રુત્વીજ સોની, અમદાવાદ: રાજ્યમાં રોજે-રોજ રોડ અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અનેક લોકો કમોતે મોતને ભેટી રહ્યા છે, તેમાં ચોમાસામાં રોડ-રસ્તાની ખરાબ પરિસ્થિતિને પગલે ત્રણ મહિનાથી અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વદારો જોવા મળી રહ્યો છે. આવી જ ભયાનક અકસ્માતની ઘટના અમદાવાદ શહેરમાં સામે આવી છે. આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. આ અકસ્માતમાં એક મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના હાંસોલ વિસ્તારમાં એરપોર્ટ નજીક બની હતી, જેમાં કાર ચાલકે મહિલાને અડફેટે લીધી હતી, જેમાં મહિલા કારની ટક્કરે હવામાં ફંગોળાઈ બીજી કાર સાથે ટકરાઈ જેમાં મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી, અકસ્માત સર્જનાર કાર ચાલકને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, હાંસોલ વિસ્તારમાં એરપોર્ટ નજીક ગઈકાલે મોડી સાંજે એક ફૂલ સ્પીડે આવી રહેલી કારે રાહદારી મહિલાને અડફેટે લીધી હતી, મહિલા લગભગ 15 ફૂટ જેટલી હવામાં ફંગોળાઈ સામેથી આવતી અન્ય કાર સાથે ટકરાઈ રોડ પર પડી હતી. કાર ચાલકે મહિલાને ટક્કર માર્યા બાદ સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દેતા અન્ય એક કાર અને સ્કૂટર ચાલકને ઝપેટામાં લીધા હતા. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
અકસ્માતનો વિચલીત VIDEO
અમદાવાદ : હાંસોલ Car Accident CCTV Video: મહિલા ફંગોળાઈ બીજી કારને ભટકાતા કરૂણ મોત pic.twitter.com/K1X8T4dAu2
આ ઘટના બાદ સ્થાનિકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા, ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે મહિલાને તુરંત 108ની મદદથી મહિલાને હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત થઈ ગયું હતું. પોલાસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી કારચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રાહદારી મહિલા રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક યમરાજ બનીને આવેલી કાર પાછળથી ફૂલ સ્પીડે ટક્કર મારે છે, ટક્કર એટલી જબરદસ્ત છે કે, મહિલા હવામાં ઊંચે સુધી ફંગોળાઈ સામેથી આવતી કાર પર પડી રોડ પર પટકાય છે. ત્યારબાદ બંને કાર વચ્ચે ટક્કર થાય છે, અને સામેથી આવતી કારની પાછળ આવી રહેલ ટૂ-વ્હીલર ચાલક પણ નીચે પડી જાય છે. આ ઘટનામાં સામેથી આવી રહેલી કારને પણ નુકશાન પહોંચે છે.