Home /News /ahmedabad /CGSTના સુપરિન્ટેન્ડન્ટ અને આસિસ્ટન્ટ કમિશનર 75,000 ની લાંચ લેતા પકડાયાં, બન્નેની ધરપકડ

CGSTના સુપરિન્ટેન્ડન્ટ અને આસિસ્ટન્ટ કમિશનર 75,000 ની લાંચ લેતા પકડાયાં, બન્નેની ધરપકડ

સીબીઆઈ બન્ને આરોપીઓના બેંક ખાતા સહિત અન્ય તપાસ પણ કરશે (પ્રતિકાત્મક તસવીર)

સીબીઆઈએ છટકું ગોઠવ્યું અને સુપરિન્ટેન્ડેન્ટને અને અન્ય એક અધિકારીને  લાંચની માંગણીને સ્વીકારતા રંગે હાથે પકડી પાડ્યા છે. વેપારી પાસેથી 1.5 લાખની માંગણી કરી હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને રૂ. 75,000 ની લાંચના કેસમાં CGST, અંકલેશ્વર (ગુજરાત) ના સુપરિન્ટેન્ડેન્ટ અને એક મદદનીશ કમિશનરની ધરપકડ કરી છે. મહત્વ નું છે કે, આવા લાંચિયા અધિકારીઓ સામે સીબીઆઈ વારંવાર કાર્યવાહી કરી રહી છે અને તેમને જેલ હવાલે કરી રહી છે.

અંકલેશ્વરના સીજીએસટીના સુપરિન્ટેન્ડેન્ટ સામે 75,000/- લાંચ માંગવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો હતો.  ફરિયાદી પાસેથી તેના અધિકારક્ષેત્ર દ્વારા મોડાસાથી વાપી સુધી માલના પરિવહન માટે લાંચ માંગવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આરોપીએ તેના અધિકાર ક્ષેત્રમાં માલસામાનની નિયમિત અવરજવર માટે માસિક રૂ. 1.5 લાખના અનુચિત લાભની માંગણી કરી હતી. સીબીઆઈએ છટકું ગોઠવ્યું અને સુપરિન્ટેન્ડેન્ટને અને અન્ય એક અધિકારીને  લાંચની માંગણીને સ્વીકારતા રંગે હાથે પકડી પાડ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 52 જગ્યાએ સેલ્ફી બુથ મુકાયા

સીબીઆઈ બન્ને આરોપી દિનેશ કુમાર અને યશવંત કુમાર માલવિયાના ઘરની તપાસ કરી તો ત્યાંથી પણ રોકડ મળી આવી છે. બંને આરોપીઓના ઘરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને જેમાં રૂપિયા 1.97 લાખ પણ મળી આવ્યા છે. પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 14.11.2022 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:  ભાજપથી નારાજ મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી આપી દીધું રાજીનામું

સીબીઆઈ બન્ને આરોપીઓના બેંક ખાતા સહિત અન્ય તપાસ પણ કરશે અને હાલ બન્ને આરોપીઓની તપાસ ચાલુ છે અને આ લોકો આ સિવાય અન્ય કેટલાક લોકો પાસેથી આવી રીતે રૂપિયાની કમાણી કરી છે અને આ લોકો સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
" isDesktop="true" id="1283313" >



સાથો સાથ આ લોકો આવી રીતે રૂપિયા મેળવીને કોઈ મિલકત વસાવી છે કે કેમ તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવશે. મહત્વની વાત છે કે, સીબીઆઈની આ કાર્યવાહીથી ચકચાર મચી ગઈ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Elections, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन