Home /News /ahmedabad /Ahmedabad: ખાનગી હોસ્પિટલોને સરકારી વીમા કંપનીઓ સાથે ફરી વાંકુ પડ્યું, કેશલેસ સુવિધા સ્થગિત

Ahmedabad: ખાનગી હોસ્પિટલોને સરકારી વીમા કંપનીઓ સાથે ફરી વાંકુ પડ્યું, કેશલેસ સુવિધા સ્થગિત

ખાનગી હોસ્પિટલો અને સરકારી વીમા કંપનીઓ વચ્ચે ચાલતી તું તું મેં મેં નો ભોગ દર્દીઓ અને તેઓના સગાને બનવું પડશે. 

પેટા : આગામી 8 ઓગસ્ટથી 15 ઑગસ્ટ સુધી કેશલેસ સુવિધાઓ સ્થગિત કરાઈ

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (Hospitals and Nursing Homes Association) સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલોને ફરી વાર સરકારી મેડીકલેઇમ (Govt Mediclaim)ની સુવિધા આપતી કંપનીઓ સાથે વાંકુ પડ્યું છે. અનેક એવા પ્રશ્નો છે જેનું નિરાકરણ આ કંપનીઓ લાવતી નથી, જેના કારણે આ સરકારી કંપનીઓની કેશલેસ સુવિધા સ્થગિત કરવાનું એલાન કર્યું છે એટલે એનો સીધો મતલબ એ થયો કે જો આપની પાસે સરકારી કંપનીનો મેડીકલેઇમ હશે તો પણ આગામી 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી કેશલેસ સુવિધાઓ સ્થગિત કરાઈ હોવાથી તેનો લાભ નહીં મળે.

આમ ફરી એકવાર ખાનગી હોસ્પિટલો અને સરકારી વીમા કંપનીઓ વચ્ચે ચાલતી તું તું મેં મેં નો ભોગ દર્દીઓ અને તેઓના સગાને બનવું પડશે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી અસંખ્યવાર જાહેર ક્ષેત્રની વિમા કંપનીઓને રજુઆત કરવા છતાં પ્રશ્નનો નિવેડો નહીં આવતા, આ કંપનીઓના આરોગ્યવિમા ધારકોની કેશલેસ સુવિધા  08-08-2022 થી 15-08-2022 સુધી સ્થગિત કરવામાં આવશે.

આ પણ વાંચો- અમદાવાદમાં રિટાયર્ડ કર્નલની આ હાલત, છેલ્લા 1 મહિનાથી પાણી વચ્ચે જિંદગી જીવવા મજબૂર

જાહેરક્ષેત્રની વિમા કંપનીઓ જેમના આરોગ્ય વિમા ધારકોને કેશલેસ સુવિધા સ્થગિત કરવામાં આવશે તેમાં ધી ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લી., નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લી.,  યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લી., તેમજ ધી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લી.નો સમાવેશ થાય છે. આહના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉત્તરોત્તર સમસ્યાઓ ઘટવાને બદલે વધી રહી છે. આ ઈન્સ્યોરન્સ કંપનીઓના પ્રતિભાવથી એવું જણાઈ રહ્યું છે કે તેમને હોસ્પિટલો કે તેમના વિમા ધારકો માટે કંઈ પડી નથી.

આહના દ્વારા દર્દીઓને સારી સુવિધાઓ મળે તે બાબતે વારંવાર રજુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા હોસ્પિટલો સાથે કરેલ એમઓયુમાં છેલ્લાં ઘણા વર્ષોથી ચાર્જમાં કોઈ રિવિઝન કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત  અન્ય કેટલાક પ્રશ્નો છે જેની રજુઆત વારંવાર કરવામાં આવી છે. જેમાં કેટલાંક સર્જરી તેમજ પ્રોસીજર માટે ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ફીક્સ ચાર્જીસ ( PPN) નક્કી કરવામાં આવ્યા છે આમાં ડાયાબીટીસ, હૃદયરોગ જેવી કો-મોર્વિડીટીને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી.

આ પણ વાંચો- વિસનગરમાં 14 વર્ષની સગીરા ખુલ્લી ગટરમાં ખાબકી, 2 કલાકના રેસ્ક્યુ બાદ લોકોએ બહાર નીકાળી

આ ઉપરાંત ચાર્જીસ ખુબ ઓછા લેવાથી ક્વોલીટી સારવાર આપી શકાય તેમ નથી. જે હોસ્પિટલોના ચાર્જ છેલ્લા કેટલાક વર્ષોથી રીવાઈઝ કરવામાં આવ્યા નથી તે ચાર્જીસ હેલ્થ ઈન્ફેક્શન ઈન્ડેક્ષ પ્રમાણે 6 % દર વર્ષે પ્રમાણે વધારી આપવામાં આવે. દર્દીઓને રીઈમ્બર્સમેન્ટમાં પડતી તકલીફોનું નિવારણ કરવામાં આવે. તેમજ કોમ્પલેક્ષ સર્જરીમાં ઈક્વિપમેન્ટના ચાર્જીસ કાપી લેવા, એડવાન્સ નિદાન માટેના ચાર્જીસ કાપી લેવા, કેન્સર જેવા રોગોની લેટેસ્ટ સારવારના પૈસા કાપી લેવા, ક્લેઈમ માટે બિનઆવડત ધરાવતા સ્ટાફ દ્વારા બિનજરૂરી સવાલ ઉભા કરી વિમાના પૈસા ચુકવણીમાં વિલંબ કરવો, આ ઉપરાંત હોસ્પિટલોના ક્લેઈમ્સમાં પણ ખોટા પૈસા કાપી નાખવામાં આવે છે.

હોસ્પિટલ એમ્પેન્સમેન્ટમાં પારદર્શકતાનો આભાવ છે. તેમજ  તમામ હોસ્પિટલોને નેટવર્કમાં સામેલ કરવાની માંગણી આહના દ્વારા કરવામાં આવેલ છે. જો આહનાના આ પગલાં  બાદ પણ કોઈ ઉપાય નહીં આવે તો હજુ લાંબા સમય સુધી કેશલેસ સ્થગિત કરવાની આહનાએ ચિમકી ઉચ્ચારી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gujarati news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन