Home /News /ahmedabad /લાભ પાંચમ: ભરૂચના વેપારીઓએ ચોપડા પૂજન કરી ધંધા રોજગારની કરી શરૂઆત

લાભ પાંચમ: ભરૂચના વેપારીઓએ ચોપડા પૂજન કરી ધંધા રોજગારની કરી શરૂઆત

આ દિવસને લેખની પાંચમ, જ્ઞાન પંચમી, સૌભાગ્ય પંચમી, લાભ પાંચમ જેવા નામોથી ઓળખાય છે

ભરૂચ જિલ્લામાં આજરોજ વેપારીઓએ તેઓની દુકાનોમાં ચોપડા પૂજન કરી વેપારની શરૂઆત કરી હતી.આ દિવસે ઘરોમાં માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ દિવસ સૌભાગ્ય અને લાભ સાથે જોડાયેલો છે.

Aarti Machhi, Bharuch: લાભ પાંચમનો તહેવાર દિવાળીના ઉત્સવનો અંતિમ દિવસ હોય છે. હિન્દુ કેલેન્ડર અનુસાર કારતક મહિનાના શુક્લ પક્ષના પાંચમાં દિવસે લાભ પાંચમ માનવામાં આવે છે. આ દિવસને લેખની પાંચમ, જ્ઞાન પંચમી, સૌભાગ્ય પંચમી અને લાભ પાંચમ જેવા ઘણા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે.

આ દિવસે ઘરોમાં માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ દિવસ સૌભાગ્ય અને લાભ સાથે જોડાયેલો છે. આ દિવસે નવો વેપાર-ધંધો શરૂ કરવુ લાભકારી માનવામાં આવે છે.



ભરૂચ જિલ્લામાં આજરોજ વેપારીઓએ તેઓની દુકાનોમાં ચોપડા પૂજન કરી વેપારની શરૂઆત કરી હતી. ત્યારબાદ વેપારીઓ આ દિવસે નવી ખાતાવાહી કે ખાતુ ખોલી તેના પર સાથીયો બનાવ્યો હતો તેમજ તેના ઉપર શુભલાભ લખી વ્યાપારની શરૂઆત કરી હતી.



લાભ પાંચમ સાથે બજારો શરૂ થતાં જ બજારોમાં ભીડ જોવા મળી હતી ગત બે વર્ષથી કોરોનાને કારણે ધીમા પડેલ બજારો આ વર્ષે ધબકતા થતા વેપારીઓના મુખ પર પણ ખુશી જોવા મળી હતી.
First published:

Tags: Bharuch, Diwali 2022, Labh Pacham

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો