બનાસકાંઠા : થરાદ ધાનેરા હાઇવે બાઇક ચાલકને બચાવવા જતા કારે પલટી મારી દીધી છે. સદનસીબે, આઅકસ્માતમાં કોઇને પણ જાનહાની નથી થઇ. કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે, બાઇક પર જતા વ્યક્તિ કે કારમાં બેઠેલા વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી નથી.
આ અંગે મળતી માહિચી પ્રમાણે, થરાદ-ધાનેરા હાઇવે પર પૂરપાર જતી કારે પલટી ખાઇ ગઇ હતી. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. બાઇક ચાલકને બચાવવા જતા આ કાર પલટી ખાઇને રસ્તાની એક બાજુ જતી રહી હતી.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા અમીરગઢ તાલુકાના જોરાપુરા પાટિયા પાસે એક કાર ચાલકે પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.
અમીરગઢ તાલુકાના જોરાપુરા પાટિયા નજીક એક રાજસ્થાન તરફથી આવી રહેલી કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. કાર પલટી મારતા જ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર નીકળ્યા હતા. જેમાં કાર ચાલક સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર