોડના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના 5.28 કી.મી.ની ચાર-માર્ગીય લંબાઇના રસ્તાને છ-માર્ગીય બનાવી એલીવેટેડ કોરીડોર પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવાશે. આ ઉપરાંત રૂ.110 કરોડના ખર્ચે સરખેજ-ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાઇઓવરથી સાણંદ ફ્લાય-ઓવર વચ્ચે 4 કી.મી. લંબાઇ 3 એલીવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ કરાશે.

આ પણ વાંચો- રથયાત્રાના બે દિવસ પહેલા જ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

મંત્રીએ ઉમેર્યુ કે, રૂ.257 કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચે બાધડા સુધીના 50.48 કી.મી.ના 10 મીટર પહોળા રસ્તાનુ નિર્માણ કરાશે. જેના પર 2(બે) રેલવે ઓવરબ્રિજ અને નવા પુલીયાનુ નિર્માણ થશે. આ રોડ પર 100 કી.મી.ની સ્પીડ સુધી વાહનો દોડી શકશે. આ ઉપરાંત રૂ.451.50 કરોડના ખર્ચે બાધડા-અમરેલીના 50.48 કી.મી.નો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેમા અમરેલી બાયપાસ તેમજ બગસરા જવા માટે નદીના પુલ તથા રેલવે ઓવરબ્રિજનુ નિર્માણ કરાશે.

આ ઉપરાંત રૂ.450 કરોડના ખર્ચે ભિલોડા-શામળાજી નેશનલ હાઇવે 168-G નો નવો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેના પર નવા નાના પુલ તથા ભીલોડા બાયપાસનુ નિર્માણ કરાશે. તે જ રીતે આહવા-સાપુતારા નેશનલ હાઇવે-953 માર્ગને પણ ૧૦ મીટર પહોળો બનાવી હયાત રસ્તાનુ અપગ્રેડેશન કરાશે. વધુમાં રૂા. ૨૫૦ કરોડના ખર્ચે જામનગર-કાલવાડ નેશનલ હાઇવે-927-D ને ચાર લેન રસ્તો બનાવાશે. જે માટે જમીન સંપાદન તેમજ જંગલ વિસ્તારની મંજૂરીની પ્રક્રિયાઓ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો- પોરબંદર સહિત ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કાંઠા વિસ્તારની સુરક્ષામાં થશે વધારો

મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના નાગરીકોને યાતાયાતની સુવિધાઓમાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે છેલ્લા 6 માસમાં રાજ્યના 33 જિલ્લાઓમાં રૂ.12,200 કરોડના ખર્ચે વિવિધ માર્ગ નિર્માણ-વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના કામોની કામગીરી પ્રગતી હેઠળ છે. તેમણે ઉમેર્યુ કે, ભારત સરકાર દ્વારા આ કામગીરી માટેના ડી.પી.આર. કન્સલટન્ટની નિમણૂંક પણ કરવામાં આવી છે અને એ માટે વિગતવાર સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે.
Published by:rakesh parmar
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन