Home /News /ahmedabad /સીએના વ્યવસાયનો વિકાસ વધ્યો, 2022માં ભારતમાં 2022માં એવરેજ પેકેજ 12.5 લાખ

સીએના વ્યવસાયનો વિકાસ વધ્યો, 2022માં ભારતમાં 2022માં એવરેજ પેકેજ 12.5 લાખ

સીએના વ્યવસાયનો વિકાસ વધ્યો

Ahmedabad: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા સીઈઓ અને સીએફઓની રાઉન્ડ ટેબલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડ ટેબલ મીટિંગમાં અમદાવાદના 275થી વધુ ખ્યાતનામ સીએ તેમજ સીઈઓ અને સીએફઓએ ભાગ લીધો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા સીઈઓ અને સીએફઓની રાઉન્ડ ટેબલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડ ટેબલ મીટિંગમાં અમદાવાદના 275થી વધુ ખ્યાતનામ સીએ તેમજ સીઈઓ અને સીએફઓએ ભાગ લીધો હતો. સીઈઓ અને સીએફઓની મીટિંગને સંબોધન કરતાં આઈસીએઆઈના વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેન તલાટીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સીએની ભૂમિકા માત્ર એકાઉન્ટિંગ અને ઓડિટીંગ પૂરતી સિમિત નથી રહી. મિટીંગમાં હાજર રહેલા સીઈઓ અને સીએફઓને સફળ બનવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આવતા ટેકનોલોજીકલ ફેરફારોને અનુસરી તમારુ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માર્ગદર્શન આપ્યું હતું.

સમગ્ર વિશ્વમાં સૌથી વધારે નવયુવાનો ભારતમાં


ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે સીએની વ્યાપક માંગ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવનારો સમય ઘણો બદલાવ લાવશે તેને અનુસરી આપણે ડીજીટલી અને ટેક્નોલોજીકલ સાધનોના ઉપયોગથી આપણાં લક્ષ્યાંકને જરૂર પ્રાપ્ત કરી શકીશું. સીએ રણજીતકુમાર અગ્રવાલ, ચેરમેન સીએમઆઈ&બી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં સૌથી વધારે નવયુવાનો ભારતમાં છે. વર્તમાન સમયમાં ભારત ડિફેન્સ, ફાર્મા અને કૃષિ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે અને સ્વાવલંબી બની રહ્યું છે. સાથોસાથ ભારતનો ઔદ્યોગિક વિકાસ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જેથી આવનારા સમયમાં ભારત અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સીએની વ્યાપક માંગ કોર્પોરેટ ક્ષેત્રમાં રહેશે.

આ પણ વાંચો: લગ્ન પહેલા યુવક તેના બનેવીના કારણે પહોંચ્યો મરણ પથારી પર

સમયની સાથે સીએફઓએ તેમની ભૂમિકા બદલવી જરૂરી


વર્ષ 2022માં સમગ્ર ભારતમાં થયેલા સીએ કેમ્પસમાં એવરેજ પેકેજ 12.5 લાખનું રહ્યું છે. જે સીએના વ્યવસાયનો વિકાસ બતાવે છે. આ પ્રસંગે સીએ સુરેશચંદ્ર જૈન ગૃપ હેડ ફાયનાન્સ મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ અદાણીએ જણાવ્યું હતું કે, કોઈપણ કોર્પોરેટ ક્ષેત્રમાં સીએફઓના બ્રેઈન વગર કંપનીની સફળતા શક્ય નથી. વર્તમાન સમયમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધની વ્યાપક અસર યુરોપ સહિત ઘણાં બીજા દેશોની ઈકોનોમીને થઈ છે. ભારત પણ આમાંથી બાકાત નથી. પરંતુ આપણે ડિઝીટલાઈઝેશન અને ટેકનોલોજીથી પરિચિત રહી બદલાતા સમયની સાથે સીએફઓએ તેમની ભૂમિકા બદલવી પડશે.

દેશના ઘડતર માટે સીએ કામગીરી મહત્વની: સુરેશચંદ્ર જૈન


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયના ભારતનાં નવયુવાન સીએફઓ નિયમનુસાર કંઈપણ કરવા સક્ષમ છે. સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર અને કાર્યક્રમના ચીફ કો-અર્ડિનેટર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે, ભારતના ઔદ્યોગિક વિકાસ પાછળ સફળ સીઈઓ અને સીએફઓનો હાથ છે. જે શહેરોમાં સીએની સંખ્યા વધારે છે તે રાજ્યનો ગ્રોથ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. એટલે જ દેશના જે રાજયોમાં સીએની સંખ્યાખૂબ જ ઓછી છે અથવા નહીવત છે તેવા ક્ષેત્રોમાં આઈસીએઆઈ સીએના અભ્યાક્રમને પ્રમોટ કરી રહી છે.

આ પણ વાંચો: ચૂંટણી પંચ દ્વારા સીદી સમાજના મતદારો માટે કરાઈ વિશેષ વ્યવસ્થા, જાણો કયાંથી આવ્યા આ લોકો?

નવયુવાન સીઈઓ અને સીએફઓની ભૂમિકા નિર્ણાયક


આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું કે, વિશ્વ બેંક ગૃપે સમગ્ર વિશ્વને 2030 સુધીમાં બે લક્ષ્યાંક આપ્યા છે. અત્યંત ગરીબીનો અંત લાવો અને વહેંચાયેલ સમૃદ્ધિને પ્રોત્સાહન આપવું. ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું સ્વપ્ન જોયું છે. જે સાકાર કરવા માટે ભારતના નવયુવાન સીઈઓ અને સીએફઓની ભૂમિકા નિર્ણાયક રહેશે. કોઈપણ બિઝનેસને સફળ બનાવવા સીએફઓએ પડકારજનક પરિસ્થિતિમાં વ્યવસાયના હેતુની યોગ્ય ખાતરી કરીને સફળતાનો માર્ગ અપનાવવો પડશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, CA, અમદાવાદ, અમદાવાદ સમાચાર

विज्ञापन
विज्ञापन