Home /News /ahmedabad /ડાયાબિટીસના લીધે કિડની ફેલ થવાના કિસ્સા વધ્યા, ગુજરાતમાં 6 હજારથી વધુ દર્દી

ડાયાબિટીસના લીધે કિડની ફેલ થવાના કિસ્સા વધ્યા, ગુજરાતમાં 6 હજારથી વધુ દર્દી

ડાયાબિટીસના લીધે કિડની ફેલ થવાના કિસ્સા વધ્યા

Diabetes: કિડનીની બિમારી ધરાવતા દર્દીઓમાં 40 ટકા દર્દીઓ ડાયાબિટીસ ધરાવતા હોવાનું સામે આવ્યું, ત્યારે ડાયાબિટીસના કારણે કિડની ફેલ થવાના કેસમાં પણ વધારો થયો છે

અમદાવાદ: અમદવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ડાયાબિટીસ એક સાયલન્ટ કિલર તરીકે જોવા મળી રહ્યો છે. બદલાતી લાઈફ સ્ટાઈલના કારણે ડાયાબિટીસના કેસ તો વધી રહ્યાં છે. પરંતુ સાથે સાથે ડાયાબિટીસના કારણે કિડની ફેઈલ થવાના કિસ્સાઓમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. જે પ્રકારે ગુજરાત ડાયાબિટીસના મામલામાં કેપિટલ બની રહ્યું છે, ત્યારે ડાયાબિટીસના કારણે કિડની ફેલ થવાના કેસમાં પણ વધારો થયો છે.

અમદાવાદમાં અંદાજે 6 હજારથી વધુ દર્દીઓ કિડની ફેઈલ્યોરથી પીડિત

અમદાવાદમાં અંદાજે 6 હજારથી વધુ દર્દીઓ કિડની ફેઈલ્યોરથી પીડાઈ રહ્યાં છે.  સમગ્ર વિશ્વમાં 14 નવેમ્બર ડાયાબિટીસ ડે તરીકે મનાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ડાયાબિટીસને કેવી રીતે અટકાવી શકાય તે માટે તબીબી નિષ્ણાતો અનેક ઉપાયો સુચવી રહ્યાં છે. પરંતુ તેમ છતાં ડાયાબિટીસ મામલે ગુજરાત અને અમદાવાદ કેપિટલ બની ગયા છે. એ જ કારણ છે કે ગુજરાતમાં અંદાજે 40થી 50 લાખ લોકો ડાયાબિટીસ ધરાવે છે. જ્યારે અમદવાદમાં તે આંક 10થી 12 લાખનો છે.

આ પણ વાંચો: આટલું કરવાથી ડાયાબિટીસ થતો અટકાવી શકાય? જાણો શું કહી રહ્યા છે ડૉક્ટર

કિડનીની બિમારી ધરાવતા દર્દીઓમાં 40 ટકા દર્દીઓ ડાયાબિટીસ ધરાવે છે

ડોક્ટર્સના મતે કિડનીની બિમારી ધરાવતા દર્દીઓમાં 40 ટકા દર્દીઓ ડાયાબિટીસ ધરાવે છે. કિડની હોસ્પિટલની વાત કરવામાં આવે તો અહીં દર મહિને 25 હજાર અને દર વર્ષે 3 લાખથી વધુ ડાયાલિસિસ થાય છે. ગુજરાતમાં ડાયાલિસિસ 6થી સાડા  6 હજાર દર્દીઓ ડાયાલિસિસ કરાવે છે. એનો મતલબ એ થયો કે 6 હજારથી દર્દીઓ કિડની ફેલ થવાનો સામનો કરી રહ્યાં છે.

મોડું કરવામાં આવે તેટલા કોમ્પલિકેશન વધી જાય છે

ડાયાલિસિસના આ આંકમાં દર વર્ષે  20થી 25 ટકાનો ઉમેરો થઈ રહ્યો છે. આના કારણે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જરુરિયાત વાળા દર્દીઓનું વેઈટીંગ લિસ્ટ વધી રહ્યું છે, ત્યારે ડાયાબિટીસને વધતો અટકાવવો જરુરી છે. જેને લઈ વર્તમાન સમયમાં બદલાતી જતી લાઈફ સ્ટાઈલના કારણે દરેક વ્યક્તિએ રેગ્યુલર હેલ્થ ચેક અપ કરાવતા રહેવું જોઈએ. સુગર લેવલ જરા પણ વધારે જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. કારણ કે ડાયાબિટીસના કિસ્સામાં વહેલુ નિદાન કરવામાં આવે તો તેનાથી સાજા થવાની શક્યતા વધારે છે. આવા કિસ્સામાં જેટલું મોડું કરવામાં આવે તેટલા કોમ્પલિકેશન વધી જાય છે અને ધીરે-ધીરે ડાયાબિટીસ કિડની ફેલ થવાની શક્યતાઓ વધી જાય છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Diabetes care, Gujarat News

विज्ञापन
विज्ञापन