DPS East મંજૂરી મામલે CBSCનાં અધિકારીઓ શિક્ષણ વિભાગને મળશે

News18 Gujarati
Updated: December 4, 2019, 12:07 PM IST
DPS East મંજૂરી મામલે CBSCનાં અધિકારીઓ શિક્ષણ વિભાગને મળશે
ડીપીએસ પૂર્વ

આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ શાળાની બહાર જ દિવસ - રાત બેસીને ઘરણાં કરી રહ્યાં છે.

  • Share this:
અમદાવાદ : નિત્યાનંદ આશ્રમ વિવાદમાં નામ આવતા ડીપીએસ પૂર્વની તપાસમાં તંત્રને તેમાં પણ ખામી દેખતા CBSCની માન્યતા રદ થઇ છે. શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલી ડીપીએસ - પૂર્વ પાસે નિયમ મુજબ જરૂરી એવું સરકારના શિક્ષણ વિભાગનું એનઓસી (નૉ-ઑબ્જેક્શન સર્ટિફિકેટ) ન હોવાથી તેની માન્યતા રદ કરવામાં આવી છે. સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન) દ્વારા પણ સરકારના શિક્ષણ વિભાગ અને સ્કૂલના પ્રિન્સિપાલને પત્ર મોકલીને પ્રોવિઝનલ જોડાણ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. જે બાદ આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ શાળાની બહાર જ દિવસ - રાત બેસીને ઘરણાં કરી રહ્યાં છે. આ લોકોની એક જ માંગ છે કે, 'અમને અમારી શાળા પાછી આપો.' આ અંગે આજે CBSCનાં અધિકારીઓ અમદાવાદમાં આવ્યાં છે. તેઓ આજે ડીપીએસ ઇસ્ટ શાળાની મુલાકાત લેશે. તેઓ આજે શિક્ષણ વિભાગનાં અધિકારીઓને પણ મળશે.

ડીપીએસ ઈસ્ટના વાલીઓએ ગઇકાલે મંગળવારે સાંજે ડીઈઓ કચેરીનો ઘેરાવ કર્યો હતો. તેમણે સ્કૂલ શરૂ કરવાની લેખિત બાંયધરી માંગી હતી. જ્યારે આ બાંયધરી અપાશે ત્યારે જ સ્કૂલ કેમ્પસ છોડીશું તેવો હઠાગ્રહ પણ વાલીઓએ દાખવતાં એજ્યુકેશન ઈન્સ્પેક્ટર વિમલ શર્માએ આસપાસની સ્કૂલોમાં કેટલી જગ્યા છે તેની માહિતી અમે મંગાવી છે અને તમામ બાળકોના પ્રવેશની વ્યવસ્થા ગોઠવીશું.

આ પણ વાંચો : DPS Eastનાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ આખી રાત શાળાની બહાર જ વિતાવી

ડીપીએસ ઈસ્ટ પાસે સીબીએસઈ અને જીએસસીબીની માન્યતા હોવાથી તેમને કઈ સ્કૂલમાં સ્થળાંતર કરવું તે પ્રશ્ન સર્જાયો છે. ડીપીએસમાં પ્રાઈમરીમાં પણ સીબીએસઈ કોર્સ ચલાવાયો છે. આ વિવાદમાં બુધવારે એટલે આજે સીબીએસઈનાં અધિકારીઓ આવે અને તેમની સાથે ચર્ચા કર્યા પછી પ્રાઈમરીના બાળકોને ગુજરાત બોર્ડ કે સીબીએસઈ બોર્ડમાં પ્રવેશ અપાવવો તેનો નિર્ણય લેવાશે. આજે આ અંગે કોઇ મહત્વનો નિર્ણય આવી શકે છે.

આ પણ વાંચો : DPS: બાળકોનું ભવિષ્ય ધૂંધળું બનતા વાલીઓએ DEO ઓફિસનો ઘેરાવ કર્યો

આ વીડિયો પણ જુઓ : 
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर