Home /News /ahmedabad /

સ્માર્ટ વર્કે અપાવી સફળતા: CA ઇન્ટરમીડિયેટના ટોપર્સે જણાવ્યો સફળતાનો મંત્ર

સ્માર્ટ વર્કે અપાવી સફળતા: CA ઇન્ટરમીડિયેટના ટોપર્સે જણાવ્યો સફળતાનો મંત્ર

સીએ ઇન્ટરમીડિયેટ ટોપર્સ

CA intermediate: મે માસમાં સીએ ઇન્ટરમિડીયેટની પરીક્ષા લેવાઈ હતી. જેમાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ફક્ત 4.2% આવ્યું છે, જ્યારે ઓલ ઇન્ડિયા લેવલનું પરિણામ 5.46% આવ્યું છે.

સંજય ટાંક, અમદાવાદ: સીએના અભ્યાસ (CA Students) માટે મહેનત તો સૌ કોઈ વિધાર્થી કરે છે પણ જીતે એ જ છે જે સ્માર્ટ વર્ક (Smart work)થી આગળ વધે છે. અમદાવાદના CA ઇન્ટરમીડિયેટના ટોપર્સે (CA Intermediate toppers) આ વાતને સાબિત કરી છે. ગત મે મહિનામાં લેવામાં આવેલી CA ઇન્ટરમીડિયેટની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદમાંથી 25 વિધાર્થીઓ પાસ થયા છે. જેમાં ચાર વિધાર્થીઓએ ટોપર્સના રેન્કમાં બાજી મારી છે. આ વિધાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 50માં સ્થાન મેળવ્યું છે.

સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર થયું છે, જેમાં અમદાવાદના ચાર વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. મે માસમાં સીએ ઇન્ટરમીડિયેટની પરીક્ષા લેવાઈ હતી. જેમાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ફક્ત 4.2% આવ્યું છે, જ્યારે ઓલ ઇન્ડિયા લેવલનું પરિણામ 5.46% આવ્યું છે.

અમદાવાદમાંથી 622 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ફક્ત 25 વિદ્યાર્થીઓ પાસ થયા છે. અમદાવાદના પાર્થ શાહે ઓલ ઇન્ડિયા લેવલે 15મો ક્રમાંક મેળવ્યો છે. પાર્થ સાહે ફક્ત ઓનલાઇન અભ્યાસ કરીને ક્રમાંક મેળવ્યો છે. પાર્થનું કહેવું છે કે સતત મહેનત અને પ્લાનિંગથી અભ્યાસ કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મેળવી શકાય છે.

બીજી તરફ પ્રિયલ જૈને 41મો, જ્યારે દેવ ભંડારીએ 47મો ક્રમાંક અને સાગર દેસાઈએ 50મો ક્રમાંક મેળવે છે. તમામ વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ સમય સુધી ભણવું છે, એ પ્રકારનું વાંચન ન કરીને સ્માર્ટ વર્ક અને યોગ્ય પ્લાનિંગથી વાંચન કર્યું છે. તેને જ કારણે તેઓને સફળતા હાથ લાગી છે. તેઓ હવે સીએ બનીને માતાપિતાનું સપનું સાકાર કરવા માંગે છે.

આ પણ વાંચો: યુટ્યુબ પર સુસાઇડ નોટ મૂકી વિદ્યાર્થીની મોતની છલાંગ, માતા-પિતા પર લાગ્યું 'કલંક'

મહત્વનુ છે કે અમદાવાદ ચેપ્ટરનું ડિસેમ્બર 2021 લેવાયેલી પરીક્ષા કરતા પરિણામમાં 8.77 ટકા ઘટાડો થયો છે. જ્યારે ઓલ ઇન્ડિયા લેવલે પરિણામ 5% ઘટ્યું છે.

સીએ ફાઇનલ પરિણામ, ટોચના 50 રેન્કર્સમાં અમદાવાદના પાંચ વિદ્યાર્થી સામેલ


ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (The Institute of Chartered Accountants of India) દ્વારા મે, 2022માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) ફાઇનલની પરીક્ષા (CA Final exam)ના પરિણામો શુક્રવારે જાહેર કરવામાં આવ્યા હતાં. આ પરીક્ષામાં દેશમાં કુલ આશરે 12,500 જેટલા વિદ્યાર્થીઓ સીએ તરીકે ઉતીર્ણ થયા છે. મે, 2022માં લેવાયેલી સીએ ફાઇનલની પરીક્ષામાં ટોચના 50 રેન્કરોમાં અમદાવાદનાં પાંચ વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે.

સીએની મે, 2022ની ફાઇનલ્સનાં જાહેર થયેલા પરિણામો અંગે આઈસીએઆઈનાં વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, મે, 2022માં સીએની ફાઇનલ પરીક્ષા યોજાઈ હતી. જેમાં સમગ્ર ભારતમાં આશરે 12,500 જેટલા વિદ્યાર્થીઓ સીએ તરીકે ઉત્તીર્ણ થયા છે. પાસ થયેલા આ વિદ્યાર્થીઓને આવકારતા મને આનંદની લાગણી થાય છે. આ વિદ્યાર્થીઓથી દેશભરમાં સાડા ત્રણ લાખથી પણ વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસમાં 12,500 જેટલા નવા સીએનો ઉમેરો થયો છે. જે દેશનાં અર્થતંત્રને આગળ ધપાવવામાં અગ્રણી ભૂમિકા ભજવશે તેવો મને વિશ્વાસ છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: CA, Examination, Students, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन