13માર્ચથી સેવિંગ એકાઉન્ટ પર વિડ્રોઅલ લિમિટ દૂર, RBIએ ન ઘટાડ્યા વ્યાજ દર

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 8, 2017, 5:51 PM IST
13માર્ચથી સેવિંગ એકાઉન્ટ પર વિડ્રોઅલ લિમિટ દૂર, RBIએ ન ઘટાડ્યા વ્યાજ દર
આરબીઆઇએ નવી મૌદ્રિક નીતિ જાહેર કરી છે. દેશની સર્વોચ્ચ બેંક દ્વારા નવી નીતિની જાહેરાત કરતા ગવર્નર ઉર્જિત પટેલે વ્યાજદરોમાં કોઇ બદલાવ નથી કર્યો. 20 ફેબ્રુઆરીથી સેવિંગ એકાઉન્ટ પર રૂપિયા ઉપાડવાની લીમીટમાં વધારો કરી 50 હજાર સુધી કરી દેવાશે જ્યારે 13 માર્ચ પછી આ પાબંદી પણ હટી જશે. આરબીઆઈએ રેપો રેટ 6.25 ટકા પર યથાવત રાખ્યો છે. આ સિવાય એમએસએફ, બેંક રેટ 6.75 ટકા પર જે હતો તે જ રખાયો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 8, 2017, 5:51 PM IST
આરબીઆઇએ નવી મૌદ્રિક નીતિ જાહેર કરી છે. દેશની સર્વોચ્ચ બેંક દ્વારા નવી નીતિની જાહેરાત કરતા ગવર્નર ઉર્જિત પટેલે વ્યાજદરોમાં કોઇ બદલાવ નથી કર્યો. 20 ફેબ્રુઆરીથી સેવિંગ એકાઉન્ટ પર રૂપિયા ઉપાડવાની લીમીટમાં વધારો કરી 50 હજાર સુધી કરી દેવાશે જ્યારે 13 માર્ચ પછી આ પાબંદી પણ હટી જશે.
આરબીઆઈએ રેપો રેટ 6.25 ટકા પર યથાવત રાખ્યો છે. આ સિવાય એમએસએફ, બેંક રેટ 6.75 ટકા પર જે હતો તે જ રખાયો છે.
રિઝર્વ બેંકએ રેપોરેટ 6.25 ટકા રાખ્યો છે તો રિવર્સ રેપો 5.75 ટકા અને સીઆરઆર 4 ટકા પર સ્થિર રાખ્યો છે. આરબીઆઇએ વર્ષ 2017માં ગ્રોથ અનુમાન 7.1થી ઘટાડીને 6.9 ટકા કર્યો છે. આરબીઆઇના અનુમાન મુજબ વર્ષ 2018માં જીડીપી ગ્રોથ તેજીથી સુધરવાનું અનુમાન છે. આ સિવાય આરબીઆઇ મુજબ જાન્યુઆરી-માર્ચ સુધી મોઘવારી દર 5 ટકાથી ઓછો રહેવાનું અનુમાન છે.
First published: February 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर