હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ શહેરમાં (Ahmedabad) અસામાજિક તત્વોને પોલીસનો (Police) જાણે ડર ન રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. પોલીસની હાજરીને આવા લોકો છાશવારે પડકારી રહ્યા છે, જેમાં દિનપ્રતિદિન નવી નવી ઘટનાઓ ઉમેરાઈ રહી છે. શહેરના જમાલપુર (Jamalpur) વિસ્તારમાં એક ગેંગ (Gang) દ્વારા એક યુવક પર હુમલો કરી અને માર મારવાની ઘટના સામે આવતા આ બાબત સાર્થક થઈ રહી છે. હજુ તો અમદાવાદમાં ફાયરિંગ કરી અને પોતાની જાતને ડોન કહેરાવતા શખ્સની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક લુખ્ખાગીરી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં યુવક પર 7 જેટલા સખ્સોએ હથિયારોથી હુમલો કર્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી વીડિયોમાં (CCTV Video) કેદ થઈ છે.
બનાવની વિગતો એવી છે કે ખાનપુરમાં રહેતા અસામાજિક તત્વોએ જમાલપુરમાં એક યુવક પર હુમલો કર્યો હતો. ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવતા લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો હતો. આ શખ્સોએ રુકનપુરામાં એક વ્યક્તિ પર ઘાતકી હથિયારો સાથે હુમલો કર્યો હતો.
અમદાવાદના જમાલપુરમાં ગેંગ દ્વારા આતંક મચાવવામાં આવ્યો, ઘાતકી હથિયાર સાથે યુવક પર હિચકારો હુમલો, ઘટનાનો વીડિયો સામે આવતા ચકચાર pic.twitter.com/2AZctCgBqa
હુમલો કરનાર શખ્સો ખાનપુરના રહેવાસી છે. આ હુમલામાં શમશેર પઠાણ, ફઇમ અન અન્ય 7 જેટલા શખ્સો બેઝબૉલના બેટ, ધોકા અને છરી લઈને ઘુસી આવ્યા હતા અને યુવકને મારી અને વાહન પર હુમલો કર્યો હતો. જોવામાં ફિલ્મી સીન લાગતી આ ઘટનાનો વીડિયો હાલમાં સામે આવ્યો છે.
તાજેતરમાં જ જુહાપુરા વિસ્તારમાં અમીન મારવાડી નામના એક શખ્સનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો જેમાં આ શખ્સ. “અમીન મારવાડી, ડોન.. હે કોઇ દૂસરા, હમ ભી પઠાણ હૈ…પઠાણ. હમારી ઇતની બટાલિયન હૈ કી ઇતિહાસ ગવાહ હૈ, કોઇ મુસલમાન કી બટાલિયન હૈ, હમારે સાત પુરખે દાદા-નાના સબ બેટરિમેન હૈ.” એવું કહી રહ્યા હતો. આમ શહેરમાં લુખ્ખા તત્વો પર પોલીસ અંકુશ નહીં મૂકે તો દાદાગીરીની ઘટનાઓમાં વધારો થવો સ્વાભાવિક છે.