રિટેલ વ્યાપારમાં ભારતે પડોશી દેશ ચીનને પછાડ્યુ

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 7, 2017, 10:01 AM IST
રિટેલ વ્યાપારમાં ભારતે પડોશી દેશ ચીનને પછાડ્યુ
વિકાસશીલ દેશોમાં આસાન વ્યાપારિક હાલાત મામલે ભારતે પડોશી દેશ ચીનને પછાડ્યુ છે. તાજા રીપોર્ટ અનુસાર 30 દેશોની યાદીમાં 71.7ના સ્કોર સાથે ભારત પ્રથમ સ્થાને રહ્યુ છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 7, 2017, 10:01 AM IST
વિકાસશીલ દેશોમાં આસાન વ્યાપારિક હાલાત મામલે ભારતે પડોશી દેશ ચીનને પછાડ્યુ છે. તાજા રીપોર્ટ અનુસાર 30 વિકાસશીલ દેશોની યાદીમાં 71.7ના સ્કોર સાથે ભારત પ્રથમ સ્થાને રહ્યુ છે.
ધ 2017 ગ્લોબલ રિટેલ ડેવલપમેન્ટ ઇડેક્સ(GRDI)ના 16મા સંસ્મરણમાં રિટેલ નિવેશમાં 25 માનકોની યાદીને તૈયાર કરાઇ છે. જાણો કયો દેશ કયા સ્થાન પર છે.?

Ease-of-doing-business
વધતી આર્થિક તાકાત

ભારત ઝડપથી આર્થિક તાકાત વિસ્તારી રહ્યુ છે. વિદેશી રોકાણને અનુમતી અને વધતી ખપતની ક્ષમતાને કારણે ભારતને પહેલુ સ્થાન પ્રાપ્ત થયુ છે. આ યાદીમાં બીજા નંબરે પડોશી દેશ ચીન છે.
ધીમી આર્થિક રફ્તારને કારણે ચીન ભલે એક સ્ટેપ નીચે ધકેલાયુ હોય પરંતુ રિટેલ નિવેશ મામલે તે દુનિયા માટે સૌથી સારુ આકર્ષક બજાર છે. એટીકર્નીના નિવેદન અનુસાર યાદીમાં શામેલ દેશ ન ફક્ત આકર્ષક બજાર છે પરંતુ ભવિષ્યમાં અહી ઘણી સંભાવનાઓ છે.
રિટેલ ક્ષેત્રમાં 20 ટકાનો ગ્રોથ
ગત નાણાવર્ષમાં ભારતીય રિટેલ ક્ષેત્રમાં કુલ બિક્રી 1 લાખ કરોડ ડોલર રહી. જ્યારે ગ્રોથ મામલે આ દર 20 ટકા છે. રિપોર્ટ અનુસાર 2020 સુધી અનુમાન લગાવાય છે કે ભારતીય રિટેલ બજાર બે ગણુ વધી 2 લાખ કરોડ ડોલર સુધી પહોચી જશે.
First published: June 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर