Home /News /ahmedabad /

Ahmedabad: અમદાવાદમાં હવે દારૂ માટે નહીં પરંતુ પશુ ચોરી માટે કારમાં ખાસ ખાનું, પોલીસ પણ ચોંકી!

Ahmedabad: અમદાવાદમાં હવે દારૂ માટે નહીં પરંતુ પશુ ચોરી માટે કારમાં ખાસ ખાનું, પોલીસ પણ ચોંકી!

કારમાં ચોર ખાનું

Ahmedabad crime News: આરોપીઓ કારમા છુપુ ખાનુ તૈયાર કરીને પશુઓની ચોરી કરી કતલ કરી હેરાફેરી કરતા હતા. પોલીસે બનાવેલી ખાસ ચેકપોસ્ટ પર ચેંકીગ દરમ્યાન આ ગેંગ ઝડપાઈ ગઈ હતી.

અમદાવાદ: અમદાવાદના  (Ahmedabad) સરખેજમા (sharkhej) બકરી ઈદ (bakri eid) પહેલા પશુઓની ચોરી (cattle theft) કરતી ટોળકીના બે આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓ કારમા છુપુ ખાનુ તૈયાર કરીને પશુઓની ચોરી કરી કતલ કરી હેરાફેરી કરતા હતા. પોલીસે બનાવેલી ખાસ ચેકપોસ્ટ પર ચેંકીગ દરમ્યાન આ ગેંગ ઝડપાઈ ગઈ હતી. જ્યારે બે આરોપી પોલીસને જોઈ ફરાર થઈ જતા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

સરખેજ પોલીસની કસ્ટડીમા જોવા મળતા આરોપી આદમ પટેલ અને મોહમંદ ઉવેશ શેખ પશુઓની ચોરી કરવા નીકળ્યા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.. બકરી ઈદ હોવાથી પશુઓની ચોરીનુ પ્રમાણ વધતુ હોય છે જેથી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમ્યાન ફતેહવાડી સફવાન પાર્ક નજીક પોલીસને જોઈને જીજે.01.જીએ.1544 નંબરની આઈ 20 કારનો ચાલક રિવર્સ લઈને ભાગવાનો પ્રયાસ કરતા ઈલેકટ્રીક ડીપી સાથે અથડાયા હતા.

અને બે આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા જયારે બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે તપાસ કરતા આ આરોપીઓ પશુઓની ચોરી કરવા આવ્યા હોવાનું એમ ડિવિઝન એસીપી એસ ડી પટેલ એ જણાવ્યું છે.

આરોપીઓએ કારને એવી મોડીફાય કરી હતી કે જેમાં પશુઓ ચોરી કરી છુપા ખાનામાં લઇ જઇ શકે. જેથી પશુઓની ચોરી કરીને સરળતાથી હેરાફેરી પણ કરી શકાય..પોલીસે એકલવ્ય સોફટવેરમા આ કારનો નંબર  ચેક કર્યો તો આ નંબર અન્ય કારનો હતો. જયારે પકડાયેલી કારનો નંબર જીજે.27.બીએસ.0130 હોવાનુ ખુલ્યુ હતુ.. જેથી આરોપીઓ પોલીસથી બચવા નંબર પ્લેટ બદલીને પશુઓની ચોરી કરતા હતા.

આ પણ વાંચોઃ-Gujarat corona: ગુજરાતમાં આજે કોરોના વાયરસના ક્યાં કેટલા કેસ નોંધાયા?

આ ઉપરાંત આરોપીઓ પાસેથી પ્લાસ્ટીકની રસીઓ, વાસની લાકડીઓ, લોખંડની પાઈપો અને છરીઓ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હોવાનું સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ વી એ દેસાઈએ જણાવ્યું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદ: નોકરિયાત વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્કૂલ વાન ચાલકે કર્યું ગંદુકામ

પશુઓની ચોરી કરતી ટોળકીના સહેજાદ કલ્યાણી અને જહીરઅબ્બાસ મોમીન નામના બે આરોપી ફરાર હોવાથી પોલીસે આ વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે.. જયારે આ ટોળકી કેટલા સમયથી પશુઓની ચોરી કરે છે અને અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે મુદ્દે તપાસ શરૂ કરી છે. પણ બકરી ઈદ પહેલા આ રીતે પશુઓની ચોરી અને ગેરકાયદે કતલ ખાના પર રોક લગાવવા સરખેજ પોલીસે અલગ અલગ ચેકપોસ્ટ બનાવી એક ટીમને સ્પેશ્યલ આ કામે લગાવી ખાસ કામગીરી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन