આઇડિયા-વોડાફોન એકબીજામાં ભળી જશે, બનશે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની

A
Updated: January 1, 1970, 5:30 AM IST
આઇડિયા-વોડાફોન એકબીજામાં ભળી જશે, બનશે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની
આઇડિયા સેલ્યુલર બોર્ડે વોડાફોન ઇન્ડિયામાં મર્જરની મંજૂરી આપી દીધી છે. રિપોર્ટની માનીએ તો નવી કંપનીમાં વોડાફોનનો 45 ટકા હિસ્સો હશે, જ્યારે આઇડિયાનો 26 ટકા હિસ્સો રહેશે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
આઇડિયા સેલ્યુલર બોર્ડે વોડાફોન ઇન્ડિયામાં મર્જરની મંજૂરી આપી દીધી છે. રિપોર્ટની માનીએ તો નવી કંપનીમાં વોડાફોનનો 45 ટકા હિસ્સો હશે, જ્યારે આઇડિયાનો 26 ટકા હિસ્સો રહેશે. એબી ગૃપ નવી કંપનીમાં 130 રૂપિયા પ્રતિ શેયરના ભાવ પર 9.5 ટકા હિસ્સો લેશે. રિપોર્ટનું માનીએ તો કેટલાક સમય પછી એબી ગૃપ અને વોડાફોનનો હિસ્સો બરાબરનો રહેશે. વોડાફોન હિસ્સો એક સરખો કરવા માટે શેર વેચી દેશે. મનાઇ રહ્યુ છે આઇડિયા અને વોડાફોનનું મર્જર 2018માં પુર્ણ થશે. આ ગઠબંધન માટે આઇડિયા સેલ્યુલરના વેલ્યુએશન 72,200 કરોડ રૂપિયા અંકાય છે. જ્યારે વોડાફોનનું વેલ્યુએશન 82,800 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. નોધનીય છે કે કેટલાક મહિનાઓની અટકળો પછી 30 જાન્યુઆરીએ આદિત્ય વિક્રમ બિરલા સમૂહની કંપની આઇિડયા સેલ્યૂલર સાથે મર્જર પર વાતચીતની પુષ્ટી કરી છે. નોધનીય છે કે અત્યાર સુધી એરટેલ 26.34 કરોડ ગ્રાહકો સાથે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની સેવા આપતી હતી. ત્યારે વોડાફોન ઇન્ડિયા 20,028 કરોડ ગ્રાહકો સાથે દેશની બીજી અને આઇડિયા સેલ્યૂલર 18.77 કરોડ ગ્રાહકો સાથે ત્રીજા નંબર પર છે.
First published: March 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर