Home /News /ahmedabad /Cardiac Arrest In Winter: શિયાળામાં આમણે ખાસ ધ્યાન રાખવું, હાર્ટ અટેકનો રહેલો છે ખતરો
Cardiac Arrest In Winter: શિયાળામાં આમણે ખાસ ધ્યાન રાખવું, હાર્ટ અટેકનો રહેલો છે ખતરો
ઠંડીમાં હાર્ટ અટેકનું જોખમ
Cardiac Arrest and Cold: શિયાળામાં ઠંડી વધવાથી તેની સૌથી ખરાબ અસર વૃદ્ધો અને બાળકો પર પડતી હોય છે. આવામાં વૃદ્ધ વ્યક્તિને ઠંડી દરમિયાન હાર્ટ અટેક આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને એક્સપર્ટે ખાસ સલાહ પણ આપી છે.
અમદાવાદઃ રાજકોટમાં વિદ્યાર્થિનીનું મોત થયા બાદ રાજ્યભરમાં એ ચર્ચાનો વિષય બન્યો છે, સ્વેટર, સ્કૂલનો સમય વગેરે મુદ્દા પર ચર્ચાઓ થઈ રહી છે. આવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વાસ્થ્ય વિભાગ મુજબ શિયાળા દરમિયાન મૃત્યુ આંક વધે છે. પાછલા કેટલાક વર્ષોમાં બાકી મહિનાઓ કરતા શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાના કારણે થયેલા મોતના આંકડામાં વધારો થયો છે. જેમાં સિનિયર સિટીઝનને સૌથી વધુ અસર થાય છે, આ સિવાય જેઓ ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે તેમના પર પણ ઠંડીની માઠી અસર થતી હોય છે. ડૉક્ટર જણાવે છે કે તેમણે સવારમાં પડતી ઠંડીથી બચીને રહેવું જોઈએ.
શિયાળા દરમિયાન થતા મોતના કેસોમાં થતા મોતનો આંકડો ઊંચો આવી જાય છે. કોર્પોરેશનના સ્વાસ્થ્ય વિભાગમાં નોંધાયેલા આંકડા પ્રમામે શિયાળા સિવાયની ઋતુ દરમિયાન 2500-2700 લોકોના મહિના દરમિયાન મોત થતા હોય છે. જોકે, કોર્પોરેશન આ આંકડો સ્માશાનગૃહમાં નોંધાતી એન્ટ્રીના આધારે રજૂ કર્યા છે. જ્યારે તેમાં અગિયારી સહિત અન્ય મોતના આંકડાનો ઉલ્લેખ નથી.
અમદાવાદ મિરરના રિપોર્ટ્સમાં રજૂ કરાયેલી વિગતો પ્રમાણે "વર્ષ 2018માં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં 5923 લોકોના મોત થયા છે, જ્યારે 2019માં 6439ના મોત થયા હતા. જાન્યુઆરી 2020માં 3335 મોત થયા છે, ડિસેમ્બર 2022માં 2795 મોત થયા છે અને જાન્યુઆરી 2023ની 18 સુધીમાં 1913 ના મોત થયા છે."
જ્યાં જણાવવામાં આવ્યું છે કે શિયાળ દરમિયાન થનારા મોતના આંકડાને ધ્યાનમાં લેવો જોઈએ. શિયાળા દરમિયાન થતા વધુ મોતને ધ્યાનમાં રાખીને ધૂમ્મસવાળા દિવસો દરમિયાન "કોલ્ડ એક્શન પ્લાન" બનાવવો જોઈએ.
આ અંગે રિપોર્ટમાં જનરલ ફિઝિશિયન ડૉક્ટર ભાર્ગવ પટેલ જણાવે છે કે, "શિયાળો હંમેશા જોખમી હોય છે, ખાસ કરીને સિનિયર સિટીઝન માટે વધુ જોખમી હોય છે. આ સિવાય જે લોકો અસ્થમાથી પીડાય છે તેમના માટે પણ આ સમય ગંભીર હોય છે. તેમણે સવારમાં વહેલા શિયાળા દરમિયાન ચાલવા જવાનું ટાળવું જોઈએ. આ સિવાય સાઈકલિંગ અને ચાલવાની કસરત કાર્ડિયોલોજીસ્ટ (હૃદયરોગના નિષ્ણાંત) પાસેથી સલાહ લઈને કરવી જોઈએ."