Home /News /ahmedabad /

સસ્પેન્ડેડ IAS કે રાજેશ સામે થયેલી ચાર્જશીટમાં મોટો ખુલાસો, નકલી બિલ અંગે ઘટસ્ફોટ

સસ્પેન્ડેડ IAS કે રાજેશ સામે થયેલી ચાર્જશીટમાં મોટો ખુલાસો, નકલી બિલ અંગે ઘટસ્ફોટ

કે. રાજેશ (ફાઇલ તસવીર)

કે. રાજેશે પોતાના પદ, સત્તાનો દુરઉપયોગ કરીને સંપત્તિ (દુકાનો)ખરીદી લેવાનો પણ આરોપ, આ ચાર્જશીટમાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે

અમદાવાદ: સસ્પેન્ડેડ આઈએએસ ઓફિસર કે રાજેશ (K Rajesh) મામલે સીબીઆઈ (CBI) દ્વારા કરવામાં આવેલ ચાર્જશીટ (chargesheet)ની કોપી ન્યૂઝ 18 પાસે આવી છે. આ ચાર્જશીટમાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. ચાર્જશીટમાં કઈ રીતે ખોટા બિલો (duplicate bill) બનાવવામાં આવ્યા છે તે વાત પણ સામે આવી છે.

સીબીઆઇ દ્વારા ગુજરાતના આઈએએસ ઓફિસર કે રાજેશ (IAS officer K Rajesh) અને રફીક મેમણ નામના એક વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં કે રાજેશ દ્વારા હથિયાર લાયસન્સ આપવાના અવેજમાં ભ્રષ્ટાચાર, સરકારી જમીન/પ્લોટની ફાળવણી ખાનગી પાર્ટીને ઠરાવવી દેવાનો આરોપ, બિન ખેડૂતને ખેડૂત ખાતેદાર બનાવવા, સરકારી જમીનનું દબાણ નિયમિત કરવાની બાબતોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો તથા સુરતમાં ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે કે. રાજેશે પોતાના પદ, સત્તાનો દુરઉપયોગ કરીને સંપત્તિ (દુકાનો)ખરીદી લેવાનો આરોપ લાગ્યો છે.

મહત્વનું છે કે, સીબીઆઈ દ્વારા જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેમાં આરોપ છે કે કે રાજેશ અને તેનો મિત્ર રફીક મેમણ દ્વારા આ ખેલ કરવામાં આવ્યો છે.

વિગતવાર વાત કરીએ તો કે રાજેશ સામે મથુરભાઈ સાકરીયા નામના ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે તેમને હથિયારના લાઈસન્સ માટે 5 લાખ માંગવામાં આવ્યા હતા. જેની 4 લાખમાં ડીલ થઈ હતી. 3 લાખ રોકડ આપી દેવામાં આવ્યા હતા અને 1 લાખ માટે કે રાજેશ દ્વારા એક એકાઉન્ટ નંબર આપવામાં આવ્યો હતો. જેની એક ચિઠ્ઠીમાં નંબર લખવામાં આવ્યો હતો અને જેમાં મથુરભાઈએ રૂપિયા જમા કરાવ્યા હતા.જે રૂપિયા 49000 કરીને 2 વાર થયા હતા.

આ પણ વાંચો: પાણીદાર ગુજરાત: સરદાર સરોવરમાં 78.55 ટકા પાણીનો સંગ્રહ, 53 જળાશયો હાઇએલર્ટ પર

સીબીઆઈની તપાસમાં સામે આવ્યું કે, જે એકાઉન્ટ નંબરમાં રૂપિયા જમા થયા છે, તે સુરતના રફીક મેમણનું છે. એકાઉન્ટ 1997થી છે. જે જીન્સ કોર્નર નામની દુકાન ધરાવે છે. ચાર્જશીટમાં જાણવા મળ્યું છે કે, રફીક મેમણ દ્વારા 4 બિલો મથુરભાઈના નામે બનાવવામાં આવ્યા હતા. પરંતુ તપાસ કરતા સીબીઆઈને જાણવા મળ્યું કે જે બિલો બનાવવા માં આવ્યા છે તે બિલો નકલી છે. કારણ કે તે બિલો જૂના એટલે કે 2019 અને 21ના છે અને જે બિલો પરેશભાઈ અને પ્રફુલભાઈના નામે અને એક બિલ સરના નામે બનાવવામાં આવેલ છે.

સીબીઆઈએ પ્રફુલભાઈ અને પરેશભાઈની સાથો સાથ તેમના સગા, જે જેતે સમયે કપડાં લેવા ગયા હતા એવા જયેશભાઈનું પણ નિવેદન લીધું છે અને તેમણે આ સમાન ખરીદી કર્યાનું સ્વીકાર કર્યું છે. મહત્વનું છે કે, ચાર્જશીટમાં ગુજરાત એસીબીમાં જે અરજી થઈ છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ અસલી બિલોની માહિતી પણ ચાર્જશીટમાં નાખી છે. સાથે જ રફીક અને કે રાજેશે છેલ્લે વોટ્સએપ કોલ પર એક મિનિટ કરતાં વધુ સમય વાત કરી હતી, તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Latest News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन