Home /News /ahmedabad /બેંક એકાઉન્ટ ધારકો માટે ચેતવણીરૂપ કિસ્સો, પાનકાર્ડ અપડેટ કરવાનો આવ્યો મેસેજ, લીંક ખોલી તો...
બેંક એકાઉન્ટ ધારકો માટે ચેતવણીરૂપ કિસ્સો, પાનકાર્ડ અપડેટ કરવાનો આવ્યો મેસેજ, લીંક ખોલી તો...
ફેક મેસેજથી રહો સાવધાન
Fake Pan card Update Message: એસ.બી.આઇ બેંક એકાઉન્ટ ધારકને પાનકાર્ડ અપડેટ નહીં કરે તો બેંક એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે તેવો મેસેજ કરીને એક લીંક મોકલવામાં આવી હતી. જો કે ફરિયાદીએ આ લીંક પર પાનકાર્ડ અને આધારકાર્ડ અપડેટ કરીને ઓટીપી નાંખતા તેમના એકાઉન્ટ માંથી રૂપિયા 1 લાખ 51 હજાર ઉપડી ગયા છે.
અમદાવાદ: બેંક એકાઉન્ટ ધારકો માટે ચેતવણીરૂપ કિસ્સો સાણંદમાં પ્રકાશમાં આવ્યો છે. એસ.બી.આઇ બેંક એકાઉન્ટ ધારકને પાનકાર્ડ અપડેટ નહીં કરે તો બેંક એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે તેવો મેસેજ કરીને એક લીંક મોકલવામાં આવી હતી. જો કે ફરિયાદીએ આ લીંક પર પાનકાર્ડ અને આધારકાર્ડ અપડેટ કરીને ઓટીપી નાંખતા તેમના એકાઉન્ટ માંથી રૂપિયા 1 લાખ 51 હજાર ઉપડી ગયા છે.
પાનકાર્ડ અપડેટ કરવા માટે આવ્યો હતો મેસેજ
સાણંદમાં રહેતા પ્રદીપકુમાર પટેલ ના મોબાઇલ ફોન પર એક એસ.એમ.એસ આવ્યો હતો કે તમારૂ પાનકાર્ડ અપડેટ કરો નહીં તો તમારૂ એસ.બી.આઇ એકાઉન્ટ આજે બ્લોક કરવામાં આવશે અને મેસેજમાં નીચે લીંક આપવામાં આવી હતી. જો કે ફરિયાદીને લોનનો હપ્તો કપાવવાની તારીખ નજીકમાં હોય અને બેંન્ક એકાઉન્ટ બ્લોક થઇ જશે તો પેનલ્ટી ભરવી પડશે તેમ વિચારીને મેસેજમાં આપેલ લીંક પર ક્લીક કર્યું હતું. જેમાં પાનકાર્ડ નંબર નાખવા જણાવતા તેમણે પાનકાર્ડ નંબર નાખ્યો હતો.
બાદમાં તેમના ફોનમાં એક ઓ.ટી.પી આવ્યો હતો. જે ઓ.ટી.પી નાંખતાં જ આધારકાર્ડ નંબર નાખવા જણાવ્યુ હતું. જો કે ફરિયાદએ આધારકાર્ડ નંબર નાંખતા ફરીથી ઓટીપી આવ્યો હતો. જે ઓટીપી નાંખ્યા બાદ થોડી વારમાં ફરિયાદી પર એક ફોન આવ્યો હતો. જેમાં તેમને જણાવ્યું હતું તમારી સાથે ઓનલાઇન ફ્રોડ થયેલ છે. જેથી ફરિયાદીએ તેમનું બેંક એકાઉન્ટ બંધ કરવા માટે કહ્યું હતું. પરંતુ થોડી બાર બાદ ફરીથી કોઇ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તમારુ કે વાય સી અપડેટ થયેલ નથી. જેથી ફરીતી લીંક ઉપર ક્લીક કરીને પાનકાર્ડ, આધારકાર્ડ અને ઓટીપી નાંખવા માટે જણાવેલ, જો કે ફરિયાદી પાસે છેતરપિંડી થઇ હોવાનું જાણવા મળતા તેમણે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
હાલમાં અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસએ આ અંગે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો તમારા ફોનમાં આવો કોઈ મેસેજ આવે જેમાં આ પ્રકારના કોઈ લીંક આપેલી હોય તો સાવચેત રહેવું અનિવાર્ય છે. નહીં તો તમારા ખાતામાંથી પણ પૈસા ઉપડી શકે છે. જેથી આવા કેસમાં સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે.