Home /News /ahmedabad /CCC Exam Postponed: ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલી CCCની પરીક્ષા પણ મોકૂફ, કારણ છે ચોંકાવનારું

CCC Exam Postponed: ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલી CCCની પરીક્ષા પણ મોકૂફ, કારણ છે ચોંકાવનારું

ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલી CCCની પરીક્ષા પણ મોકૂફ

CCC exam postponed: ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલી CCCની પરીક્ષા પણ મોકૂફ. આ કારણે પરીક્ષા મોકૂફનો લેવાયો નિર્ણય, ઉમેદવારો ઉશ્કેરાયા

અમદાવાદ: એક તરફ પેપર લીકની ઘટના બનતા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલી CCCની પરીક્ષા પણ અચાનક મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવતા પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં નારાજગી ફેલાઈ હતી. ઈલેક્ટ્રીસીટી બંધ હોવાના કારણે પરીક્ષા યોજાશે નહીં, તેવું કહેવામાં આવતા વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને પરીક્ષા આપ્યા વગર જ પાછા ફરવું પડ્યું હતું. હવે પછી આ પરીક્ષા આગામી 5 ફેબ્રુઆરીના રોજ લેવાશે.

આ કારણે સીસીસીની પરીક્ષા મોકુફ રાખવામાં આવી

આમ તો ગુજરાતમાં પેપર લીક થવાની ઘટનાની નવાઈ નથી રહી. પરંતુ રવિવારના દિવસે યોજાયેલી બે મહત્વની પરીક્ષાઓ અચાનક મોકુફ થતાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો માટે નિરાશાનો રવિવાર બની ગયો. પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા 10 લાખ ઉમેદવારો નોંધાયા હતા. જે અચાનક પેપર લીક થવાના કારણે મોકુફ રાખવી પડી. જોકે, આ ઉપરાંત અન્ય એક મહત્વની પરીક્ષા એટલે કે CCCની પરીક્ષા પણ તંત્રએ મોકુફ રાખવાની ફરજ પડી હતી. હવે પછી આ પરીક્ષા આગામી 5 ફેબ્રુઆરી લેવાશે. પરીક્ષા મોકુફ રહેતા નારાજ થયેલા ઉમેદવારોએ જણાવ્યુ કે ગુજરાત યુનિવર્સિટીમાં આવતી ઈલેક્ટ્રીક્સીટીની અંદર શોર્ટ સર્કિટ થતા સમગ્ર યુનિવર્સિટીની ઈલેક્ટ્રીસીટી બંધ થઈ ગઈ છે. જેના કારણે કમ્પ્યુટર ચાલી શકે તેમ નથી. માટે સીસીસીની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: વડોદરામાંથી 15 લોકોને રાતે બે વાગે જ ઉઠાવી ગઇ હતી એટીએસ, જુઓ સીસીટીવી ફૂટેજ

કડકડતી ઠંડીમાં ઠુઠવાઈને ઉમેદવારો પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા

જોકે, પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો હતો. કારણ કે પરીક્ષા આપવા આવનાર મોટાભાગે ઉમેદવારો જિલ્લા બહારના સેન્ટરના હતા. એક તરફ છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે આ પરીક્ષા આપવા કડકડતી ઠંડીમાં ઠુઠવાઈને ઉમેદવારો પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા અને કલાકોનું ટ્રાવેલિંગ કર્યા બાદ સેન્ટર પર પહોંચ્યા હતા, ત્યારે અચાનક પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય થતા ઉમેદવારોમાં ઉશ્કેરાટ જોવા મળ્યો હતો.


મહત્વનું છે કે, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ લેવા માટે સીસીસીની પરીક્ષા સરકાર દ્વારા ફરજીયાત કરાઈ છે. જે માટે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ સીસીસીની પરીક્ષા આપવા પહોંચ્યા હતા પરંતુ અચાનક પરીક્ષા મોકુફ રહેતા કર્મચારીઓ નિરાશ થયા હતા.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Gujarat University's

विज्ञापन