Home /News /ahmedabad /Ahmedabad: નિરમા યુનિવર્સિટીમાં એક્રોબેટિક રોસ્ટ્રમની કરાઈ ઉજવણી, વિવિધ કાર્યક્રમો યોજાયા

Ahmedabad: નિરમા યુનિવર્સિટીમાં એક્રોબેટિક રોસ્ટ્રમની કરાઈ ઉજવણી, વિવિધ કાર્યક્રમો યોજાયા

રોસ્ટ્રમ 2022 માં કલાત્મકતાનું અનાવરણ કરવામાં આવ્યું

ઈવેન્ટમાં ગીત, નૃત્ય, નાટક, એડી-એમએડી, મિસ્ટર એન્ડ મિસ રોસ્ટ્રમ અને સંગીતનાં સાધનોની સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે માઇમ, મોનો એક્ટિંગ, મિમિક્રીનું પણ વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

  • Local18
  • Last Updated :
  • Ahmadabad, India
    Parth Patel, Ahmedabad: અમદાવાદ ખાતે આવેલી નિરમા યુનિવર્સિટી દ્વારા દર વર્ષે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી, નિરમા યુનિવર્સિટી દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ રોસ્ટ્રમ 2022ની ઉજવણી કરવામાં આવી હતી.

    રોસ્ટ્રમ 2022માં કલાત્મકતાનું અનાવરણ કરવામાં આવ્યું

    આ સાથે રોસ્ટ્રમ 2022માં જુદી જુદી કલાત્મકતાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સલિલ મહેતા ( અભિનેતા, નિર્માતા, નિર્દેશક) અને આશિષ દેસાઈ (માનદ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, વિદ્યાર્થી વેલ્ફેર બોર્ડ, નિરમા યુનિવર્સિટી) વિદાય સમારંભના પ્રમુખ તરીકે હાજર રહ્યા હતા.

    માઈમ, મોનો એક્ટિંગ, મિમિક્રીનું પણ વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરાયું

    આ ઈવેન્ટમાં ગીત, નૃત્ય, નાટક, એડી-એમએડી, મિસ્ટર એન્ડ મિસ રોસ્ટ્રમ અને સંગીતનાં સાધનોની સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે માઇમ, મોનો એક્ટિંગ, મિમિક્રીનું પણ વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

    રોસ્ટ્રમમાં એક નવી ઇવેન્ટ PINNACLE ઉમેરવામાં આવી

    આ વર્ષે રોસ્ટ્રમમાં એક નવી ઇવેન્ટ ઉમેરવામાં આવી હતી. જેને PINNACLE નામ આપીને રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા એક્રોબેટિક રચનાઓના સ્વરૂપમાં બતાવવાની તક મળી હતી. આ કાર્યક્રમમાં કુલ 200થી વધારે વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાથે સાથે કોલેજના તમામ શિક્ષકો, સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો ભરપૂર આનંદ માણ્યો હતો.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Ahmedabad news, Local 18, Students

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन