Home /News /ahmedabad /CBIને મળી વધુ એક સફળતા, CGSTનો વધુ એક સુપરિન્ટેન્ડન્ટ એક લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

CBIને મળી વધુ એક સફળતા, CGSTનો વધુ એક સુપરિન્ટેન્ડન્ટ એક લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

આરોપી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

CBI: CBIએ છટકું ગોઠવીને આરોપીને ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓફિસ અને રહેણાંક પરથી અંદાજે 6.50 લાખ રોકડા અને ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને સુપરિન્ટેન્ડન્ટ, CGST (ઑડિટ), ઑડિટ સર્કલ-VI, ગાંધીધામ (ગુજરાત)ને એક લાખની લાંચ માંગવા અને સ્વીકારવા બદલ ધરપકડ કરી છે. અધિક્ષક, CGST (ઓડિટ), ઓડિટ સર્કલ-VI, ગાંધીધામ વિરુદ્ધ ફરિયાદી પાસેથી રૂપિયા 2.40 લાખના અનુચિત લાભની માગણીના આરોપો પર કેસ નોંધવામાં આવ્યો હતો અને કે મામલે ફરિયાદીને ઉક્ત લાંચ ચૂકવવાનું કહ્યું હતું જેથી કરીને તેને ઓડિટમાંથી બચાવી શકાય. આરોપીએ દર કન્ટેનર પેટે રૂપિયાની માંગણી કરી હતી.

આરોપી એક લાખની લાંચ લેતા ઝડપાયો


CBIએ છટકું ગોઠવીને આરોપીને ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખની લાંચ માંગતા અને સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓફિસ અને રહેણાંક જગ્યા પર સર્ચ કરવામાં આવ્યું હતું જેના કારણે તેના રહેણાંક જગ્યામાંથી અંદાજે 6.50 લાખ રોકડા અને ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીને આજે જ્યુરિડિક્શન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આરોપીએ આવી લાંચની રકમથી અન્ય કેટલી મિલકત વસાવી છે અને બેંકમાં કેટલા લોકરો અને દાગીના છે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ગત રવિવારે પણ CGSTના 2 અધિકારીઓ પણ લાંચ લેતા પકડાઈ ગયા હતા.

આ પણ વાંચો: દારૂના કેસમાં 65 હજારની માંગી લાંચ, ઘાટલોડિયાનો પોલીસ કર્મી લાંચ લેતા પકડાયો

સુપરિન્ટેન્ડન્ટ અને આસિસ્ટન્ટ કમિશનરની ધરપકડ


CBIએ CGSTના સુપરિન્ટેન્ડન્ટ અને એક આસિસ્ટન્ટ કમિશનરની ધરપકડ કરવામાં આવી હતી અને બન્ને 75,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આરોપીઓ દ્વારા વેપારી પાસેથી 1.5 લાખની માંગણી કરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને 75,000ની લાંચના કેસમાં CGST,અંકલેશ્વરના સુપરિન્ટેન્ડેન્ટ અને એક મદદનીશ કમિશનરની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે, આવા લાંચિયા અધિકારીઓ સામે સીબીઆઈ વારંવાર કાર્યવાહી કરી રહી છે અને તેમને જેલ હવાલે કરી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદે રંગ રાખ્યો! જાપાનના પ્રોફેસર અમદાવાદમાં હેરિટેજ વૉકથી પ્રભાવિત

CBIએ છટકું ગોઠવી કરી ધરપકડ


મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વરના સીજીએસટીના સુપરિન્ટેન્ડેન્ટ સામે લાંચ માંગવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો હતો. 75,000 રૂપિયા ફરિયાદી પાસેથી તેના અધિકારક્ષેત્ર દ્વારા મોડાસાથી વાપી સુધી માલના પરિવહન માટે લાંચ માંગવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આરોપીએ તેના અધિકાર ક્ષેત્રમાં માલસામાનની નિયમિત અવરજવર માટે માસિક દોઢ લાખના અનુચિત લાભની માંગણી કરી હતી. આથી સીબીઆઈએ છટકું ગોઠવ્યું અને સુપરિન્ટેન્ડેન્ટને અને અન્ય એક અધિકારીને લાંચ સ્વીકારતા રંગે હાથે પકડી પાડ્યા હતા. સીબીઆઈ બન્ને આરોપી દિનેશ કુમાર અને યશવંત કુમાર માલવિયાના ઘરની તપાસ કરી તો ત્યાંથી પણ રોકડ મળી આવી હતી.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime news, Bribe case, CBI Case, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन